
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.12 જૂન 2020, શુક્રવાર
ભારત સરકારે ચોક્કસ ગાઇડલાઇન્સ સાથે શૂટિંગ શરૂ કરવાની પરવાનગી આપી છે.તેવામાં સમાચાર હતા કે અક્ષય પોતાની આગામી ફિલ્મ બેલ બોટમનું શૂટિંગ જુલાઇમાં શરૂ કરવાનો છે. પરંતુ હવે છેલ્લા સમાચાર મુજબ અક્ષય ફિલ્મનું શૂટિંગ ઓગસ્ટમાં કરવાનો છે.
જોકે અક્ષય લોકડાઉન પહેલા પૃથ્વીરાજ ફિલ્મના શૂટિંગમા ંવ્યસ્ત હતો હવે આ શૂટિંગ પુરુ કર્યા પછી જ તે બેલ બોટમ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. ફિલ્મ પૃથ્વીરાજનું ૪૦ ટકા જેટલું શૂટિંગ પુરુ થઇ દયું છે. બાકી બચેલું ૬૦ ટકા શૂટિંગ જૂન મહિનાના અંત સુધીમાં થઇ જાય તેવી શક્યતા છે. વધુમાં વધુ ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં આ ફિલ્મનું શૂટિંગ પુરુ કરવાની યોજના છે. જેમાં મહત્વના દ્રશ્ય એ મોટી એકશન સિકવન્સનું શૂટિંગ પણ બાકી છે.
ફિલ્મ બેલ બોટમ સાથે જોડાયેલા સૂત્રના અનુસાર અક્ષય અને જેકી એ નિખિલ અડવાણી સાથે ચર્ચા કરીને ફેંસલો લીધો છે. તે લોકો ઓગસ્ટના પહેલા જ અઠવાડિયાથી બેલ બોટમનું ફિલ્માંકન શરૂ કરવા માંગે છે. જોકે આવનારા દિવસોમાં પરિસ્થિતિ સુધરશે તેવી આશા તેઓ રાખી રહ્યા છે.
અક્ષય લંડનમાં મર્યાદિત ક્રુ મેમ્બર્સ સાથે શૂટિંગ શરૂ કરશે. સરકારની પરમિશન મળતાં જ તે પોતાની તારીખો લોક કરશે. બેલ બોટમની વાર્તાના હિસાબથી ફિલ્મનું શૂટિંગ લંડનમાં જ કરવું જરૂરી છે. મુંબઇમાં તો ફક્ત બે-ત્ર દિવસનું જ શૂટિંગ કરવાની યોજના છે જે યુકેના શેડયુલ પછી ફિલ્માવામાં આવશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Yxn2T8
ConversionConversion EmoticonEmoticon