લગ્ન મેળાપકનાં અગત્યનાં નવ પાસાં


પ્રથમ તો લગ્નમેળાપક એટલે શું તથા તેનો હેતુ? જો આ હેતુ તથા વિષયને સ્પષ્ટ સમજી શકીએ તોજ પછી તે માટેના યોગ્ય એસ્ટ્રોલોજીકલ પ્રયત્નો બાબતે વિચાર કરી શકાય. લગ્ન મેળાપકનો હેતુ લગ્ન-વાંચ્છુ કુમાર-કન્યા જો લગ્નગ્રંથિથી જોડાય તો અને ત્યારે બંને વ્યક્તિઓના ગુણધર્મ તથા અન્ય વિશેષતાઓ તેઓનાં દાંપત્ય જીવનને કેટલા અંશે સુમેળભર્યું તથા સુમધુર બનાવી શકશે તેનું જ્યોતિષ શાસ્ત્રના આધારે કરેલ વિશ્લેષણ કહી શકાય.

આજથી ૧૦૦ વર્ષ પહેલાં હિંદુ સમાજમાં, ભારતમાં એક સ્ત્રીનું કાર્યક્ષેત્ર ઘરની ચાર દીવાલની અંદર જ પતિનું સુખ, ઘર ચલાવવું તથા બાળકોનો ઉછેરમાં જ સમાઈ જતું હતું. તે સમયે લગ્નને મેળાપક માટેની આવશ્યક બાબતો તે સમયની સામાજિક સ્થિતિને અનુરૂપ હોય તે સ્વાભાવિક છે. તેથી (૧) નક્ષત્ર ગુણાંક :  કુમાર-કન્યાના શારીરીક મેળનો વિચાર કરે છે. (૨) નાડી દોષ : જે કુમાર-કન્યાની સંતાન પ્રાપ્તિની અનુકૂળતા-પ્રતિકૂળતાનો વિચાર કરે છે. (૩) મંગળદોષ : જે કુમાર-કન્યાના જાતીય લેવલ, મતલબ કે જાતીય ભૂખ બાબતે વિચાર કરે છે. આજથી ૧૦૦થી ૫૦ વર્ષનાં સમય ગાળામાં, હિંદુ સમાજમાં, એક સ્ત્રી પુરુષના કાર્યક્ષેત્રમાં આ ત્રણ બાબતોની જ આવશ્ય્તા રહેતી અને તેથી માત્ર આ ત્રણ બાબતે જ વિચાર થતો.

હવે આઝાદીના બાદનાં સમયગાળામાં, સમાજમાં સ્ત્રીનું સ્થાન, સ્ત્રીનો વિદ્યાભ્યાસ, દેશનાં સામાજિક કાયદાઓ, ન્યાય-અદાલતોના હુકમ, આ સર્વના કારણે સ્ત્રીનું સ્થાન, સ્ત્રીનો વિદ્યાભ્યાસ, દેશનાં સામાજિક કાયદાઓ, ન્યાય-અદાલતોના હુકમ, આ સર્વના કારણે સ્ત્રી તથા તેનાં અધિકારને રક્ષણ મળતું ગયું, જેના કારણે સ્ત્રી-પુરુષના કાર્યક્ષેત્રના ભેદભાવ ઓછાં થવા લાગ્યાં, અને કાનૂનથી સ્ત્રી, પુરુષ સમોવડી થઈ ગઈ. આવી સ્થિતિમાં બંનેનું દાંપત્યજીવન સ્મુધલી તથા સુમધુર રીતે ચાલે એ માટે, લગ્ન મેળાપકની અગાઉની ત્રણ બાબતો અપુરતી હોઈ, બીજી છ બાબતો પર વિચાર કરવો આવશ્યક બની ગયો. અને તેથી નવું લગ્ન મેળાપક માટેનું સુચીપત્ર તૈયાર કરવું પડયું, જે નીચે પ્રમાણે છે :

(૧) નક્ષત્ર  ગુણાંક, (૨) નાડી, (૩) મંગળ, (૪) બંનેનો સ્વભાવ, (૫) બંનેની લાગણી, (૬) દાંપત્યસુખ, (૭) સંતાન સુખ, (૮) ભાગ્ય, (૯) આયુષ્ય. આ દરેક બાબતનો વિગતવાર વિચાર નીચે પ્રમાણે છે.

(૧) નક્ષત્ર ગુણાંક:

  કુમાર-કન્યાના શારીરીક સુખ, શારીરિક અનુકૂળતા કેટલી રહી શકે તેનો ઉલ્લેખ કરે છે. નક્ષત્ર ગુણાંક એ અષ્ટકુટના અનુકૂળ અંકોનો સરવાળો છે. અષ્ટકુટમાં વર્ણને ૧ ગુણ, વશ્યને ૨ ગુણ, તારાને ૩ ગુણ, યોનિને ૪ ગુણ, ગ્રહમેત્રીને ૫ ગુણ, ગણને ૬ ગુણ, ભફટને ૭ ગુણ તથા નાડીને ૮ ગુણ, એમ મળી કુલ ૩૬ ગુણ થાય છે. ૧૮ એ ગુણાંકનો મીનીમમ આવશ્યક આંક છે. ૧૮ થી ઉપર આંક વધતો જાય તેમ શારીરિક મેળ-સુખ-શુભત્વ વધતું જાય છે.

(૨) નાડી: 

 કુમાર-કન્યાની નાડી એક જ હોતાં, નાડી દોષ ગણાય છે. નાડીદોષવાળા દંપત્તિને સંતાન સુખ બાબતે કષ્ટ કે અસુખ પ્રાપ્ત થાય છે. આવાં ચંદ્ર-નક્ષત્રથી ઉત્પન્ન થતાં નાડીદોષનો કોઈક વખતે ભંગ થઈ શકે છે : જે જોવાં માટે - પંચાગ માર્ગદર્શિકોનો અભ્યાસ કરી  નાડીદોષનો ભંગ થાય છે કે નહીં તે જાણી શકાય. આમ છતાં કોઈ નાડી દોષવાળાને સંતાન થાય છે. પરંતુ નિ:સંતાનના કેસમાં મોટા ભાગના લોકો નાડીઓ દોષવાળા હોય છે. નાડીદોષ માટે કોઈ વિધિ નથી.

(૩) મંગળદોષ: 

 આ શબ્દ પ્રયોગ જ અન્યાયી અને અયોગ્ય દેખાય છે, અને તે પણ ૨૦૦૧ બાદ! મારા ખ્યાલ પ્રમાણે તો કુમાર કે કન્યાની કુંડળીમાં મંગળ છે કે નથી જેવો શબ્દ પ્રયોગ કરવો ઘટે, નહીં કે મંગળદોષ. કોઈ પણ વ્યક્તિની કુંડળીમાં ૧-૪-૭-૮-૧૨ માં ભાવમાં રહેલ મંગળે તે વ્યક્તિના જાતીય અવયવ અને તેના ફંક્શન પર અસર કરે છે. મંગળ એ ફોર્સ છે, શારીરીક શક્તિનું પ્રતીક છે, અને તેથી  જ તે વ્યક્તિની જાતીય ભૂખ અને ફોર્સ વધારી દે છે. અને આ વધારો ક્વોન્ટીટેટીવ હોય છે. તેથી એક મંગળ પ્રધાન વ્યક્તિને એક મંગળ પ્રધાન કન્યા સાથે લગ્ન-સંબંધે જોડવાથી, બંનેના જાતીય ભૂખ તથા ફોર્સના લેવલ ઊંચા હોઈ,  તેઓનું જાતીય જીવન એક બીજાને અનુકૂળ બની રહે છે.   સામાન્ય રીતે કહેવાતી ઉક્તિ પ્રમાણે લગ્નથી બે આત્માઓનું મિલન થતું  હોય છે.

પરંતુ હકીકતમાં અને વહેવારમાં તો લગ્ન એ શારીરિક મિલન તથા જાતીય ભૂખની તૃપ્તિ તતા સંતાનોત્પતિજ મુખ્ય બાબત  બની રહે છે. આજથી ૧૦૦ વર્ષ પહેલાં જ્યારે કન્યા ૧૦-૧૨ વર્ષની થતાં તેના લગ્ન કરી નાખવામાં આવતાં. એ સમયે સમાજમાં અને ખાસ કરીને કન્યામાં વિદ્યાભ્યાસસાવ ઓછો હતો અને સેક્સનો ઉલ્લેખ માત્ર એક ગંદી બાબત ગણવામાં આવતી. આવાં સમાજમાં, આવી નાની ઉંમરે, સેક્સનાં જરા પણ જ્ઞાાન વગરનાં ૧૦-૧૨ વર્ષના અબુધ બાળકોને લગ્નથી ભેગાં કરવામાં આવતાં. એ ઉંમરે ભૂખ લાગે તો ખાવું અને ઉંઘ આવે તો ઉંઘી જવું એવી સ્થિતિ એ બાળકોની હતી.

ત્યારે અને એવી  સ્થિતિમાં આ મંગળદોષ શબ્દ કંઈક અંશે યોગ્ય ગણી શકાય. કારણ કે એક મંગળ પ્રદાન બાળક અન્ય મંગળ વગરના બાળકને જાતીય રીતે હેરાન-પરેશાન કરી શકે, જેથી ટૂંકાગાળાના કે લાંબા ગાળાના શારીરિક કે માનસિક પ્રોબ્લેમ ઊભા કરી શકે. પરંતુ હાલના સમાજમા તથા આવી રહેલ પ્રગતિનો વિચાર કરતાં એક કન્યા માટે મંગળ પ્રધાન પુરુષ વ્યક્તિ જીવનસાથી તરીકે અયોગ્ય પાત્ર ન ગણી શકાય. અત્રે વૈજ્ઞાાનિક રીતે વિચાર કરવામાં આવે તો, પુરુષ એડોપ્ટર છે, જ્યારે સ્ત્રીએ એક્સેપ્ટર છે, અને આવા સંજોગોમાં (૧) સ્ત્રી-પુરુષ બંને મંગળ પ્રધાન હોય તે બાબત સુંદર ગણાય. (૨) પુરુષ મંગળ પ્રદાન હોય જ્યારે સ્ત્રી મંગળ પ્રધાન ન હોય તો વાંધો આવે નહીં. (૩) પરંતુ સ્ત્રી મંગળ પ્રધાન હોય અને પુરુષ મંગળવાળો ન હોય ત્યારે એક ડોનર તરીકે પુરુષની મર્યાદા આવી રહેતાં એ સ્ત્રીની જાતીય ભૂખ અર્ધતૃપ્ત કે અતૃપ્ત રહે છે. આવી અતૃપ્ત સ્ત્રીઓ પોતાની જાતીયભૂખ સંતોષવા અસંસ્કારી રસ્તે ચડી જઈ શકે છે.

અત્રે મંગળ સામે શનિવાળા પ્રચલિત વિચારને મારું એસ્ટ્રોલોજીકલ અને વૈજ્ઞાાનિક માનસ જરા પણ સ્વીકાર કરતું નથી. મંગળ સામે શનિ-ગુરુનો વિચાર એક જ વ્યક્તિની કુંડળીમાં જરૂરથી કરી શકાય પરંતુ અલગ અલગ વ્યક્તિની કુંડળીમાં નહીં. દા.ત. એક કન્યાની કુંડળીમાં ૭માં ભાવમાં મંગળ પડયો છે, જેના ઉપર પાંચમાં ભાવમાં રહેલ શનિની ત્રીજી દ્રષ્ટિ તથા ત્રીજા ભાવમાં રહેલાં ગુરુની પાંચમી દ્રષ્ટિ રહેલી છે. હવે આ શનિ આ કન્યાને જાતીય બાબતે સંયમની શક્તિ આપી જાય છે, જ્યારે એ ગુરુ કન્યાને સભ્યતા સંસ્કારની લક્ષ્મણ રેખા દોરી આપે છે.

આવા સંજોગોમાં તે કન્યાને આ સંયમ તથા સંસ્કાર સામાજીક નીતિ નિયમોની મર્યાદામાં રહેવાની શક્તિ આપે છે, જેથી તેનું દાંપત્યજીવન કોઈ પણજાતની ડીસ્ટર્બન્સ વગર ચાલે છે. અત્રે પ્રશ્ન થાય છે કે તે કન્યાના એ વપરાયા વગરના ફોેર્સ-શક્તિનું શું? તે જમા ફોર્સ-શક્તિનો ઉપયોગ તે કન્યા તેનાં જીવનના આવશ્યક કામકાજમાં વાપરી તેનો ખર્ચ કરી શકે છે. આપણાં વડીલોએ બનાવેલ નીતિ નિયમો, લક્ષ્મણ રેખા, સમાજનાં વ્યક્તિગત હેલ્થ અને હાઈજીન માટે કેટલાં આવશ્યક હતાં તે એઈડ્સનાં આંકડાઓ સૂચિત કરી જાય છે.

(૪) બંનેનો સ્વભાવ: 

 કોઈ પણ જન્માક્ષરમાં, ફલાદેશની શરૂઆતમાં, તે વ્યક્તિના સ્વભાવનું  વિવરણ  કરવામાં આવે છે. આ સ્વભાવનો મુખ્ય આધાર છે. લગ્નભાવમાં રહેલ રાશિ,લગ્નભાવમાં રહેલ ગ્રહો તથા લગ્નભાવ પર દ્રષ્ટિ કરતાં ગ્રહો પણ સ્વભાવ પર થોડી-ઘણી અસર પાડી શકે છે. પરંતુ સ્વભાવનો મુખ્ય પ્રવાહ તથા ગુણધર્મો લગ્નભાવની રાશિ જ નક્કી કરતી હોય છે. અને તેથી જ લગ્ન માટેના ઉમેદવાર કુમાર-કન્યાની કુંડળીઓનાં લગ્નભાવ રાશિઓનો વિચાર કરી તેઓનાં સ્વભાવનું મેચિંગ કરી શકાય. સ્વભાવનો મેળ તથા અનુકૂળતા દાંપત્યજીવન જીવવાની સરળતા વધારે છે.

(૫) બંનેની લાગણીઓ:  

કોઈ પણ વ્યક્તિના મન-લાગણી બાબતે વિચારવાનું હોય ત્યારે તે વ્યક્તિની કુંડળીમાં રહેલ ચંદ્રનો વિચાર કરવાનો રહે છે. તેથી લગ્ન માટેના  ઉમેદવાર કુમાર-કન્યાના જન્માક્ષરમાં રહેલ બંનેનાં ચંદ્રનો વિચાર કરવાથી તેઓની લાગણીઓનાં સામ્ય, અનૂકૂળતા કે પ્રતિકૂળતાનો ખ્યાલ આવી શકે છે. લગ્ન મેળાપકનાં આ નવ હેડમાંથી દરેક હેડ પોતપોતાની રીતે અગત્યના હોય છે જ, પરંતુ મનમેળ તથા લાગણીઓની અનુકૂળતા સૌથી મુખ્ય અને પ્રથમ અગત્યતા ધરાવે છે. દા.ત.  પતિ-પત્નીનાં સ્વભાવમાં ભિન્નતા હોવા છતાં, જો લાગણીઓનો સુમેળ હોય તો બંને વ્યક્તિ પોત પોતાના સ્વભાવને અનુકૂળ રીતે, કોઈ પણ જાતના સંઘર્ષ વગર, દાંપત્યજીવન આનંદપૂર્વક જીવી શકે છે. પરંતુ જો લાગણી બાબતે એ મેળ દેખાતો હોય તો, બીજા બધાં જ હેડ અનુકૂળ કે શુભ દેખાતાં હોવા છતાં સંબંધ ન કરવા સૂચન આપી દેવું જોઈએ.

(૬) દાંપત્યસુખ: 

 આ એક ઘણો જ અગત્યનો તથા જ્યોતિષશાસ્ત્રનાં પૂરતાં જ્ઞાાન ઊંડાણથી તથા બૌધિક વિચાર માગી લેતો હેડ છે. કોઈપણ કુંડળીનો  ૭મો ભાવ, સપ્તમેશ, ૭મા ભાવમાં રહેલ ગ્રહો, ૭મા ભાવ પર દ્રષ્ટિ કરતાં ગ્રહો તથા શુક્ર તે ઉમેદવારનાં વ્યક્તિગત દાંપત્યસુખ તથા ગુણ-દોષ બાબતે નિર્દેષ કરે છે. મંગળ-બુધ-શનિનો ૭મા ભાવ ભાવેશ સાથેનો સંબંધ દાંપત્ય સુખમાં વિલંબ ઊભો કરી જાય છે. 

૭મા ભાવ-ભાવેશ પરની ગુરુની દ્રષ્ટિ તેમાં પણ ખાસ કરીને ૭મા ભાવ પરની ગુરુની દ્રષ્ટિ, આ વિલંબને ઓછો કરી શકે છે, પરંતુ કેટલો ઓછી કરી શકે તે ગુરુના બળ પર આધાર રાખે છે. બળવાન  ગુરુની ૭મા ભાવ પરની દ્રષ્ટિ દાંપત્યસુખ બાબતે સરળતા તથા સફળતાનું સૂચન કરી જાય છે. લગ્ન-લગ્રેશ, ૭મો ભાવ સપ્તમેશ  સાથેનો શુક્રનો સંબંધ દાંપત્યજીવનનાં  કલાત્મક પાસાનો, રંગીનતાનો, રસિકતાનો ઉલ્લેખ કરે છે. 

મંગળનો ૭મો ભાવ-ભાવેશ સાથેનો સંબંધ, જાતીયતા ભૂખ તથા જાતીય-શક્તિ વધારે હોવાનો નિર્દેશ કરે છે. આ બધામાં સૌથી અગત્યના અને ખાસ કરીને દાંપત્યજીવનનાં નકારાત્મક-ખંડનાત્મક પાસા તથા વિકૃતિનો વિચાર કરવા માટે વ્યક્તિની કુંડળીમાં કથા ભાવમાં તથા કયા ગ્રહ સાથે રાહુ-કેતુ પડયા છે તેનો અભ્યાસ અવશ્ય કરી લેવો ઘટે. લગ્ન ક્યારે કરવું, કેટલી ઉમ્ર પહેલાં કરી લેવું,  કેટલી ઉમ્ર બાદ  કરવું તે બાબતે આ રાહુ-કેતુ નિર્ણાયક બની રહે છે. 

રાહુનું ૭મા ભાવમાં બેસવું, જાતકનાં નોર્મલ ઉંમરે થયેલ લગ્નથી દાંપત્ય જાતકનાં નોર્મલ ઉંમરે થયેલ લગ્નથી દાંપત્ય સુખમાં ગરબડ-ગોટાળા તથા દાંપત્ય સુખ ન મળી શકે તેવી શક્યતા અવશ્ય પેદા થાય. ૭મા ભાવમાં કેતુનું બેસવું નોર્મલ ઉંમરે થયેલ લગ્ન બાદ બંનેને છૂટાં પાડી નાખે છે. આમ રાહુ-કેતુનો ૭મા ભાવ-ભાવેશ સાથેનો સંબંધ-માત્ર દાંપત્યજીવનમાં ડિસ્ટર્બન્સ, ડીવોેર્સ કે મૃત્યુ સુધીની સ્થિતિ પેદા કરી  જાય છે, એક પરિપક્વ જ્યોતિષીઓનું માર્ગદર્શન જ આ બાબતે વ્યક્તિને મદદરૂપ થઈ શકે છે.

(૭) સંતાન સુખ:  

વ્યક્તિનું સંતાન સુખ તેનાં પાંચમા ભાવ-ભાવેશ તથા સંબંધિત ગ્રહો પરથી જોઈ શકાય. પંચમેશ શુભ ગ્રહ સાથે સંબંધિત હોય, શુભ-ભાવમાં બેઠો  હોય પોતે શુભગ્રહ હોય, પંચમભાવ-પંચમેશ પર શુભ ગ્રહની દ્રષ્ટિહોય, નાડીદોષ થતો ન હોય, તેવાં સંજોગોમાં  વ્યક્તિને કહી શકાય કે સંતાન સુખ મળવા માટેની શક્યતાઓ બળવાન છે. પંચમ ભાવ-ભાવેશ સાથેનો પાપગ્રહ, ઉપગ્રહ કે દુ:ષિત ગ્રહનો સંબંધ સંતાન સુખ બાબતે વિલંબ,વિઘ્ન કે કષ્ટની શક્યતાનું સૂચન કરી જાય છે. સંતાન સુખ માટે પુરુષ પાત્રની શુક્રાણુ ક્ષમતા તથા સ્ત્રી પાત્રની ફર્ટીલીટીનો વિચાર કરી લેવો આવશ્યક બની રહે છે. નિરયન પ્રોગ્રેસ કુંડળી વ્યક્તિ માટેના સંતાન સુખ બાબતે સારા-મધ્યમ-ખરાબ પીરીયડનું સૂચન કરી જાય છે.

(૮) ભાગ્ય: 

 કોઈપણ વ્યક્તિનું ભાગ્ય, ૯મો ભાવ-ભાવેશ, પાંચમો ભાવ-ભાવેશ, બંને ભાવમાં રહેલ ગ્રહો, ંબને ભાવ પર દ્રષ્ટિ કરતાં ગ્રહો પર આધારીત છે. પાંચમો ભાવ વ્યક્તિનાં પૂર્વ જન્મનાં સંચિત - પુણ્ય (આ જન્મમાં કેરીફોર્વડ થઈ) બાબતે સૂચન કરી જાય છે. જ્યારે ૯મો ભાવ આ જન્મમાં મહેનત - સંઘર્ષથી મેળવાતા ભાગ્યનું સૂચન કરે છે. પંચમેશ-ભાગ્યેશનું છઠ્ઠા ભાવ કે આઠમાં ભાવમાં બેસવું ભાગ્ય હાનિનું સૂચન કરે છે. એકલો પંચમેશ ખાડામાં હોય ત્યારે પ્રગતિની સરળતા ન રહે. એકલો ભાગ્યેશ ખાડામાં હોય ત્યારે સખત મહેનત-સંઘર્ષ પણ કુદરતી મદદ સિવાય ખાસ સહાયરૂપ ન થઈ શકે, અથવા  પ્રગતિ થવાની શક્યતા ઊભી થવાં સાથે જ તેમાં વિઘ્ન-કષ્ટની શક્યતા પણ ઊભાં થઈ જાય. જ્યારે પંચમેશ-ભાગ્યેશ બંને ખાડામાં હોય ત્યારે  એવી વ્યક્તિ માટે નોકરી-સેવા - જોબવર્ક- મજૂરી જેવું ઉત્તમ સાધન બીજું  ન ગણાય. બે બળવાન ભાગ્યવાળાનો મેળ રહે. એક બળવાન તથા બીજા મધ્યમ ભાગ્યવાળાનો એક અભાગિયા સાથેનો સંબંધ તૂટી જાય.

(૯) આયુષ્ય: 

 ૮મો ભાવ-ભાવેશ, ભાવમા રહેલાં ગ્રહો, ભાવ પર દ્રષ્ટિ કરતાં ગ્રહો પર જાતકનાં આયુષ્યની ગણત્રીનો આધાર રહે છે. મધ્યમ-આયુષ્ય, મધ્યમ-લાંબા વચ્ચેનું આયુષ્ય, લાંબુ આયુષ્ય, લાંબા-દીર્ઘ વચ્ચેનું આયુષ્ય, દીર્ધાયુષ્ય એમ મુખ્યત્વે આયુષ્યની પાંચ સ્થિતિ ગણી શકાય. ૮મો ભાવ શનિ કે ગુરુનું ઘર હોય, ૮મા ભાવમાં શનિ કે ગુરુ બેઠા હોય, ૮મા ભાવ-ભાવેશ સાથે શનિ-ગુરુનો સંબંધ થતો હોય, તેવી સ્થિતિમાં દીર્ધાયુષ્યનું સૂચન કરી શકાય. તેવી જ રીતે જુદા જુદા કોમ્બિનેશન્સ પ્રમાણે અન્ય ચાર આયુ સ્થિતિનું સૂચન કરી શકાય. ૮મા ભાવ સાથે શનિ-મંગળ-કેતુનો સંબંધ ઓપરેશન કે અકસ્માત કે બંનેનું સૂચન કરી જાય છે. નિરયન પ્રોગ્રેસ કુંડળીના જોખમકારક પીરીયડમાં - દીર્ધાયુષ્યનું સૂચન થતું હોય તો પણ કષ્ટ કે મૃત્યુતુલ્ય કષ્ટની શક્યતા રહે છે. કાલસર્પ યોગવાળી કુંડળીના જાતક માટે આવો જોખમકારક પીરીયડ વધારે જોખમકારક બની શકે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vBuwdt
Previous
Next Post »