કોરોના વાઈરસની મહામારી વચ્ચે પરેશ રાવલે કરી વિવાદિત ટ્વીટ, ફેન્સ થયા નારાજ

મુંબઇ, તા. 16 મે 2020, શનિવાર

દેશમા કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા 82 હજારને પાર પહોંચી ગઈ છે તેમજ 2,649 લોકોના મોત થયા છે. આ વાઇરસ સામે લડવા દેશમા લોકડાઉનની સ્થિતિ છે, જેના કારણે દેશના દરેક નાગરિકથી લઇને બોલિવુડ સ્ટાર પણ પોત-પોતાના ઘરમા કેદ છે.  

જેથી આજ કાલ બોલિવુડ સ્ટાર સોશ્યલ મીડિયા પર વધુ સક્રિય જોવા મળી રહ્યા છે. આ સિતારાઓ ફેસબુક અને ટ્વીટર દ્વારા પોતાના અનુભવો અને વાતો લોકો સાથે શેર કરી રહ્યા છે. આ વચ્ચે બોલિવુડના દિગ્ગજ અભિનેતા પરેશ રાવલએ પણ એક એવી ટ્વીટ કરી છે, જેનાથી તેના ફેન્સ નારાજ થઇ ગયા છે અને તેમને સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. આ ટ્વીટમા પરેશ રાવલે લખ્યુ હતુ કે, થોડા દિવસો તો લોકો સેલ્ફી માટે નહીં પુછે, અને હેરાન નહીં કરે.

આ ટ્વીટથી તેના ફેન્સ ખૂબ નારાજ છે, જેથી તેઓ પોતાનો ગુસ્સો પરેશ રાવલ પર કાઢી રહ્યા છે. લોકોનુ માનવુ છે કે, કોરોના સંકટ વચ્ચે શુ પરેશ રાવલે આવી વાત કહેવી જોઈએ.

આ પહેલા પણ કોરોના વાઇરસને લઇને પરેશ રાવલે એક ટ્વીટ કરી હતી જે ખૂબ વાઇરલ થઈ હતી. જ્યારે કોરોના વાઇરસના કારણે પહેલુ લોકડાઉન જાહેર કરવામા આવ્યુ ત્યારે પણ પરેશ રાવલે વિવાદિત ટ્વીટ કરી હતી. આ ટ્વીટમા તેમણે લખ્યુ હતુ કે, આખરે સોશ્યલ ડિસ્ટન્સિગનુ હિન્દી નામ મળી જ ગયુ, હિન્દીમા આને તન દૂરી કહેવાય છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36fMHn3
Previous
Next Post »