
પ્રેમની ઉત્કટતાની ડિગ્રી જેટલી ઓછી એટલી 'પ્રણય પુષ્પ'ની પાંખડીઓ પણ ઓછી! અને તેની બધી જ પાંખડીઓ વડે જાણવું કે, ફોન પર પ્રેમાલાપ કરી રહેલાના હોઠ પર જે છે તે તેના હૃદયમાં નથી.
હમેં તૂમ સે પ્યાર કિતના યે હમ નહીં જાનતે!
અરે રામ રામ, રામ, રામ! જ્યાં કહેનારાને જ ખબર નથી કે તેને તમારા પ્રત્યે કેટલો પ્રેમ છે, ત્યાં તમને તો એની ક્યાંથી ખબર પડવાની? પણ, હવે આ મુદ્દે મૂંઝાવાની જરૂર નથી! કોઈ તમને ખરેખર પ્રેમ કરે છે કે માત્ર બનાવટ? એ હવે પારખી શકાશે! એ માટે તમારે વસાવવું પડશે 'લવ ડિરેક્ટર!' તમે કહેશો કે, કોઈ ગુનામાં સંડોવાયેલા હોવાનો જેમના વિશે શક હોય તે સાચું બોલે છે કે જુઠ્ઠું તે ચકાસવા છે તેવું 'લાઈ ડિટેક્ટર?' વાત જાણે એમ છે કે, 'લાઈ ડિટેક્ટ'માં છે એ જ સિદ્ધાંત અને ટેક્નોલોજી તો 'લવ ડિરેક્ટર' માં પણ છે, પરંતુ ઉપયોગનો હેતું જરા જુદો છે. આતંકવાદીઓ અને બીજા ગુનેગારો કે શકમંદોની કેફિયતની નેમસાઈકો લિ. કંપનીએ એક ઉપકરણની શોધ કરી હતી. તેમાં થોડાં ફેરફાર કરીને અમેરિકાની વી એન્ટરટેનમેન્ટ નામની કંપનીએ આ 'લવ ડિરેક્ટર' વિકસાવ્યું છે. આ માટે તમારે તમારા ફોન અને કમ્પ્યૂટરની સાથે એક ઉપકરણ જોડવાનું હોય છે.
કમ્પ્યૂટરમાં 'લવ ડિરેક્ટર'નું સોફ્ટવેર લોડ કરવામાં આવે છે. હવે ધારો કે, પ્રેમી 'તેરે પ્યાર મેં મૈં તો હું પાગલ' એવો જ દાવો કરે છે. એવાં મીઠાં મીઠાં વેણ ઉચ્ચારે છે, એવાં રોમેન્ટિક ગીતો તમને ઉદ્દેશીને ગાય છે, તેનો ફોન આવે છે. તમે રિસિવર ઉઠાવો અને કમ્પ્યૂટરને પણ કાર્યરત કરી દો. એટલે ફોન પર તમારી સાથે પ્રેમાલાપ કરનારને તમારા પ્રત્યે ખરેખર પ્રેમ છે કે નહીં અને છે તો તેની ઉત્કટતા કેટલી છે તે તમે કમ્પ્યૂટરના સ્ક્રીન પર જોઈ શકશો. ફોન પર વાતચીત શરૂ થતાં કમ્પ્યૂટરના સ્ક્રીન પર ફૂલનું એક ગ્રાફિક આવશે.
ફોન પર પ્રણય નિવેદન કરનારને તમારા પ્રત્યે ખરેખર પ્રેમ હશે તો જ કમ્પ્યૂટરના સ્ક્રીન પરનું એ 'એ પ્રણય પુષ્પ' ખીલશે અને ખરેખર પ્રેમ હશે તો તેની ઉત્કટતા એ 'પ્રણય પુષ્પ'ની પાંખડીની સંખ્યાના આધારે માપી શકાશે. જો એ પ્રેમ રોમિયો-જુલિયટ, લયલા-મજનૂ, શીરી ફરહાદની કક્ષાનો હશે તો એ 'પ્રણય પુષ્પ' તેની પાંચેપાંચ પાંખડીઓ સાથે પૂર્ણ વિકસિત બનીને ખીલી ઊઠશે. પ્રેમની ઉત્કટતાની ડિગ્રી જેટલી ઓછી એટલી 'પ્રણય પુષ્પ'ની પાંખડીઓ પણ ઓછી! અને તેની બધી જ પાંખડીઓ વડે જાણવું કે, ફોન પર પ્રેમાલાપ કરી રહેલાના હોઠ પર જે છે તે તેના હૃદયમાં નથી. તેના હૃદયમાં જે હોય, તે પણ પ્રેમ તો નથી જ! એ જુઠ્ઠું બોલે છે! બોલનારના અવાજનું વિશ્લેષણ કરીને 'લવ ડિરેક્ટર' એક સાથે આશરે ૮૦૦૦ ગાણિતિક ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને સાચ-જૂઠનું પારખું કરી આપે છે.
મનોવૈજ્ઞાાનિકોનું એવું તારણ છે કે, પ્રેમનું કારણ મનોવૈજ્ઞાાનિક છે. એકબીજા પ્રત્યે આકર્ષિત થવું, એકબીજા પ્રત્યે પ્રેમ ઉદ્ભવવો એ એક રાસાયણિક પ્રક્રિયા છે. મનોવૈજ્ઞાાનિકો માને છે કે, મસ્તકમાંના ડોપામાઈન,ે નોરપાઈનફેરિન, ફિનાઈલ ઈથાઈલામિન વગેરે પ્રેમ રસાયણોનો સ્ત્રાવ તેજ થાય તેના પરિણામરૂપે પરસ્પર આકર્ષણ થાય છે. એકબીજાને જોઈને, એકબીજાને મળીને, એકબીજા સાથે વાતચીત કરતાં આનંદની અનુભૂતિ થાય છે, હૃદયની ધડકનો વધી જાય છે. કેલિફોર્નિયા વિશ્વે વિદ્યાલયના પ્રો. માર્કના કથનાનુસાર, જ્યારે કોઈ એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હોય ત્યારે બંનેના મસ્તકમાં ઈડોર્ફિન નામક રસાયણનો સૌથી વધુ માત્રામાં સ્ત્રાવ થાય છે. 'તમારી બંને વચ્ચે કમાલની જોરદાર કેમિસ્ટ્રી છે' એવી કોમેન્ટ કરનારાને પણ પ્રેમ ખરેખર તો માનવ મસ્તિષ્કમાં સર્જાતી આવી રાસાયણિક પ્રક્રિયાનું પરિણામ છે, એની કદાચ ખબર નહીં હોય!
પ્રેમના સાચ-જૂઠનાં પારખાં કરવા અને તેની ઉત્કટતા માપવા 'લવ ડિરેક્ટર' તો વૈજ્ઞાાનિકોએ બનાવી આપ્યું. હવે જે રસાયણોની પ્રક્રિયાને કારણે પ્રેમ ઉદ્ભવે છે અને ઉત્કટ બને છે એ રસાયણોની યોગ્ય માત્રાવાળી કેપ્સ્યૂલ મળવા માંડે તો નવાઈ નહીં, ખરું ને! બીજું તો ઠીક, પ્રેમ દિલમાં નહીં, પણ દિમાગમાં ઉદ્ભવે છે. તેનું સ્થાન હૃદયમાં નહીં, પણ મગજમાં છે એ વાત મગજમાં બરાબર પ્રસ્થાપિત થઈ જાય તો ...અને ત્યારે 'દિલ મેં છૂપાયે પ્યાર કા તુફાન...,' 'મેરા દિલ ભી કિતના પાગલ હૈ, યે પ્યાર તુમ્હી સે કરતા હૈ', 'દિવાના હો દિલ', 'દિલ હૈ કી માનતા નહીં', 'દિલ મેં સમાયા હૈ કોઈ' થી માંડીને 'એક દિલ કે ટુકડે હજાર હુએ' વગેરે વગેરે ગીતો, સંવાદો અને તેને સમજાવતા પ્રસંગો-દ્રશ્યોનું શું થશે એ વિચારે ખરેખર દિલના હજાર હજાર ટુકડાં થઈ જાય છે!
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32owIRr
ConversionConversion EmoticonEmoticon