(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 5 મે 2020, મંગળવાર
કોવિડ ૧૯ના પ્રકોપના કારણે વિશ્વમાં આર્થિક તંગી આવી ગઇ છે. મનોરંજન ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો છેલ્લા ૪૦ દિવસથી શૂટિંગ બંધ થઇ ગયા છે. અને હજી પણ ભારતમાં પરિસ્થિતિ સુધરવાની આશા દેખાતી નથી. લોકડાઉનની તારીખોને લંબાવામાં આવી રહી છે. ફિલ્મો પર છવાયેલા સંકટના વાદળને કારણે ઘણી ફિલ્મો અભેરાઇ પર પણ ચડી જાય તેવી વકી છે.
રિપોર્ટસની માનીએ તો કમલ હાસસની ઇન્ડિયન ટુ ને ડબ્બાબંધ કરવામાં આવે તેવી શક્યતા છે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું હતું ત્યારે તે ગંભીર ઇજા પામ્યો હતો. આ પછી તેના સેટ પર અકસ્માત થયો હતો જેના પરિણામે ત્રણ વ્યક્તિઓએ જીવગુમાવ્યા હતા.નકારાત્કમક ઘટનાઓ બાદ ફિલ્મ સર્જકને કરોડોનું નુકસાન ઉઠાવવું પડયું છે.
પરિણામે આ ફિલ્મને હવે અભેરાઇએ ચડાવાનો નિર્ણય લેવામાંઆવે તેવી શક્યતા છે. આ ફિલ્મ ૧૯૯૬માં આવેલી કમલ હાસસની ઇન્ડિયન ફિલ્મની સિકવલ છે. મૂળ ફિલ્મમાં કમલ હાસન ડબલ રોલમાં જોવા મળ્યો હતો. હવે આ સિકવલમાં કમલની સાથે કાજલ અગ્રવાલ અને રકુલ પ્રિત સિંહ કામ કરે છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WbhYEh
ConversionConversion EmoticonEmoticon