
નડિયાદ, તા.14 માર્ચ 2020, શનિવાર
નડિયાદ આવકવેરા કચેરી ખાતે એક કાર્યક્રમનુ આયોજન કરાયુ હતુ.વિવાદ થી વિશ્વાસ સ્કીમ ૨૦૨૦ બાબતની જાગૃતિ અને માહિતી માટે આ અધિવેશન યોજાયુ હતુ. આ અધિવેશન વિવાદ થી વિશ્વાસ સ્કીમ એવા કરદાતા માટે લાગુ પડે છે. જેમની ટેક્ષ અથવા પેનલ્ટીની અપીલ સી. આઇ. ટી, એપલેટ-ટ્રીબ્યુનલ, હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટમાં તા.૩૧-૧-૨૦૨૦ ના રોજ પડતર છે.
આ સ્કીમ હેઠળ જે કરદાતાની ટેક્ષની અપીલ પડતર હોય તેવા કરદાતાને ફક્ત ટેક્ષની રકમ ભરવાની રહેશે.જ્યારે વ્યાજની રકમ, પેનલ્ટી અને કોર્ટ કેસ જતા કરવામાં આવશે. જે કરદાતાઓની પેનલ્ટી ની અપીલ પડતર હોય તેમણે પેનલ્ટીની રકમ ફક્ત ૨૫ ટકા રકમ ભરવાની રહેશે.
કરતદાઓએ આ સ્કીમનો લાભ લેવા માટે તા.૩૧-૩-૨૦૨૦ સુધીમાં અરજી કરી ટેક્ષની રકમ અથવા પેનલ્ટીની રકમ ભરવાની રહેશે. જે કરદાતા તા.૩૧-૩-૨૦૨૦ સુધીમાં ટેક્ષ-પેનલ્ટીની રકમ ભરી ન શકે તેઓએ આ સ્કીમનો લાભ લેવા માટે ટેક્ષની રકમ ઉપરાંત વધારાના ૧૦ ટકા ભરવાના રહેશે,જ્યારે પેનલ્ટીનો કિસ્સામાં વધારાની ૫ ટકા પેનલ્ટી ભરવાની રહેશે. કરતાદાએ વધુ જાણકારી માટે આવકવેરા વિભાગની વેબસાઇટ પરથી માહિતી મેળવવાની રહેશે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33nkFEG
ConversionConversion EmoticonEmoticon