રંગો શેમાંથી બને છે ?


કપડાં અને ઘરનું રાચરચીલું રંગ વિનાનું હોય તો કેવું લાગે ? રંગ દરેક ચીજને સુંદર અને આકર્ષક બનાવે છે. કપડાં, ઘરની દીવાલો, વાહનો અને મીઠાઈ જેવા ખાદ્યપદાર્થો રંગ વિના અધૂરા લાગે. દરેક વસ્તુ પર રંગ ચડાવવા માટે જુદા જુદા પ્રકારના રંગો બને છે. જે સપાટી પર રંગ ચઢાવવાનો હોય તે સપાટી પર સુંદર લાગે અને લાંબો સમય ટકે તેવા રસાયણોનો ઉપયોગ કરી રંગ બને છે. વાહનો અને દીવાલો રંગવા માટેના પેઇન્ટસ, ઓઇલમાંથી બને છે તેને રંગીન બનાવવા જુદા જુદા રંગના ખનીજો અને તેનાં મિશ્રણો ઉમેરવામાં આવે છે. કપડાં રંગવાના રંગને ડાઈ કહે છે. તે પાણીમાં ઓગળે તેવા રસાયણોમાંથી બનાવાય છે. મીઠાઈ જેવા ખાદ્ય પદાર્થો પણ રંગીન હોય તો વધુ આકર્ષક લાગે પરંતુ ખાદ્ય પદાર્થો માટેના રંગ ખાદ્ય વનસ્પતિ અને જુદા જુદા ફળોના સત્ત્વમાંથી બનાવાય છે. હળદર એ કુદરતી પીળો રંગ છે અને મરચું લાલ અને લીલો.

કુદરતી રંગોમાં પીળો રંગ હળદર, ભૂરો રંગ ગળી, કેસરી રંગ કેસર કે કેસૂડાં મુખ્ય છે. લીલો રંગ ઘણી વનસ્પતિનાં પાન અને ઘાસમાંથી પણ બને છે. લાલ, પીળો અને ભૂરો આ ત્રણ રંગ મૂળ છે તેના વધતા ઓછાં મિશ્રણથી અનેક રંગ મળે છે.

હોળી ધૂળેટીમાં રમવા માટે કુદરતી રંગો સલામત છે. ઓઈલ પેઇન્ટસમાં ઘણાં ઝેરી દ્રવ્યો પણ હોવાની શક્યતા છે. જે ચામડી અને આંખોને નુકસાન કરી શકે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2IpYx2P
Previous
Next Post »