
કોઈએ તમને કશુંક કહ્યું, તમે ચુપચાપ શાંતિથી સાંભળ્યું, જવાબમાં હા કે ના કશું જ ના કહ્યું. પરંતુ તમે તમારા મનમાં તે વ્યક્તિ માટે દબાવેલો ગુસ્સો અને તમારી આંખોમાં આંસુ લઈને ચાલ્યાં આવ્યાં, તે કાંઈ બરાબર ન કહેવાય. તમારો પ્રત્યાઘાત આપ્યા વિના અને તમારો મત પ્રગટ કર્યા વગર ચુપચાપ કોઈ વાત સાંભળી લેવી કે માની લેવી એ કોઈ પણ રીતે બરાબર નથી. કહેવાયું છે કે અન્યાય કરનાર વ્યક્તિ કરતાં વધારે દોષિત અન્યાય સહન કરનારી વ્યક્તિ હોય છે. એટલા માટે તમને જે વાત અયોગ્ય લાગે તેનો વિરોધ કરો. આ વાત હંમેશાં ધ્યાનમાં રાખો કે સત્યનું પલ્લું હંમેશાં ભારે જ હોય છે.
એક ડૉક્ટરની વાર્તા 'ઔરત' માં ચારુ તેના પતિ પ્રોફેસરની સારીખોટી વાતને એવા ડરને કારણે ચુપચાપ સહન કરતી રહી કે ક્યાંક તે તેને છૂટાછેડા ના આપી દે, પરંતુ જ્યારે એક દિવસ તેના પતિએ પોતાના મિત્ર પ્રોફેસર મલ્હોત્રાને કહ્યું, ''સ્ત્રી છે, મને છોડીને ક્યાં જશે?'' ત્યારે તેનો ગુસ્સો વધી ગયો અને તે બોલી, ''જાનવર છો તમે. હવે હું તમને છૂટાછેડા આપીને સ્ત્રી હોવાના સાચા અર્થની સ્પષ્ટતા કરવા માગું છું. હું તમારી સાથે અધૂરી સ્ત્રી બનીને જીવું તેના કરતાં તમને છોડીને સંપૂર્ણ સ્ત્રી બનીને રહીશ.''
જો તમને કોઈક ખરાબ લાગ્યું હોય અને તમે ચુપચાપ મૂંગા મૂંગા સહન કરતાં રહેશો તો સામેવાળા તમારી લાગણીઓને હંમેશાં કચડતાં રહેશે. એટલું જ નહીં, કદાચ તમને કંઈક સારું લાગ્યું અને ઈચ્છા હોવા છતાં પણ તમે તેમની વાતમાં તમારા વિચારો વ્યક્ત ન કરી શક્યા કે પછી કોઈએ તમારાં વખાણ કર્યાં અને તમે હા કે ના કહ્યા વગર ચુપચાપ ચાલ્યા આવશો તો આ બધી વાતો અવિવેકીની કક્ષામાં આવી જાય છે જે તમારા વ્યક્તિત્વના ગૌરવને ઝાંખું પાડી દે છે.
એટલા માટે સારી કે ખરાબ વાતનો અનુભવ થાય તેનો પ્રત્યાઘાત આપવો તે દરેક વ્યક્તિ માટે જરૂરી છે. રિએક્શન કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વની ઓળખ છે, જેના આધારે તેના મૂળભૂત ગુણોની ખબર પડે છે. આ વાતથી ખબર પડે છે કે તે વ્યક્તિ કેટલી સભ્ય, વિવેકી અને બોલ્ડ છે.
ઘણી વખત બસમાં જતી વખતે ઘણાં અસામાજિક તત્ત્વો સ્ત્રીઓ તથા છોકરીઓની છેડછાડ કરતાં હોય છે. આવી પરિસ્થિતિમાં જો કોઈ છોકરી ચુપચાપ તેના વર્તનને સહન કરી લે તો તેની હિંમત વધતી જાય છે અને તે તેને વધારે ને વધારે હેરાન કરે છે, પરંતુ જ્યારે છોકરી કોઈ આવા માથાભારે મજનૂનાં ખરાબ વર્તન પર ગુસ્સાથી રિએક્ટ કરીને તેને ધમકાવે છે ત્યારે તેની બોલતી બંધ થઈ જાય છે અને પછી તો માત્ર તે નહીં પરંતુ તેની આજુબાજુ ઊભી રહેલી બીજી વ્યક્તિઓ પણ તેની મશ્કરી કરવાની હિંમત નથી કરતી. એટલે પોતાને બચાવવા માટે, પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે રિએક્ટ કરવું કોઈ પણ વ્યક્તિ માટે જરૂરી છે.
જે વ્યક્તિ દરેક વાતને પ્રત્યાઘાત આપ્યા સિવાય સહન કરતી રહે છે ત્યારે જાણેઅજાણે લોકો તેની લાગણીને ઠેસ પહોંચાડતા રહે છે. મતલબ એ થાય છે કે કોઈ પણ સારી અથવા ખરાબ વાત પર રિએક્ટ નહીં કરવું એ તમારા દબાયેલા વ્યક્તિત્વની નિશાની છે.
ઘણી વખત નવો પ્રદેશ, નવા લોકો અને નવું વાતાવરણ પણ તમને રિએક્ટ કરતા અટકાવે છે. એવામાં થોડો સમય પરિસ્થિતિઓને જાણવાસમજવાનો પ્રયત્ન કરો, પરંતુ પ્રત્યાઘાત જરૂર બતાવો, નહીં તો તમારું વ્યક્તિત્વ સંકુચિત થઈ જશે.
ફિલ્મ 'પતિપત્ની ઔર વો' માં લગ્ન પછી તરત જ સંજીવકુમાર પોતાની પત્ની વિદ્યા સિંહાને પરિવાર કહે છે, ''બિલ્લી, યહ કામ કર દેના વરના... લંચ દોપહર ૧ બજે તક તૈયાર કર દેના વરના... ડિનર ઠીક ૮ બજે લગા દના વરના...'' વગેરે. ૨ દિવસ સુધી તો તે બધું કામ ચુપચાપ કરતી રહી, પરંતુ જેવું ત્રીજા દિવસે તે બોલ્યા, ''બિલ્લી ઠીક ૭ બજે પાની ગરમ કર દેના વરના...'' તેની વાત પર રિએક્ટ કરતાં તે બોલી, ''વરના?'' પછી સંજીવકુમાર જરેલી બિલાડી જેવો બનીને સાથ પુરાવતાં બોલ્યો, ''વરના મૈં ઠંડે પાની સે નહા લૂંગા.'' જોયું ને તમે કે જ્યાં સુધી પત્નીએ રિએક્ટ ના કર્યું ત્યાં સુધી દરેક વખતે તે ડરથી સહન કરતી રહી, પરંતુ જ્યારે તેણે રિએક્ટ કર્યું ત્યાપે પતિ ચૂપ થઈ ગયો. આનો અર્થ એ કે પોતાનું મહત્ત્વ વધારવા માટે રિએક્ટ કરવું જરૂરી છે.
ઓફિસોમાં પણ આવું જ થતું હોય છે. જ્યાં સુધી તમે ચુપચાપ ડરી ડરીને સહન કરતા કામ કર્યા કરો છો ત્યારે તમારો પટાવાળો પણ બોસ બનવાનો પ્રયત્ન કરશે, કારણ કે આજના સમયમાં કામ કરતાં વધારે દેખાડાની જરૂર હોય છે અને જ્યારે તમે કોઈ પ્રતિકાર કર્યા વગર કામ કરતાં રહો છો ત્યારે લોકો વિચારે છે કે આ તો બીકણ છે. તેના વિશે કોઈ પણ અફવા ઉડાડો, તે કશું જ કહેશે નહીં પરંતુ જેવો તમે તમારા વ્યક્તિત્વનો થોડો જુસ્સો બતાવશો અને સારી કે ખોટી કોઈ પણ પ્રતિક્રિયા આપશો કે તરત લોકોને ખબર પડશે કે તમે દબાયેલા અને બીકણ નથી.
ફિલ્મ 'છોટી સી બાત' માં અમોલ પાલેકરની ઓફિસના તેના સહકાર્યકરો તેની મશ્કરી કરતા, કારણ કે તે ક્યારે પણ રિએક્ટ કરતો નહીં, પરંતુ જેવું તેમણે પોતાના વ્યક્તિત્વને થોડું કડક બનાવ્યું કે બધાં તેને માન આપવા લાગ્યા.
રિએક્શન તમારા આત્મવિશ્વાસને બતાવે છે, કારણ કે જ્યારે તમારું ચારિત્ર્ય હાઈ હોય અને તમે ખૂબ આત્મવિશ્વાસુ હશો ત્યારે તમે તમારી સાથે થયેલા વર્તન પ્રત્યે યોગ્ય કે અયોગ્ય પ્રતિકાર જાહેર કરી શકશો.
આત્મવિશ્વાસ વધારવા માટે
વાતવાતમાં ઝઘડવું એ યોગ્ય નથી, પરંતુ જ્યાં પ્રશ્ન તમારા આત્મસન્માન અને અધિકારોનો હોય ત્યારે ચૂપ રહેવું પણ સારું નથી. આનાથી તમારી પ્રતિભા ખોટી આંકવામાં આવશે.
લોકો સાથે કઈ રીતે સવાલજવાબ કરવા છે, તેની અરિસાનીે સામે ઊભા રહીને પ્રેક્ટિસ કરો.
રિએક્ટ કરવાની શરૂઆત ઘરેથી કરો. આમ કરવાથી તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે બહાર પણ પ્રતિક્રિયા જાહેર કરી શકશો.
દિનપ્રતિદિન થતાં બનાવો અને સમાચારોની જાણકારી રાખો.
પર્સનેલિટી ડેવલપમેન્ટ અને બીજા જ્ઞાાનવર્ધક પુસ્તકો સિવાય પ્રસિદ્ધ લેખકોનાં પ્રસિદ્ધ પુસ્તકો વાંચો.
ગુ્રપ ડિસ્કશન કરવું. તેનાથી તમારી હિંમત વધશે અને તમે લોકો સાથે વાત કરતાં અચકાશો નહીં.
તમારી વાતો મિત્રો સાથે ચર્ચા કરો.
દરેક વખતે મોં ચઢાવીને ના બેસી રહેવું. તમારા વ્યક્તિત્વનું જે સારું પાસું છે તેને બીજા સામે ખુલ્લું કરો.
કોઈની સાથે અશિસ્ત કરો નહીં અને કોઈની અશિસ્ત સહન ન કરો.
જે વાત તમને સારી લાગે તેની મન મૂકીને પ્રશંસા કરો અને જે ખરાબ લાગે તેની ટીકા કરતાં ગભરાશો નહીં.
તમારા પોતાના વ્યક્તિત્વની જાણવણી પર ખાસ ધ્યાન આપો. ગમે તેવાં કપડાં અને અસ્તવ્યસ્ત વાળમાં ન ફરો.
શારીરિક સ્વચ્છતાને પણ મહત્ત્વ આપો.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PFJztu
ConversionConversion EmoticonEmoticon