
કલમ-કાગળને સહેજ અડી
પ્રથમ ચુંબન કાગળને કર્યું
અને ચાહત ટપકી
એક જ લસરકામાં સૂરજ ઊગી નીકળ્યો
સૂરજ સાથે વહેતું ઝરણું, ગાતું ઝાડ
વાતો પવન, ઉઘડતું આકાશ
સમગ્ર સૃષ્ટિ કાગળ પર ફરી વળી
સમયે જાણે દોટ મૂકી
સાચ્ચે જ આકાશ ઉઘડયું
મોસમ વરસી
અને કાગળ ભીનો ભીનો ...
-અસ્મિતા અતુલ શાહ
ફાગણના ગમવા પાછળ કેસુડો કારણ છે કે કેસુડાનું કામણ ? એનો ઉત્તર શોધવા મનની અદાલત ન બેસાડાય. એના માટે વાસંતી વાયરાને સુંઘવો પડે. ઘરનો ઉંબરો ઓળંગી કોઈ સરનામાં વગર સુગંધની આંગળી પકડી, આંખોમાં ભ્રમરની તરસ લઇ નીકળી પડીએ તો પણ કેસરિયા, પીળચટ્ટા ને રતુમડાં ફૂલો સામેથી આવી વળગી પડે 'ને જવાબ મળી જાય. ગીરના જંગલમાં તો કેસુડો ફાગણના ફટાણાં ગાતો બેફામ વિચરણ કરતો જોવા મળે. છ તુઓમાં વસંતતુ શ્રે છે. કારણ કે ત્યારે આબોહવા સમશીતોષ્ણ હોય છે. ફૂલોથી લથબથ ડાળીઓ જોઈ મન આનંદોત્સવમાં ડૂબે છે. આપણા ધામક તહેવારોની ઉજવણીમા
ં તુઓ પ્રમાણેના રંગો જોવા મળે છે. હોળી-ધૂળેટી પર ફૂલદોલ ઉત્સવનું મહત્વ જુદું જ હોય છે, ગોકુલ, મથુરા ઉપરાંત સારંગપુર અને દ્વારકામાં પણ ફૂલદોલ ઉત્સવ અત્યંત ભવ્યતાથી ઉજવાય છે. કણ કણમાં કૃષ્ણની અનુભૂતિ થાય તેવી મથુરાની હોળી કોઈ વાર માણવા જેવી ખરી. આ એ જ પવિત્રભૂમિ છે જ્યા રાધા કૃષ્ણે સ્વયં આ પર્વ માણ્યો હતો. એક અઠવાડિયાથી એની તૈયારીઓ ચાલે. એમાં વિધવિધ વિધિઓ દ્વારા પ્રેમની અભિવ્યક્તિ થાય છે.
હોળીનો તહેવાર વૃંદાવન, મથુરામાં તો વસંત પંચમીથી શરૂ થાય છે. ત્યા ં ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે. રંગીન હોળી પહેલા અહીં લાડુ, ફૂલો અને લાકડીઓ વડે હોળીની ઉજવણી કરવામાં આવે છે. લાડુ મારીને હોળી રમવાની આ પરંપરા એકદમ અનોખી છે. લાઠમાર હોળી મથુરા, વૃંદાવન, નંદગાંવમાં રમાય છે. ગોપીઓએ પ્રેમથી સખાઓને લાકડીઓ વડે માર માર્યો અને સખાઓએ બચવાનો પ્રયત્ન કર્યો. એની યાદમાં આ લાઠમાર હોળી રમાય છે.
વિશેષતા એ છે કે અન્ય ગામડામાંથી આવેલા લોકો પર જ લાક્ડીઓનો વરસાદ કરવામાં આવે છે. વ્રજની હોળીમાં ભાગ લેવા દેશ-વિદેશથી ભક્તો આવે છે. આ વરસે હોળીની ઉજવણી માટે વિશ્વપ્રસિદ્ધ એવા વૃંદાવન અને મથુરામાં પણ કોરોના વાયરસનો કાળો કેર જોવા મળ્યો. સામાન્ય રીતે મથુરા-વૃંદાવનમાં હોળી ખૂબ ધામધૂમપૂર્વક મનાવવામાં આવે છે. પરંતુ કોરોના વાયરસને લઇને આ વખતે વિદેશી પર્યટકોએ ઘણા ચેકિંગમાંથી પસાર થવું પડયું.
સંસ્કૃત મહાકાવ્યોમાં તુવર્ણન આવવું જ જોઈએ એવો દંડીનો ખાસ આગ્રહ હતો અને એથી તુવર્ણન પરંપરા શરુ થઇ. સંસ્કૃતના મહાકાવ્યો અને નાટકોમાં પણ મદનોત્સવન ઉજવવાના ખૂબ જ સુંદર વર્ણન છે. કાલિદાસ 'તુસંહારદમાં વસંતનાં આગમનની અસર દર્શાવતા લખે છે કે...
દ્રુમા: સપુષ્પા: સલિલં સંપદ્મ
સ્ત્રિય: સકામા: પવન: સુગંધિ:।
સુખા: પ્રદોષા દિવસાશ્ચ રમ્યા:
સર્વ પ્રિયે ચારુતરં વસન્તે ।।
હે પ્રિયે, સર્વનું પ્રિય કરનાર વસંતનાં આગમનથી વૃક્ષો પુષ્પોવાળા બન્યાં છે, સરોવર કમળોવાળા બન્યાં છે, ીઓ કામનાવાળી બની છે, પવન સુગંધવાળો બન્યો છે, દિવસ રમ્ય બન્યો છે અને સાંજ સુખમય બની છે ! ફાગુ એ કાવ્યમય રચના છે જેમાં વસંતના સૌંદર્યનું વર્ણન કરવામાં આવે છે. તે પ્રેમના આનંદ, જુદાઈના ડર અને પુનમલનની આશાને પણ વર્ણવે છે. 'ફાગુ' નો અર્થ જ 'ફાગણમાસદ એવો થાય. પ્રકૃતિને સોળ કળાએ ખીલેલી જોઈ પ્રાણીમાત્ર ગેલમાં આવી જાય. પોતાનો ભાવ વિવિધ રીતે વ્યક્ત કરે. જેમાં નૃત્ય પણ આવે. મધ્યકાળમાં એક કાવ્યસ્વરૂપ જોવા મળે છે તે 'ફાગુ કાવ્યોદ વસંત તુથી મદહોશ થઇ કવિઓ શૃંગારપ્રધાન કાવ્યો લખતા. 'વસંતવિલાસ' માં એ કોઈ અજ્ઞાાત કવિની સુંદર કૃતિ છે જે એક ફાગુ કાવ્ય છે. વસંતને તેમાં પ્રેમની તુ તરીકે વર્ણવી છે. અમૃત ઘાયલ એની વિશિષ્ટ અદાથી જેમ કાવ્યપાઠ થાવા દે એમ લખે પણ છે કે 'એક રસનું ઘોયું એમ મને 'ટચદ કરી ગયું, ખંજરો હૃદયમાં જાણે કોઈ 'ખચદ કરી ગયું !
પાનખર પછી વસંત આવતી હોય તો જીવનમાં દુ:ખ પછી સૂરજ આવે જ. જે નિયમ તુચક્રને લાગુ પડે એ જ સસારચક્રને પણ લાગુ પડે. પાનખર એ વાસંતી દ્વાર ખોલવા માટેનું પ્રવેશદ્વાર છે. વૃક્ષ પરથી પાન ખરે-ખસે ને નવી, તાજગીભરી કૂંપળ આવે. એ વાતમાંથી માણસે બોધ લેવો જોઈએ કે આપણે જગ્યા છોડીશું નહીં તો સમાજ જડ બની જશે. નાવીન્ય અને નવા વિચારોને આવકારવા માણસે જડતા છોડી યુવાશક્તિ અને વિચારોને સ્પેસ આપવી જોઈએ.
સાહિત્યનો કોઈ પણ જીવડો હશે તેને મનોજ ખંડેરિયા યાદ આવે જ... 'આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલોએ બીજું કૈં નથી, પગલાં વસંતના.દ વાસંતી ગઝલોની મેલડી કરીએ તો મનોજ ખંડેરિયાની આ ગઝલ મોખરાનો મેડલ પણ લઇ જાય અને પૂર્ણાહુતિની પાટે પણ બેસે. કાલમીસ્ટ ડગ લાર્સન કહે છે કે ‘Spring is when you feel like whistling, even with a shoe full of slush’. હિલોળા લેતી વસંત સાથે મન હિલ્લોળે ન ચડે એને તડકો તૂરો તાણી જઈ શકે.
ટીકટોકના તિકડમમાં ટમ્બલિંગ કર્યા પછી પણ આજે યુવા પેઢી કોઈ અજાણી તરસથી તરફડે છે. પણ એ જો પ્રકૃતિ પાસેથી સૌદર્યબોધ લે તો પ્રકૃતિ જ એને સામેથી કહેતી સંભળાશે કે ‘Let’s Party !’ પીચકારીનું પ્રગટીકરણ થયું એના કારણમાં રંગોની બૌછાર લઈને આવતી વસંતને જ વરમાળા પહેરાવવી પડે. વસંતના રંગો તીખાતમ્મ તડકાને ય રંગી નાખે. પિચકારીમાંથી સરરર... સરતા રંગો સાથે જોરાજોરી ને પકડાપકડીમાં હાથ મરડાતા પ્રિયતમા જો ગાળો આપે તો એ પણ મીઠી લાગે છે. વતનથી દૂર કામ કરતા લોકો હોળી પર અચૂક વતન જાય જ... પણ પિયુજી જ્યારે પરદેશ હોય ત્યારે દરેક પ્રિયતમા મીરાંની માફક પૂછી બેસે..' કેણુ સંગ ખેલુ હોલી ' પણ જેનો પીયુ પાસે છે એના પાસે લાડ કરવાના ઘણા બહાના પ્રિયતમા શોધી કાઢે છે. આ જાણીતા ગીતમાં કવિ સુન્દરમ્ એ ભાવને અુત વાચા આપે છે...
'મને ફાગણનું એક ફૂલ આપો,
કે લાલ મોરા
કેસૂડો કામણગારો જી લોલ.
વનની વાટે તે વ્હાલા એક ફૂલ દીઠું લોલ,
એકલ હો ડાળ, એક એકલડું મીઠું લોલ,
મેં તો દીઠું દીઠું ને મન મોહ્યું, કે લાલ મોરા,
કેસૂડો કામણગારો જી લોલ.'
'મુઝે રંગ દે, મુઝે રંગ દે, રંગ દે, રંગ દે હાં રંગ દે.' ની તીવ્રતાનો ભાવ પ્રેમની પરાકાા સર્જે છે. પછી તો એક હૃદય બીજા હૃદયને મેઘબિંદુ જેમ પૂછી બેસે છે 'ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ પછી મલક્યા વિના તે કેમ રહીએ ?...દ ફાગણી ફોરમની ફરમાઈશ જેણે ન કરી હોય એવો વ્યક્તિ જવલ્લે જ મળે. સોળે કળાએ ખીલેલા કેસુડાના સાનિધ્યમાં રંગોની રંગોળી ઉકેલતા આવડે તો તો પછી મનમા મેઘધનુષ્ય...
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Qlelbn
ConversionConversion EmoticonEmoticon