
એનિમિયાથી પીડાતી વ્યક્તિ એક એક ચમચો બીટનો રસ દિવસમાં ત્રણ વખત પીએ તો રક્તમાં લાલકણની માત્રા વધે છે. બીટમાં આર્યન વધુ હોવાથી તેનું સેવન ફાયદાકારક નીવડયું છે.
કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા ફુદીનાના પાન અંજીર સાથે ચાવી ચાવીને ખાવા
ફુદીનાના તાજા રસમાં પાણી સાથે ભેળવી સવાર સાંજ કોગળા કરવા આ કુદરતી માઉથ વોશ સાબિત થયું છે.
બીટના પાનનો રસ મધમાં ભેળવી દાદર પર લગાડવાથી રાહત થાય છે.
ભોજન બાદ વરિયાળી ખાવાથી ભોજન સરળતાથી પચે છે. વરિયાળી ચાવવાથી પેટ હળવું રહે છે.
નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા વરિયાળીનો રસ પીવડાવવો.
માસિક ધર્મમાં દુખાવાથી રાહત પામવા ૮-૧૦ બદામ પાણીમાં રાતના પલાળવી સવારે તેની છાલ ઉતારી ચાવી ચાવીને ખાવી.આ પ્રયોગ માસિક ધર્મના ૧૫ દિવસ પહેલાં કરવો.બદામને નિયમિત સવાર સાંજ નાસ્તા પહેલાં ચાવીને ખાવી.
માસિક ધર્મમાં પેટ દુખવાનું મુખ્ય કારણ પેટમાં ભરાવો થતા વાયુનો હોય છે.તેથીઅજમાનું ચુરણ લાભકારી નીવડે છે.૨૦ ગ્રામ અજમાના ચુરણમાં ૧૦ ગ્રામ સિંધવ ભેળવવું આ મિશ્રણ શીશીમાં ભરી રાખવું.માસિક ધર્મ દરમિયાન પેટના દુખાવામાં ત્રણ ગ્રામની માત્રામાં તેનું સેવન કરવાથી રાહત થશે.
દાઝ્યા પર ગોબર લગાડવાથી આરામ મળે છે.
કાચું બટાકું દાઝ્યા પર લગાડવાથી લાભ થાય છે.
દાઝેલા ભાગને ૧૫-૨૦ મિનિટ ઘઉંના લોટમાં દાબી રાખવો રાહત થશે.
આગથી દાઝી ગયા પર તલને વાટી લગાડવાથી ફાયદો થાય છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VE4zV3
ConversionConversion EmoticonEmoticon