(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 6 મે 2020, બુધવાર
અભિનેત્રી તેમજ ડાન્સર નોરા ફતેહી હાલ ેક બીમારીનો ભોગ બની છે. તેણે આ વાતની જાણકારી એક ટ્કિટોક વીડિયો દ્વારા આપી છે.
નોરાએ ઇન્સ્ટાગ્રામના પોતાના એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેણે સ્વીકાર કર્યું છે કે, તે અનિંદ્રાનો ભોગ બની છે. તે રાતના સુવાના પ્રયત્નો કરતી હોવા છતાં તેને ઇસોમ્નિયા સતાવી રહ્યો છે.
નોરાએ પોતાના વીડિયો કેપ્શનમાં લખ્યું છે કે, હું જ્યારે પણ સુવાની કોશિશ કરું છું ત્યારે હું ઊંઘ આવતી નથી.લાગે છે કે હું અનિંદ્રાનો ભોગ બની ગઇ છું. આવું દરેકની સાથે થઇ શકે એમ છે.
નોરાની કારકિર્દીની વાત કરીએ તો તે અજય દેવગણની ફિલ્મ ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયામાં કામ કરતી જોવા મળશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2zf5qCz
ConversionConversion EmoticonEmoticon