લોકડાઉનમાં હૃતિક રોશને કર્યો 23 કલાકનો ઉપવાસ


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 17 મે 2020, રવિવાર

લોકડાઉનમાં પણ એવા ઘણા સ્ટાર્સ છે જેઓ પોતાની ફિટનેસ પર વધુ ધ્યાન આપી રહ્યા છે. હૃતિક રોશન પોતાના ડાન્સ અને ફિટ બોડી માટે જાણીતો છે. તેથી જ તેને હિંદી સિનેમાનો ગ્રીક મેન તરીકે જાણીતો છે. છેલ્લે તેની વોર ફિલ્મ રૂપેરી પડદે રિલીઝ થઇ હતી, જેમાં તેની બોડી જોઇને લોકો આશ્ચર્યમાં પડી ગયા હતા. 

લોકડાઉનમાં હૃતિક રોશને પોતાને ફિટ રાખવા માટે ૨૩ કલાકનો ઉપવાસ રાખ્યો હતો. તેણે આ વાત લોકો સાથે શેર કરી હતી. તેણે એક પોસ્ટ શેર કરી હતી જેમાં પોતાની તસવીર શેયર કરતાં લખ્યું હતું કે, ૨૩ કલાકોને ઉપવાસ. હેશટેગ હેલ્ધી લિવિંગ.આ સાથે તેણે પોતાના પ્રશંસકો સાથે થોડી ટિપ્સ પણ શેર કરી હ્તી જેમાં તેણે વિટામિન ડી લેવાની ખાસ સલાહ આપી હતી. તડકામાં ૧૫ મિનીટ બેસવા અથવા તો ઊભા રહેવાની સલાહ તેણે આપી હતી. ઉલ્લેખનીય છે કે, હૃતિક રોશનને તાજેતરમાં દુનિયાનો સેક્સિએસ્ટ એશિયન મેનનો ખિતાબ મળ્યો છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2X8NaTx
Previous
Next Post »