સહિયર સમીક્ષા - નયના


હું ૨૧ વર્ષનો છું. મને એક છોકરી સાથે પ્રેમ છે.  પરંતુ તે મારાથી ચાર વર્ષ મોટી છે તે નાજુક હોવાથી આ તફાવત જણાતો નથી. સમાજમાં કે લગ્ન જીવનમાં વાંધો આવી શકે ખરો? મારા પ્રશ્નનો જવાબ આપવા વિનંતી.

હું ૩૮ વર્ષની છું. મારા લગ્નને ૧૭ વર્ષ થયા હોવા છતાં પણ મને સંતાન સુખ લાભ્યું નથી અમારા બંનેના રિપોર્ટ નોર્મલ આવ્યા છે. અમારામાં કોઈ ખામી નથી. અમે ઘણા ઉપાયો કર્યા પરંતુ અમને સંતાન થતા નથી. મારી બહેનપણીની સલાહ માની મેં મારા પતિ સિવાય અન્ય પુરુષો સાથે શરીર સુખ માણવાનું શરૂ કર્યું છે. પરંતુ હજુ સુધી એનું પરિણામ મળ્યું નથી. ઇચ્છા ન હોવા છતાં પણ સંતાનની આશાએ હું પર પુરુષો સાથે સંબંધ રાખું છું. મારી બહેનપણી આવા પ્રયોગમાં સફળ થઈ હોવાથી મને પણ આશા જન્મી છે. શું આ કારણે એઇડ્સ થવાની શક્યતા છે ખરી? શું આમાં મને સફળતા મળશે ખરી? યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

એક મહિલા (અમદાવાદ)

શું તમે કોેઈ નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટ પાસે આ માટે જરૂરી એવી બધી તપાસ કરાવી છે? સંતાનની આશા સૌને હોય છે પણ આ માટે આવો અનૈતિક માર્ગ અપનાવવો યોગ્ય નથી. તમારા નસીબમાં સંતાન નહીં હોય તો તમે ગમે તેટલા પુરુષો સાથે સંબંધ બાંધશો તો પણ તમને સંતાન થશે નહીં અને તમારામાં જ કોઈ ખામી હશે તો આ પ્રયોગ પણ સફળ થશે નહીં. આમ કરી તમે તમારા પતિનો વિશ્વાસઘાત કરી રહ્યા છો. અને કાલ ઊઠીને કોઈ બીજા પુરુષ દ્વારા તમને સંતાન થશે અને તમારા પતિને તમારા પર શક જશે અને આ સંતાન તેમનું નથી એ વાત સાબિત થશે તો તમારું અને તમારા બાળકનું ભવિષ્ય અંધકારમય બની જશે. અને લગ્નેતર સંબંધ બાંધવાને કારણે એઇડ્સનું પણ જોખમ છે. આ ઉપરાતં આમ કરવાથી તમારા ચારિત્ર પર લાંછન લાગવાની શક્યતા છે. આથી આ પ્રયોગ છોડી કોઈ  સારા ડોક્ટરની સલાહ લો અને ઉપચાર કરાવો આજે તો વિજ્ઞાાને ઘણી પ્રગતિ કરી છે. ટેસ્ટ ટયૂબ બેબી જેવી પદ્ધતિ વિશે ડોક્ટર સાથે ચર્ચા કરો. આમ કરવા છતાં પણ સફળતા ન મળે તો કોઈ બાળક દત્તક લો પરંતુ પર પુરુષો સાથે સંબંધ બાંધવાનું બંધ કરો અને તમારા પતિને વફાદાર રહો.

હું ૨૧ વર્ષનો છું. મને એક છોકરી સાથે પ્રેમ છે. અમે બંને એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ. પરંતુ તે મારાથી ચાર વર્ષ મોટી છે તે નાજુક હોવાથી આ તફાવત જણાતો નથી. અમને વાંધો નથી પણ સમાજમાં કે લગ્ન જીવનમાં વાંધો આવી શકે ખરો? મારા પ્રશ્નનો જવાબ આપવા વિનંતી.

એક યુવક

ચાર વર્ષનો તફાવત બહુ ન કહેવાય. તમને બંનેને વાંધો ન હોય અને તમે બંને એકબીજાને અનુકૂળ થઈ શકતા હો તો લગ્ન કરવામાં વાંધો નથી. સાત-આઠ વર્ષ કે એકાદ દાયકા જેટલો તફાવત હોય તો પાછળથી લગ્નજીવનમાં તકલીફ થવાની શક્યતા છે. પરંતુ તમારી વચ્ચેનો તફવાત આટલો ન હોવાથી કોઈ વાંધો આવે તેમ નથી. તમારા લગ્નજીવન કે સેક્સલાઇફમાં પણ આ કારણે તકલીફ થવાની શક્યતા નથી. પત્ની મોટી હોય એવા ઘણા કિસ્સા મળી આવશે. લગ્નજીવનની સફળતા માટે પરસ્પર વિશ્વાસ, પ્રેમ અને સમાધાન કરવાની વૃત્તિ મહત્ત્વનો ભાગ ભજવે છે. તમારા બંનેના પરિવારને વાંધો નહીં હોય તો લગ્ન કરવામાં વાંધો નથી. પરંતુ મારી સલાહ છે કે તમારી ઉંમર ઘણી નાની છે. આથી થોડા વર્ષ રાહ જુઓ. આ પછી તમને લાગે કે તમે લગ્નની જવાબદારી ઉપાડી શકવા આર્થિક રીતે પગભર છો અને આ યુવતી જ તમારે માટે યોગ્ય છે તો આગળ વધો.

હું પરિણીત યુવક છું. સંભોગ સમયે મને તરત જ વીર્ય સ્ખલન થાય છે. આથી સંભોગમાં આનંદ મળતો નથી યોગ્ય ઉપાય દર્શાવવા વિનંતી.

એક પુરુષ (મોરબી)

તમારી સમસ્યા સામાન્ય છે. આ પ્રકારની સમસ્યાથી ઘણા લોકો પીડાય છે. આથી ચિંતા કરવાની જરૂર નથી. વાત્સાયનના કામસૂત્રમાં  શીધ્ર પતનની તકલીફ કહી છે. આમાં અશ્વિની અને વજ્રોલી મુદ્રા મદદરૂપ થઈ શકે છે એમ પ્રખ્યાત સેક્સોલોજિસ્ટનું કહેવું છે. આ ઉપરાંત આ તકલીફથી પીડાતા લોકોએ પહેલાં તેમની પત્નીને સંતોષ આપી દીધા પછી સમાગમ કરવો. અગત્યની વસ્તુ સંતોષ છે સંભોગ નહીં એ વાત ધ્યાનમાં રાખો.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IXp5s9
Previous
Next Post »