જાતને જાણે, એ જગતને જાણે..!


આ જગતમાં માણસ સિવાય પહાડ, ઝરણા, દરિયો, નદીઓ, રંગબેરંગી ઝાડપાન, પશુ-

પંખી, જીવજંતુ કેટલુંય બધું ઠસ્સોઠસ ભરેલું છે. પણ માણસ બધાથી નોખો-અનોખો છે. ઉપર જે બધું વર્ણવ્યું એ બધું જ માણસમાં પણ હોય છે. ક્યારેક માણસ દરિયો બને છે તો ક્યારેક નદી. ક્યારેક પહાડ જેવો મક્કમ તો કદી વહેતા ઝરણા જેવો બને છે. કદીક એ રંગીન બને છે તો કોકવાર પશુતા પણ આચરી બેસે છે. કેટલીય ઠોકરો ખાધા પછી ને ક્યારેક આ કોરોનાની ઓળખ બાદ પોતાને જંતુ તુલ્ય પણ માની બેસે છે.

આખી જિંદગી માણસ બીજાને જાણવા અને બતાડવા પોતાનાથી બેખબર રહી જતો હોય છે. યંત્રવત ચાલતા શ્વાસોશ્વાસમાં ભભકતા અને ભૌતિકતાના વમળમાં ઘૂમરીયો ખાતો ખાતો જીવન વ્યતિત કરતો હોય છે. ક્રિયા-પ્રતિક્રિયા અને બાહ્ય આકર્ષણોની ચમક-દમક એને 

પોતાને જાણવામાં અડચણરૂપ બનતી હોય છે. પોતાની જાતને આંખઆડા કાન કરવાની આ એની કુચેષ્ટા એની જબરી વલે કરી નાખે છે. છેલ્લે છેલ્લે ચીડીયા ચૂગ ગઈ ખેત કહેવત એને યાદ આવતી હોય છે.

વાચા અને લાગણીની વિશેષ ભેટથી માણસ પોતાને બુધ્ધિશાળી સમજતો હોય છે. માન-અપમાન, ઇર્ષા-અદેખાઈ, દેખાડો-ઢોંગ આડંબર, હસી-ખુશી, મજાક-મસ્તી, રોમાન્સ-સેક્સ-રોમાંચ, ગુસ્સો-પ્રેમ- અણગમો જેવી અસંખ્ય લાગણીઓના ઉભરાઓમાં શું પકડવું અને શું ક્યારે છોડી દેવું એ બાબતે સચેત અને સાવધાન નથી રહેતો. માણસ છેવટે આ લાગણીઓની ધાકમાં જીવે છે. લાગણીઓ એના ઉપર ચઢી બેસે છે. પરિણામે એ સુખ કે દુઃખને પોતાના અંકુશમાં નથી રાખી શક્તો. વધુમાં આખી દુનિયાની પંચાત કરનાર માણસ અંત તક પોતાને નથી જાણી શક્તો. પૂરી જિંદગી એ પોતાનાથી અને જિંદગી બાબતે અજ્ઞાાન જ રહી જાય છે. પછી પરમપિતા પરમેશ્વરને તો ક્યાંથી જાણી શકે ?

પોતે એ બાબતથી જરાય વિચારશીલ નથી હોતો કે છેવટે શું ? જાણે કે એક મૂર્છિત અવસ્થામાં 

પોતાને મોતને હવાલે કરી દેતો હોય છે. 

પોતાને એ ખબર જ નથી પડતી કે એની ભીતર આંતરિક શક્તિનો ખજાનો પડેલો છે કે કોઈપણ બાબત એને દુઃખી કે ખિન્ન કરી જ ન શકે ।। ખરેખર તો જાતને જાણ્યા બાદ સુખ અને પ્રસન્નતા શોધવા અહીં-તહીં ફાંફા નથી મારવા પડતા. કુદરતે દરેકને શક્તિ પ્રમાણે મસ્તી કરી શકે એટલું તત્ત્વ તો 

આપેલું જ છે. ઘણીવાર જે સુખ-સાહ્યબી મજૂર ભોગવતો હોય છે એવી સુખ સાહ્યબીઓ કહેવાતા સુખી-સંપન્ન અને માલેતુજારોના નસીબે નથી હોતી. 

પોતાની ઠાઠડી બંધાય એ પહેલાં ઠાઠથી જીવી લેવું એ દરેક માણસનો હક્ક છે. આ ઠાઠ એટલે હૃદયની પ્રસન્નતા અને મનની મોહકતા. જગત આપણને જાણે એ ગૌરવ લેવા જેવી બાબત છે. આપણો વિકાસ લોકોને દેખાય એ પ્રસંશનીય છે. પણ આ વિકાસ એ માત્ર સત્તા-

સંપત્તિ કે વૈભવ પૂરતો સીમિત રહી જાય એ માણસ માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે. 

દૃષ્ટિ ભ્રમમાં જીવનારો અચાનક દૃષ્ટિકોણમાં જીવવા લાગશે. Thank you ભગવાન' આ સિવાય બીજી પ્રાર્થના એને નહીં આવડે. યાદ રાખો માણસનો અવતાર માત્ર ખાલી ખાઈ-

પીને મરવા માટે નથી મલ્યો. 'સ્વ'ને એટલે કે જાતને જાણવા પણ મળ્યો છે. સ્વ અધ્યાયથી જગતની ઓળખ થતીહોય છે. જાતને પીછાણો પછી માત્ર જગતની જ નહિં. જગદીશની પણ ઓળખાણ થવા લાગે છે.

- દિલીપ રાવલ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YR6i9Q
Previous
Next Post »