વૉશિંગ્ટન, તા. 13 જૂન 2020, શનિવાર
અમેરિકામાં જ્યોર્જ ફ્લોયડની હત્યા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભડકાઉ પોસ્ટ પર કાર્યવાહી ન કરવાને લઇને ફેસબુકના સંસ્થાપક માર્ક ઝકરબર્ગની ટીકા કરનાર કર્મચારીને કંપનીએ નોકરીમાંથી કાઢી મુક્યાં છે. રોયટર્સની રિપોર્ટ અનુસાર યુઝર ઇન્ટરફેસ એન્જિનિયર બ્રેડન ડેલએ દાવો કર્યોકે ઝકરબર્ગની ટીકા કરવા પર તેમને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યાં છે.
અમેરિકામાં થયેલા તોફાનો પછી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફેસબુક પર એક વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી. ફેસબુકના સીઇઓ માર્ક ઝુકરબર્ગે ટ્રમ્પનો બચાવ કરીને આ પોસ્ટ પર કામગીરી કરવાનો ઇનકાર કર્યો હતો. ઝુકરબર્ગના આ નિર્ણયનો ઘણા કર્મચારીઓએ વિરોધ કર્યો હતો. આ કર્મચારીઓમાંથી એક કર્મચારી બ્રેન્ડન ડાયલે ઝુકરબર્ગની આકરી ટીકા કરી હતી, જેની ફેસબુકે નોકરીમાંથી હકાલપટ્ટી કરી દીધી છે.
ડેલ જ નહીં તેમની ટીમના છ અન્ય એન્જિનિયરો સહિત એક ડઝન કર્મચારીઓએ માર્ક ઝકરબર્ગના મૌ પર જાહેરમાં નારાજગી વ્યક્ત કરી હતી. ત્યાર બાદ તેમણે ખુલાસો કરવા માટે તમામ કર્મચારીઓને વર્ચુઅલી સંબોધિત કરવા પડ્યાં. ડેલનું કહેવું છે કે ખોટી વાત સામે અવાજ ઉઠવા માટે તેમને નોકરી માથી કાઢી મુકવામાં આવ્યાં છે. ડેલએ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરી લખ્યું કે જાણીજોઇ નિવેદન ન કરવું પણ રાજનીતિ છે.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પોસ્ટને દુનિયાભરના લોકોએ નસ્લવાદી ઠેરાવી વખોડી કાઢી હતી. ટ્રમ્પે જ્યોર્જ ફ્લૉયડની હત્યા બાદ અમેરિકામાં ભડકેલી હિંસા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે જ્યારે લૂટ શરુ થઇ તો શૂટિંગ શરૂ થઇ. ટ્વિટરે ટ્રમ્પની આ પોસ્ટને હિંસના ગુણ ગાતા હોવાનું ઠેરાવી વોર્નિંગ લેબલ લગાવી દીધું હતું, પરંતુ માર્ક ઝકરબર્ગે આવું કંઇ કર્યું નહીં.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ApG4mC
ConversionConversion EmoticonEmoticon