અજમાવી જૂઓ - મીનાક્ષી તિવારી

- મરચાંના ડિટિયાં કાઢી રેફ્રિજરેટરમાં અખબારમાં કે કાગળની કોથળીમાં લપેટીને રાખવાથી લાંબા સમય સુધી સારા રહે છે.

- મીઠાની બરણીમાં મીઠું ચોંટી ન જાય માટે તેમાં થોડા ચોખાના દાણા નાખવા.

- ભજિયાનું ખીરું વધ્યું હોય તો તેમાં થોડો લોટ ઉમેરી પુડલા, આમલેટ કે ઢોકળા ઉતારવા.

- સ્તન, અંડકોશ, હરસ તથા પેટમાં પીડા થાય ત્યારે જીરાનો ભૂક્કો પાણીમાં કાલવી ગરમ કરી દુખતા ભાગે લેપ લગાડવો.

- બાળકની છાતીમાં ભરાઇ ગયેલા કફને છૂટો પાડવા જાયફળનો પાણીમાં ઘસારો કરી, બાળક સહન કરી શકે તેટલું ગરમ કરી છાતીએ લગાડવું.

- આધાશીશીમાં રાહત પામવા લસણની કળી વાટીને દર્દીની કાનપટ્ટી પર લગાડવી. 

- બેસેલા અવાજને મૂળ જેવો કરવા ખડી સાકરનો ગાંગડો ચૂસવો.

- કપાસિયાના તેલથી નયમિત માલીશ કરવાથી ત્વચા પરના કાળા ડાઘા, ઝાંય, ચાઠાં દૂર થાય છે.

- ફોતરાવાળી બદામના ફોતરાને બાળી તેની રાખ દાંતે ઘસવાથી દાંત પરની પીળાશ દૂર થાય છે.

-  કેકના મિશ્રણમાં દૂધ નાખવાને બદલે પાણી ભેળવવાથી કેક હળવી ફૂલ થશે.

-  કેળાં વધુ પ્રમાણમાં લેવાઈ ગયાં હોય તો રેફ્રિજરેટરમાં મૂકી રાખવા કેળાની છાલ કાળી પડશે પરંતુ અંદરથી કેળું ખરાબ નહીં થાય.

- સરગવાની શીંગને અખબારમાં વીંટાળી રેફ્રિજરેટમાં મૂકવાથી લાંબા સમય સુધી તાજી રહેશે.

- પુરીને કડક બનાવવા લોટમાં બ્રેડ નાખી લોટને ફરીથી મસળવો.

- સ્તનપાન કરાવતી માતા નાસપતિ, દ્રાક્ષ, ચીકુ ખાય તો ધાવણ વધુ આવે છે.

- હુૅફાળા મીઠાના પાણીના કોગળા કરવાથી ગળાનો કફ તેમજ સોજો ઓછો  થાય છે. દિવસમાં છ-સાત વખત કરવાથી ફાયદો થાય છે.

- જાંબુના કોમળ પાનને વાટી પાણીમાં ભેળવી કોગળા કરવાથી મુખમાંના છાલાથી રાહત થાય છે. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2vY9MMX
Previous
Next Post »