(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.08 મે 2020, શુક્રવાર
વરુણ ધવન હાલ લોકડાઉનને કારણે ઘરમાં છે પરંતુ તેની ફિલ્મનો એક ડાયલોગ બહુ ચર્ચિત થઇ ગયો છે. વરુણ ધવને ટ્વીટ કરીને આની જાણકારી આપી છે.
ઇઝરાયલે કોરોના વાયરસ સામે જંગ લડવા માટે એક ટ્વીટ કર્યું છે. જેમાં વરુણ ધવનની ફિલ્મ એબીસીડી ૨ નો એક ડાયલોગ ઉપયોગમાં લીધો છે. તેઓ આ અસરકારક ડાયલોગ દ્વારા પોતાના દેશને કોરોનાના પ્રકોપથી જાગરૂકતા ફેલાવવાના પ્રયાસ કરી રહ્યા છે.ઇઝરાયલે ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર આની જાણકારી આપી છે.
સહી દિશા મેં ઉઠા હર કદમ
અપને આપ મેં એક મંઝિલ હૈ
આખિર જિન્દગી કા મતલબ હી
અપના અગલા કદમ ચુનના હૈ.
આ વાત તેજીથી વાયરલ થઇ રહી છે. વરુણે આના પ્રત્યુતરમાં લખ્યું છે કે, જાણીને ખુશી થઇ કે આ ડાયલોગ ઇઝરાયલમાં સકારાત્મકતા અને પ્યાર ફેલાવા માટે ઉપયોગમાં લેવાઇ રહ્યો છે.
વરુણના આ ડાયલોગના વપરાશથી તેની આંતરાષ્ટ્રીય લોકપ્રિયતાનો પણ ખ્યાલ આવે છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Wg7HGN
ConversionConversion EmoticonEmoticon