Google Doodle : આજે ગૂગલની પોપ્યુલર ગેમ છે Halloween

નવી દિલ્હી, તા. 06 મે 2020, બુધવાર

ગૂગલ ડૂડલે પોતાના પૉપ્યુલર ગેમ્સના જૂના ડૂડલ્સ બીજીવાર શેર કરતા આજે સાતમું ડૂડલ ગેમ મુક્યુ છે. ગૂગલનું આજનું ડૂડલ Halloween 2016 છે. ઉલ્લેખનીય છે કે હેલોવીનની થીમ હંમેશા હૉરર હોય છે અને આજે ગૂગલના આ ગેમની થીમ પણ હૉરર જ છે. ગૂગલના આજના ડૂડલમાં એક બિલાડી છે, જેને કેટલાક ભૂતોએ ઘેરી લીધી છે. હવે બિલાડીએ જાદૂઇ સ્પેલની મદદથી આ ભૂત સામે લડવું પડશે અને વધારેમાં વધારે સ્કોર બનાવવા પડશે. 

જો તમારે આ ગેમ રમવી હોય તો તેના માટે તમારે ગૂગલના ડૂડલ પર આપવામાં આવેલા પ્લેના બટન પર ક્લિક કરવાનું રહેશે. તેનાથી ડાયરેક્ટ હૈલોવીન ગેમ ઓપન થઇ જશે. ત્યારબાદ પ્લેયરને મેજિક કેટ જોવા મળશે અને કેટલાક ભૂત પણ જોવા મળશે. આ બિલાડીનું નામ મોમો છે અને તેની પાસે એક જાદૂઇ લાકડી છે. ભૂતને મારવા માટે તમારે ભૂતના માથા પર બનેલા સિમ્બોલના શેપમાં સ્વાઇપ કરવાનું રહેશે અને તેનાથી ભૂત મરી જશે. 

ગૂગલ ડૂડલની આજની આ ગેમમાં 5 લેવલ છે. લાઇબ્રેરી, કેફેટેરિયા, ક્લાસરૂમ, જિમ અને શાળાની બિલ્ડિંગની છત. 

ઉલ્લેખનીય છે કે ગેમની સીરીઝ પહેલા ગૂગલ ડૂડલે કોરોના વાયરસના વૉરિયર્સનો આભાર માનવા માટે એક સીરીઝ શરૂ કરી હતી. તેના મારફતે ગૂગલ ડૂડલે ડૉક્ટર્સ, નર્સ, હેલ્થકેર વર્કર્સ, પોલીસ અને કોવિડ-19ની લડતમાં તમામ ફ્રન્ટલાઇન વૉરિયર્સનો આભાર માન્યો હતો.



from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ca3ZE9
Previous
Next Post »