બોની કપૂરના ઘરમાં કામ કરનારને કોરોના પોઝિટિવ આવતા ઘરને સીલ કરવામાં આવ્યું


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 19 મે 2020, મંગળવાર

બોની કપૂરના ઘરમાં કામ કરનાર એક યુવકને કોરોના પોઝિટિવ આવતા બોનીના ઘરને સીલ કરવામાં આવ્યું છે. બોની આ ઘરમાં પુત્રીઓ જાહ્નવી  અને ખુશી સાથે રહે છે. 

મુંબઇના અંધેરી પશ્ચિમની ગ્રીન એકર્સ સોસાયટીથી મળેલી જાણકારી અનુસાર, બોની કપૂરના ઘર સુધી કોરોના પહોંચી ગયો છે. બોનીને ત્યાં એક ૨૩ વર્ષીય યુવક ઘરકામ કરે છે. જેની તબિયત શનિવારથી બગડી હતી. પરિણામે તેનું તબીબી પરિક્ષણ કરાવામાં આવ્યું હતું જેમાં કરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

બોનીએ તરત જ સોસાયટીને આ વાતની જાણકારી આપી હતી અને સોસાયટીએ સ્થાનીય પ્રશાસન અને રાજ્ય સરકારને જણાવ્યું હતું. 

બોનીએ કહ્યું હતું કે પોતે અને તેની બે પુત્રીઓ સકુશલ છે. તેમજ અમારી સાથેનો અન્ય સ્ટાફની તબિયત પમ સારી છે. જ્યારથી લોકડાઉન શરૂ થયું છે ત્યારથી તેઓ કહીં બહાર નીકળ્યા નથી. 

બોનીએ વધુમાં જણાવ્યું હતું કે, અમને આશા છે કે મારો આ સ્ટાફ જલદી સારો થઇ જશે. કોરોના પોઝિટિવના સંપર્કમાં આવવાથી અમને પણ સ્થાનીય પ્રસાશને સુચવેલા સૂચનોનું પાલન કરી રહ્યા છીએ. 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bJ4cND
Previous
Next Post »