
આપણાં પરિઘમાં અલગ- વિચારવું અને જ્યાં સુધી સ્વયં સ્વતંત્ર રીતે ચિંતનની શરૂઆત નહી કરીએ. ત્યાં સુધી આપણી ચેતનાનાં ભાગીદાર બની શક્તાં નથી
એક ઉચ્ચકોટીના યોગી મહારાજ હતાં. ગંગામૈયાનાં પવિત્ર ઘાટ ઉપર સમાધિ લગાવીને બેસી રહેતાં હતાં. ત્યાં જ આ ઘાટ પર એક યુવાન સન્યાસી પણ યોગ-પ્રાણાયામ કરવા આવતો- રહેતો હતો. યોગી મહાત્માને આ સન્યાસી અત્યંત અને તેજસ્વી લાગતો હતો. પરંતુ ઘણીવાર તેમની સાથે નવયુવાનો અને કિશોરોની ભીડ વચ્ચે ઘેરાયેલો રહેતો હતો.
આ બધા આ યુવાન સન્યાસીની સાથે આવતાં- રહેતા હતાં. ત્યાં આ ગંગાકિનારે જ ઘણાં તેમનાં પોતાનાં દુ:ખ- દર્દ તેને કહી સંભળાવતાં, ઘણાં એવાં આવતાં કે તેમનો દોરી લોટો લઈને સ્નાન કરવા ચાલ્યાં જતાં. એક દિવસ યોગી મહારાજ આ યુવાન સન્યાસીને પાસે બોલાવી ને કહ્યું,' બેટા, તું એક સાચો સાધક છો ! પણ જો સમાજહિતની ચિંતા છોડીને સ્વમુક્તિને માટે ચિંતન અને સાધના કરે, તો આ ભવસાગરમાંથી મુક્તિ મળી જાય !
બુર્ઝુગ મહાત્માજીની વાણી સાંભળી યુવાન સંન્યાસી બોલ્યો, પરંતુ મહાત્મન્ ! હું એકલો જ મુક્તિ મેળવીને શું કરૂં ? આ સૌની મુક્તિમાં જ મારી મુક્તિ સમાયેલી રહી છે ! એ જ સાચી સાધના છે ! આપણે સાધારણ માણસ આપણી ઉન્નતિ અને સુખ સુવિધાંઓને જ બધુ મળ્યું માનીએ છીએ. તેનાં માટે અથાગ પ્રયાસો પણ કરીએ છીએ. પરંતુ ઋષિ-મુનિઓનું ચિંતન. સર્વ ભવતું સુખિન. એટલે કે સૌ સારું જીવન જીવી રહે ! તે માટે જ કરતાં રહે છે.
સૌની મુક્તિમાં સ્વયંની મુક્તિનો વિચાર ખરેખર સાધકનો જ ગુણ હોય. જે પ્રકારે એક મહાન વ્યકિતત્વ અને યોગી આ મહાચેતનાનો એક ભાગ છે. તે પ્રકારે આપણે પણ તેમજ છીએ. જેમ શરીરનો કોઈપણ એક ભાગ ઘાયલ થાય અથવા બિમારી આવે ત્યારે શરીર તંદુરસ્ત છે, એમ કહી શકાતું નથી. તેમ પરમચેતનાનો એક પણ ભાગ જો દુ:ખી હોય તો આપણે પરમાનંદનો અનુભવ કઈ રીતે અનુભવી શકીએ !
વેદોમાં સૌની ભલાઈ અને દુ:ખોમાંથી મુક્તિ મેળવવાની વાતો કહેવામાં આવી છે. એટલાં માટે આ લોક (મૃત્યુ લોક)ને સુધાર્યા વગર પરલોકમાં પહોંચીને સુખી રહેવાની ખેવના કરીએ. ત્યારે આ સમજવું જરૂરી છે કે આ લોકને સુધારીને જ પરમાનંદના આનંદનો અનુભવ કરી શકાય.
સ્વાર્થ, અહંકાર અને છ વિકારોમાં સપડાયેલા રહીને આપણે તે પ્રાપ્ત કરવાનું ઇચ્છીએ તો પણ પ્રાપ્ત કરી શક્તા નથી. આ તમામ વિકારો (દોષો) નિરક્ષતાની ખામીને લીધે જ હોય છે. ઋગ્વેદમાં એક ભાષ્યમાં લખ્યું છે- જડમાં ચેતનભાવ અને ચેતનમાં જડભાવ જોવા કે વર્ણવા એ જ અજ્ઞાાનતા છે. હાલનાં સંજોગોમાં સમાજમાં અનેક ક્ષતિઓ ઉત્પન્ન થઈ રહી છે. તેનું મૂળ કારણ અજ્ઞાાનતા, અવિદ્યા અને પાંચ કલેશોથી જ છે.
આ કારણને લઈને મનુષ્ય.. 'સર્વ જન હિતાય.. સર્વજન સુખાય !' નાં ઉમદા હેતુને વિચારતો જ નથી. તેને વિસારે પાડી દીધી છે. ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે - સમગ્ર પ્રાણીમાત્ર, જીવમાત્રમાં એક જ ચેતન તત્વ, ચેતન શક્તિને અનુભવશે. તે જ સાચા યોગી મહાપુરુષ છે ! જો પડોશી દુ:ખી હોય અને તેના દુ:ખને આપણે અનુભવી શક્તા ન હોઈએ તો શું સ્વયંને આપણે એક માણસાઈનાં માર્ગે ચાલતા યાત્રી તરીકે ઓળખાવી શક્શું ?
- લાલજીભાઈ જી.મણવર
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HY9Bnl
ConversionConversion EmoticonEmoticon