રંગ-ઉમંગના તહેવાર હોળી વખતે યુવાન હૈયાં એકમેક પર રંગ ઊડાડીને ખરેખર આ તહેવારની ઉજવળી 'રંગેચંગે' કરે છે. પરંતુ હોળીના ઉલ્લાસ વચ્ચે પણ તેમના મનમાં રંગોથી વાળને નુકસાન થવાનો ભય અચૂક રહે છે. વળી છેલ્લા ઘણાં વર્ષથી હોળીના રંગોમાં થતી કેમિકલની મિલાવટ તેમને વધુ ચિંતિત કરે છે.
જોકે રસાયણયુક્ત રંગોથી પણ વાળની સુરક્ષા કરી શકાય છે. ધૂળેટીના દિવસે રંગોથી ખેલવા ઘરની બહાર નીકળતી વખતે વાળની સારસંભાળ લેવા શું કરવું તેની માહિતી આપતાં નિષ્ણાતો કહે છે કે સૌથી પહેલા વાળમાં તેલ લગાવો. તેઓ કહે છે કે ધૂળેટીની પાછલી રાત્રે, એટલે કે હોળીની રાત્રિએ સૂતી વખતે વાળમાં તેલ માલિશ કરો. આને માટે એરંડિયાનું હુંફાળું તેલ શ્રેષ્ઠ ગણાય છે.
જો એરંડિયાનું તેલ ન લાગવવું હોય તો કોપરેલ તેલમાં થોડું રોઝમેરી અને જોજોબાનું તેલ મિક્સ કરીને માથામાં મસાજ કરો. આ તેલથી વાળને પોષણ મળશે. કેશ પર કલર ઝટ ચોંટશે પણ નહીં અને હોળી રમ્યા પછી જ્યારે તમે વાળ ધોશો ત્યારે કેશ શુષ્ક થવાની ભીતિ પણ ઓછી થઈ જશે.
જો તમારા માથાની ત્વચા ઝાઝી સંવેદનશીલ હોય તો આ તેલમાં થોડાં ટીપાં લીંબુનો રસ નાખો. આમ કરવાથી રંગોમાં રહેલા રસયણને કારણે ઇન્ફેક્શન થવાનું જોખમ ઘટી જાય છે. વળી હોળી પછી પણ એકાદ-બે અઠવાડિયા સુધી નિયમિત રીતે ઓઇલ મસાજ કરવાનું જારી રાશખો તો વાળને પૂરતું પોષણ મળી રહેશે જે રંગોને કારણે થયેલા નુકસાનને ભરપાઈ કરવમાં મદદ કરશે.
હોળી રમીને આવ્યા પછી તરત જ હળવા શેમ્પૂથી વાળ ધોઈને કંડિશન કરો. વાળ સુકાઈ ગયા પછી ઓલિવ ઓઇલમાં મધ ભેળવીને માથામં લગાવો.
વાળમાં શેમ્પૂ લગાવવાથી પહેલા શાવર નીચે કેશ ખુલ્લાં મૂકી શક્ય એટલો રંગ નીકળી જવા દો. ત્યાર બાદ હળવું શેમ્પૂ વાપરો. શક્ય છે કે આટલું કર્યા પછી પણ માથામાં થોડો રંગ રહી જાય. પણ ચિંતા કરવાની જરૂર નથી. એકસાથે બે વખત શેમ્પૂ કરવાની જરૂર નથી. કેશ સુકાઈ ગયા પછી ઓઇલ મસાજ કરો અને બીજે દિવસે ફરીથી શેમ્પૂ કરો. વાળ જ્યારે થોડાં ભીનાં હોય ત્યારે તેના ઉપર હેર રિપેર સિરમ લગાવી દો.
જો તમારા વાળમાં ખોડો હોય તો તમને વધારાની કાળજી લેવી પડશે. હોળી રમવા જવાથી પહેલાં વાળ પર હેર બેન્ડ, સ્કાર્ફ કે શાવર કેપ પહેરી લો, શક્ય હોય ત્યાં સુધી રાસાયણિક રંગોથી રમવાનું ટાળો. આટલી કાળજી કરવાથી તમારા કેશને થતી હાનિની પ્રક્રિયા ધીમી પડશે.
કેશને નુકસાનકરાક રંગોથી બચાવવા હેર જેલ પણ અત્યંત ઉપયોગી નીવડે છે. હેર જેલ ચીકણી હોવાથી વાળ પર ઉડેલા રંગો તેના ઉપર ટકતાં નથી. આમ હોળી રમી લીધાં પછી કેશ ધોવાનું પણ સરળ બની રહે છે.
રંગોની રમઝટ શરૂ થાય તેનાથી પહેલાં વાળને સારી રીતે બાંધી લો. શક્ય હોય ત્યાં સુધી ઊંચી પોની બાંધો. માથામાં પાથી પાડવાને બદલે સીધાં વાળ ઓળી ઊંચી પોની બાંધવાથી માથાની ત્વચા સુધી રંગ ધીમે-ધીમે પહોંચે છે.
જો તમારા વાળ તૈલીય હોય તો શેમ્પૂ કર્યા પછી વાળના મૂળમાં લીંબુના ટીપાં ભેળવેલું કંડિશન લગાવો. થોડીવાર પછી પાણીથી વાળ ધોઈ લો. આમ કરવાથી કેશને નુકસાનથી બચાવી શકાશે.
પરંતુ જો તમારા કેશ શુષ્ક અથવા વાંકડિયા હોય તો સારી ગુણવત્તાનું ક્લિન્ઝિંગ શેમ્પૂ અને કંડિશનર ઉપયોગમાં લો. આવા શેમ્પૂ તરીકે હળવું, ઝાઝા રંગ-ગંધ વિનાનું શેમ્પૂ લો.
જો તમારા વાળ કલર કરેલા હોય તો પણ હોળી રમ્પા પછી તે ધોતી વખતે ખાસ કાળજી લેવાની જરૂર છે. કલર કરેલા વાળ પર તેલ લગાવ્યા વિના હોળી રમવા ન જાઓ. હોળી રમ્યા પછી કેશ હળવા શેમ્પૂથી ધોઈને કંડિશન કરો. ત્યાર બાદ હેર રિપેર સિરમ અચૂક લગાવો.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aKiT2W
ConversionConversion EmoticonEmoticon