
નવી દિલ્હી, 28 ફેબ્રુઆરી 2020, શુક્રવાર
આજના સમયમાં વિજ્ઞાન સતત નવા સંશોધન કરી આગળ વધી રહ્યું છે. રોજ નવા નવા પ્રયોગો થાય છે જે માણસ માટે મહત્વના પણ હોય છે. આજે તમને આવા જ મહત્વના સંશોધન વિશે જાણવા મળશે.
જાપાનમાં વૈજ્ઞાનિકોએ એક એવો રોબોટ બનાવ્યો છે જેમાં માણસ જેવી લાગણીઓ છે. તેને ચહેરો એક બાળક જેવો છે અને ખાસ વાત એ છે કે તેને માણસની જેમ તકલીફ પણ અનુભવાય છે.
ઓકાસા યૂનિવર્સિટીની વૈજ્ઞાનિકોની ટીમએ આ અનોખો રોબોટ બનાવ્યો છે અને તેનો વીડિયો શેર કર્યો છે. આ રોબોટને એફેટ્ટો નામ આપવામાં આવ્યું છે. ઈટાલિયનમાં તેનો અર્થ થાય છે સ્નેહી.. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તે આ રોબોટ ટુંક સમયમાં લોકો સાથે રહેવા સક્ષમ હશે.
આ અનોખા રોબોટની ઝલર 2011માં જોવા મળી હતી. ત્યારબાદ 2018માં તેમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા. રોબોટમાં ઈલેક્ટ્રિકલ ચાર્જ વડે સિંથેટિક સ્કીન લગાવવામાં આવી છે જેથી તે હુબહુ માણસ જેવો દેખાય.
આ રોબોટમાં હાલ સ્પર્શ અને તકલીફની તંત્રિકાઓ લગાડવામાં આવી છે જેથી તે દુખાવો અને સ્પર્શને સમજી શકે છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ રોબોટ તૈયાર થયા બાદ વૃદ્ધ લોકોને મદદરુપ સાબિત થશે.
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cjaAfK
ConversionConversion EmoticonEmoticon