
નડિયાદ, તા.04 માર્ચ 2020, બુધવાર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગર દ્વારા લેવાતી બોર્ડની પરીક્ષાઓ આજથી શરૂ થશે. ધોરણ ૧૦ના ૩૩,૫૪૨વિદ્યાર્થીઓ ગુજરાતીનું અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના ૧૩,૯૪૨ વિદ્યાર્થીઓ નામાના મુળ તત્વોની પરીક્ષા આપશે.
આજથી શરુ થતી બોર્ડની પરીક્ષા માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ પરીક્ષા અંતર્ગત ખેડા જિલ્લામાં ૩૩,૫૪૨વિધાર્થીઓ ધો.૧૦ની પરીક્ષા આપશે. ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ આજે ગુજરાતીનું પેપર આપશે.અને ૭ માર્ચે વિજ્ઞાાનની પરીક્ષા યોજાનાર છે.અને ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓ નામાના મુળ તત્વોની પરીક્ષા આપશે. અને ત્યારબાદ બીજું પરીક્ષાપત્રતા.૬ માર્ચના રોજ આંકડાશાસ્ત્ર નું છે.૧૨ સામાન્ય પ્રવાહમાં ૧૬ પરીક્ષા કેન્દ્રો માં ૧૩,૯૪૨ વિધાર્થીઓ પરીક્ષામાં બેસશે.
જ્યારે ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહમાં ૬ પરીક્ષા કેન્દ્રોમાં ૩,૩૫૦ વિધાર્થીઓ પરીક્ષા આપનાર છે. તંત્ર દ્વારા પરીક્ષામાં ગેરરીતિઓ ન થાય તે માટે પરીક્ષા સ્થળે વાલીઓના અને અન્ય લોકોના ટોળા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. દરેક પરીક્ષા કેન્દ્રોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયા છે. જેથી વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરિક્ષા આપી શકે. ખેડા જિલ્લામાં ધો.૧૦ અને ધો.૧૨ના કુલ ૫૦,૮૩૪ વિધાર્થીઓ પરીક્ષા આપશે.પરીક્ષા દરમ્યાન વિધાર્થીઓને અને વાલીઓને ખોટી અફવાઓથી દૂર રહેવા માટે જિલ્લા શિક્ષણાધિકારી કે.જી.દવેએ અપીલ કરી છે.
પરીક્ષાના સમયે ૧૦૦ મીટરની ત્રિજયામાં કોઇપણ બિનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. બોર્ડની આ પરીક્ષા શાંતિપૂણ રીતે સંપન્ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી પરીક્ષા કેન્દ્રોખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે.
પ્રથમ દિવસે ગુજરાતી વિષયનું હોવાથી છાત્રો હળવા મૂડમાં
ગુજરાત રાજ્ય સહિત આણંદ જિલ્લામાં ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે પ્રથમ દિવસે ધો.૧૦માં પ્રથમ પેપર ગુજરાતી વિષયનું હોવાથી વિદ્યાર્થીઓ હળવા મૂડમાં જોવા મળ્યા હતા. જ્યારે ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાાન તથા સામાન્ય પ્રવાહમાં નામાના મૂળતત્વો જેવા અગત્યના વિષયોની પરીક્ષા જ પ્રથમ દિવસે હોઈ વિદ્યાર્થીઓ પુરતી તૈયારીઓ સાથે અગત્યના પ્રશ્નોનું પુનરાવર્તન કરી તૈયારીઓ કરતા નજરે પડયા હતા. જો કે પ્રથમ દિવસે જ અગત્યના પેપર હોઈ કેટલાક વિદ્યાર્થીઓ પેપર કેવુ રહેશે તે અંગે શિક્ષકો, મિત્રો તથા વાલીઓ સાથે ચર્ચાઓ કરતા જોવા મળ્યા હતા.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TCRpFt
ConversionConversion EmoticonEmoticon