
અ લ્યા વીરકા, ઝટ હેન્ડ લ્યા,ઓલા સોરીના ઘેર વાટ જોઈ જોઈ થાકી જાહે નહિતર..''
''એલા બાપુ... વિરકા નહિ વ્રજ બોલો આજ તો.આટઆટલું શહેરથી ભણીને આવ્યો દીકરો પણ ઘરમાં કોઈ માનથી બોલાવતા જ નથી.મારી વહુ આવશે ને વિરકો વિરકો બોલાવો છો તો સારું લાગશે ?''
''વ..રજ,એવું બોલવાનું થોડું અઘરું પડે સે મુને.ને હાંભળ તું ભલે શેર માં મોટો દાગતર સાહેબ થઈને આયો ને વોવ પણ મોટા ઘરની આણીશું પણ વિરકા તું મારો વિરકો જ રેવાનો!''
બાપ દીકરાની મીઠી રકઝક સાંભળી હિરુબેન પરસાળમાં હસતા હસતા આવ્યા. વ્રજથી ત્રણ વર્ષ નાની દીકરી પૂણમા પણ ગુલાબી રંગનો સુંદર ઘાઘરો ને સાથે જરીની બોર્ડર વાળો કમખો સાથે ચમકતી કિનાર વાળી ઓઢણી પહેરી તૈયાર થઈ ગઈ. ભાઈ માટે ભાભી લાવવાની હતી તેનો હરખ તેના મો પર સ્પષ્ટ જોઈ શકાતા ે હતો. મહેમાન તરીકે બહારગામ જવાનું હોય એટલે પાઉડરની એક પરત ચહેરા પર વધુ આપોઆપ લગાડવાનો ગામમાં નિયમ એટલે પૂણમા પણ બીજી છોકરીઓની જેમ પાઉડર લગાવીને વધુ સરસ લાગવા પ્રયત્ન કરી રહી. વ્રજને હાથ ઉપર એક નાની ચૂંટલી ભરી પોતે કેવી લાગે છે એ પ્રશ્ન નજરો દ્વારા દર્શાવી રહી.
''અરે પૂરું આજે તો મારા કરતા વધારે સારી તું લાગે છે. કેમ શહેરમાં આજે શું તારે માટે જીજાજી જોવા જવાનું છે?''
''ભાઈ.... હવે તન ઘોડા એ બેહાડવાનો વારો સે,મારે તો હજુ ભાભીના હાથે ઓલા શેરના જાતજાતના પકવાન ખાવાના સે.''
''અરે,બન્ને સૂપ રહો ઘરમાં મહેમાનો આવી પૂગ્યા સે ને તમે બન્ને તમારા જ ઝગડામાંથી નવરા નથ પડયા,'' હિરુબેન બોલતા બોલતા ઘર બહાર ઊભેલા વડીલોને પાણી આપવા ગયા.
ગામના મુખી રાવજીભાઈ ને ઘરે ચહેલ પહેલ હતી.દીકરા વ્રજ માટે વડોદરા શહેરમાં સ્થાયી નરસિંહભાઇની દીકરી સારીકા સાથે સગપણ નક્કી કરાયું હતું.રાવજીભાઈ ઘણા ખુશ હતા.
વ્રજ શહેરમાં ડોકટર બનવાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. હવે ગામમાં જ હોસ્પિટલ શરૂ કરવાનો હતો. સારીકા દેખાવડી સાથે ભણેલી હતી. એકની એક દીકરી હોવાથી સંપૂર્ણ લાડકોડમાં ઉછરી હતી.કોલેજમાં અભ્યાસ કરતી હતી.તેની લગ્નની ઈચ્છા નહોતી પણ મમ્મી પપ્પાની વાત સાંભળી વ્રજને એકવાર મળવા તૈયાર થઈ હતી. વ્રજ ભલે ગામડાનો હતો પણ અભ્યાસ બરોડા,ને દેખાવમાં પણ એકદમ સ્ટાઈલીશ એટલે સારીકા ને ગમ્યો.ને બન્ને પક્ષે મંજૂરીની મહોર આવી ચૂકી હતી.
ગોળ ધાણા નો પ્રસંગ ધૂમધામથી પૂર્ણ થયો.સારું ચોઘડિયું નજીક હોવાથી બીજે જ મહિને લગ્ન પણ નક્કી થઈ ગયા. વ્રજ ને સારીકા બન્ને ખરીદીના બહાને એકબીજાને મળતા. બન્ને વચ્ચે સ્નેહસૂત્ર આ સમયગાળામાં વધુ મજબૂત બની ગયું.
બન્ને ઘરે રૂડા તોરણીયા બંધાયા ને લગ્નગીતોથી ઘર આંગણા ગૂંજી ઊઠયા. વ્રજ ,સારીકા ના દાંપત્ય જીવન ની શુભ શરૂઆત થઈ.
લગ્નના પ્રથમ બે ત્રણ દિવસ તો સારિકાને સાસુ અને નણંદ બંને એ સાચવી લીધી.ધીમે ધીમે એમને પણ જાણ થઈ કે સારીકા હજુ ઘરકામમાં નવો જ નિશાળિયો છે એટલે સાસુમાએ તેને ટ્રેનિંગ આપવાની શરૂ કરી દીધી. સારીકા એ પણ હસતા મુખે સઘળી જવાબદારી ઉપાડવાની શરૂ કરી દીધી.વ્રજનો પ્રેમ હંમેશ તેનો સહાયક બની રહેતો.
લગ્નના પ્રથમ મહિને જ બાર દિવસ બાદ સારીકા ઋતુાવમાં બેસી. પિયરમાં દરેક પ્રકારના બંધનોથી મુક્ત પંખીને અહીંના આકાશ વિશે માહિતી જ ક્યાં હતી.
સાસુમાને સારીકા ની શારીરિક પરિસ્થિતિનો અંદાજ નહોતો તેમણે તો રોજની જેમ જ કામોનો ઢગલો તેને સોંપી પોતે ખેતર કામ કરવા જતાં રહ્યાં. સારીકા બિચારી કરે તો શું કરે? અસહ્ય દુઃખાવા સાથે પણ કામનું ભારણ ઓછું કરવા મોરચો તેણે ઉપાડી લીધો.પોતે શહેરમાં રહી હોવાથી સેનેટરી પેડ નો ઉપયોગ કરતી પણ અહી નિકાલની સમસ્યા હોવાથી સારીકા એ પૂણમા ને પોતાની મુંઝવણ વિશે વાત કરી.ભાભીની વાત સાંભળી પૂણમા તરત જ દોડતી ખેતરે ગઈ. સારીકા ને કઈ ખબર જ ના પડી.
આ તરફ પૂણમા ની વાત સાંભળી ઘરમાં જ્વાળામુખી ફાટી નીકળ્યો. હીરૂબેન એકદમ ગુસ્સામાં સારીકા તરફ આવ્યા.
''છોડી....તે તો મારું ઘર અપવિત્ર કરી દીધું.આમ તે કાઈ હોતું હશે.તારી મા એ તન કસુ શીખવીને નથ મોકલી. રહોઈ ના ઠેકાનાં નથ હમજ્યા,ને પાસી આમ ખૂણો પાડવાનું યે જાણ માં નથ.. આટલા વરસોથી હાચવેલ મારા ઘરને , કતંબ ને હંધુય તે તો અપવિત્ર કરી મેલ્યું...હાય રે ભગવાન.....''
સારીકા ને કઈ ખબર ના પડી.પહેલી વાર સાસુમાનું આટલું ઉગ્ર સ્વરૂપ જોઈ તે છોભીલી પડી ગઈ.પોતાની માતા વિશેના અપશબ્દો તે સાંભળી ના શકી.તેની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યા.પોતાના ઘરે તો ....મમ્મી પપ્પા ક્યારેય કશું કહેતા નહિ ને અહી વગર વાંકે..... તે રડતા રડતા રૂમમાં જતી રહી. વ્રજ ઘરમાં ન્હોતો તે સવારમાં જ બાજુના ગામમાં કોઈ દર્દીની સારવાર અર્થે ગયો હતો.
હિરૂબેન આખું ઘર પોતાની દીકરી સાથે મળીને પવિત્ર કરવાની પળોજણ માં વ્યસ્ત થયા. પહેલા પાણીથી આખું ઘર ધોયું ને પછી ગંગાજળનો આખા ઘરમાં આસોપાલવના પાન થી અભિષેક કરી ને શ્રીફળ ઘરના મંદિરિયામાં વધેર્યું.
સારીકાની આંખો રડી રડીને લાલચોળ થઈ ગઈ હતી. સવારમાં જ આમ સાસુમાની ઉગ્રતા સહન કરી હતી,ને પાછું ઘરકામ બધું બાકી હતું તો શું કરવું શું ના કરવું ની મૂંઝવણ વધુ તેને સતાવી રહી.વધુ પરિસ્થતિ બગડે એ પહેલા જાતે જ સ્વસ્થ થવા પ્રયત્ન કરી ઊભી થઈ. રસોડા તરફ જવા વળી ત્યાં જ પૂણમા આવી.ભાભીની આ હાલત માટે પોતે જવાબદાર હતી પણ હવે કશું કરી શકે એમ
નહોતી.
''પૂણમા બહેન તમે મને કહી શક્યા હોત આમ મમ્મીને કહ્યું એના કરતા....મારા ઘરે આવા કોઈ રિવાજ નહોતા એટલે મને...'' તે રડતા રડતા બોલી.
ભાભી ,આમ ખોટું ના લગાડો પણ મમ્મીની બીકમાં જ તમ જ્યારે કહ્યું કે તમે...ત્યાર હું કરવું એ ખબર ના પડીને સીધી પુગી ગઈ ન્યા...મને હુ ખબર હતી કે આમ થાશે. ભાભી જ્યારે પણ મહિને આમ માહવારી માં થઈએ ત્યાર પાંસ દિન લગી ઘરનાં મંદિર , પાણિયારે કે રસોડામાં પણ મમ્મી જાવા નથ દેતી. કોઈ કામ નહિ બસ એક જગાએ બેસી રેવાનું.પાંસ દી ખૂણો પાડવો પડે.તમે તો આજ ઘરના બાથરૂમમાં જ નાહ્યા ને ન્યાં રસોડે ચૂલા કને પણ ગયાં એટલે મમલી નો ગુસ્સો આસમાને સે.''
નિયમોની યાદી સાંભળી સારીકા હેબતાઈ ગઈ.
''અરે મંદિર સમજ્યા ,પણ રસોડામાં ના જઈએ તો કામ કોન કરે ને બાથરૂમ માં ન્હાવાનું પણ નહિ???''
આખી વાત જાણી સારીકા ને સમજાયું કે મમ્મી કેમ આમ ગુસ્સે થયા. પોતાની અજાણતા થયેલ ભૂલ સાસુ માટે કેટલી મહત્વની હતી તે હવે સમજાયું.માફી માંગી લઈશ ને પછી સમજાવીશ એમ વિચારી તે તેમને મળવા ગઈ પણ હિરુબેન એક શબ્દ પણ બોલ્યા નહિ. એક ી બીજી ી સાથે કઈ રીતે આમ વર્તી શકે એ વાત થઈ શકે એવી સ્થિતિ ના લાગતા સારીકા પણ ફરી રૂમમાં જઈ બેસી રહી. સસરા પણ સવારમાં ઉઠીને પંચાયતે કામ આવતા જતા રહ્યા એટલે ઘરમાં હતા નહિ તો કોઈ સાથે પણ આ વિશે વાત કરવી વ્યર્થ હતી.પૂણમા સખીઓ સાથે ગપ્પાં મારવા પાડોશી બહેનપણીને ઘરે જતી રહી.
સારીકા ને તરસ લાગી. પાણી માટે હવે ગળામાં વધારે શોષ પડવા લાગ્યો પણ રસોડામાં જવાની મનાઈ હતી ને સાસુમા મો ફુલાવી કામ કર્યે જતા હતા.બપોરના બે વાગ્યા સુધી પાણી વગર બેસી રહી.વ્રજ જ્યારે બપોરે જમવા આવ્યો ત્યારે તેણે પાણીનો લોટો ભરીને આપ્યો ત્યારે હાશ થઈ.
ઘરમાં બનેલ વાતો સારીકા એ વ્રજ ને કહી સંભળાવી.
''પૂણમા ક્યાં ગઈ એને કહ્યું હોત તો પાણી તો આપી જાત ને...''
''વ્રજ, આપણે બન્ને શિક્ષિત છીએ. આમ આ રીતે અંધશ્રદ્ધા ને ઘરમાં જ પોષીએ એ યોગ્ય નથી ને! બાથરૂમ માં ન્હાવાથી કે માટલામાંથી પાણી પીવાથી શું અભડાઈ જતું હશે? આ તો ઠીક બેન ને મમ્મી છે જેના ઘરે એકલી ી હોય તો શું આખો પરિવાર ભૂખ્યો રહે? ને પાણી માટે વલખાં મારવાના કે કોણ આવે ને પાણી આપે..''
''સારીકા,હું તારી પરિસ્થિતિ સમજુ છું પણ મમ્મી વર્ષોથી આ બધી રીતભાત કરતી આવી છે.એમાં હું શું કરું શકું, છતાં એમને સમજાવવા પ્રયત્ન કરીશ પણ મમ્મી ની રૂઢિચુસ્તતા પરથી કહું એ નહિ માને. ચાલ હવે આ બધી રામાયણ મૂક ને ચાલ જમી લે.''
સારીકાની ના છતાં વ્રજ તેના માટે ડિશ બનાવી લાવ્યો ને પ્રેમથી તેને ખવડાવ્યું. આનાકાની કરતા કરતા માંડ બે ત્રણ કોળિયા તેને ગળે ઉતર્યા.આખો દિવસ જાણે અલગ જ દુનિયામાં વિતાવ્યો હોય એવું તે અનુભવી રહી.
બીજા દિવસની સવારે ઊઠી ત્યારે પૂણમાએ ઘરની પાછળ વાડામાં ચાર લાકડીઓના ઠેકે ઊભું કરેલ ખુલ્લું બાથરૂમ બતાવ્યું ત્યારે તો સારીકા ની આંખમાં અનાયાસે આંસુ ઝલકી ઉઠયા. શહેરમાં ઉછરેલી પોતે આમ જાહેર જગ્યાએ ખુલ્લામાં લાકડા ને કપડાંની આડશ માં બનાવેલ સ્થાને સ્નાન કરી શકે એવી સ્થિતિમાં નહોતી.પણ હાલ કઈ જ થઈ શકે એવું ક્યાં હતું. ઠંડુ પાણી શરીર પર નાખતા જ જાણે ઘા ઉપર પાણી લાગે ને બળતરા વધે એવું તેને લાગ્યું. ચૂપચાપ રડતા રડતા ફટાફટ સ્નાન ક્રિયા પતાવી રૂમમાં આવી. બે જોડી કપડાં મૂક્યા ને એક પણ શબ્દ બોલ્યા વિના વ્રજ ઉઠે તે પહેલાં જ ઘરેથી નીકળી ગઈ.પૂણમાએ તેને નીકળતા જોઈ ને રોકી પણ ખરી પણ હું ઘરે જાઉં છું એમ કહી સારીકા નીકળી જ ગઈ.
આ તરફ ઊઠીને સારીકા ને ના જોતા પૂણમા પાસે જાણ્યું કે તે વહેલી સવારથી જતી રહી છે એટલે તરત તૈયાર થઈ વ્રજ પોતે પણ બસ સ્ટેશને પહોંચી ગયો.
''આજકાલની વોવ જોવ તો જરા...એકલા આમ હેનડાતુ હશે વિરુના બાપુ...'' હિરું બેન ચા બનાવતા રાવજીભાઈ ઉપર ગુસ્સો બતાવી રહ્યા.
''પણ હિરું આમ કેમ અસાનક કેમ એકલા કાં હેંડયા વોવ...?''
''પિયરિયાની યાદમો બીજું હું, વરજ ગયો સે હારે સિંતા ના કરો...'' કહી વાત વારી લીધી.
સાસરેથી પ્રથમ વાર પિયર આવેલી દીકરીને જોઈ સારીકાની મમ્મી, પપ્પા બન્ને ખુશ થઈ ગયા પણ બીજી જ ક્ષણે તેનો ચહેરો જોઈ કશુંક બન્યાનો અંદેશો પણ પામી ગયા.
''બેટા, એકલી જ આવી આમ ખબર વિના, કુમાર કયા?''
એક જ પ્રશ્નના ઉત્તરમાં સારીકા રડી પડી.રડતી દીકરી સાસરેથી પરત આવી એ વિચારે બન્નેના મનમાં અસંખ્ય પ્રશ્નોનું ગણિત મંડાયું પણ તે ચૂપ રહ્યા.
બેટા, બેસ અહીંયા પપ્પા પાસેધ કહી સ્મિતાબેન પાણી લેવા ગયા. નરસિંહભાઇ એ વ્રજ ને ફોન કરીને જણાવી દીધું કે સારીકા અહીંયા છે ને શું બન્યું એ પણ પૂછયું પણ કોઈ ઉત્તર ન મળ્યો.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2AE1bBC
ConversionConversion EmoticonEmoticon