
ગર્ભવતી સ્ત્રીને આરામ, પોષણ અને ધાર્મિક વાંચન આપવાનો રિવાજ બાળકના સ્વસ્થ્ય પર સારી અસર કરે છે
વર્ષો જૂની આપણી સંસ્કૃતિ, અનુભવોનું વિજ્ઞાાન અને વિજ્ઞાાનનું બાળઉછેરના વ્યવહારમાં રૂપાંતર એટલે રૂઢિ-રિવાજો નવજાત બાળકની સંભાળ અને જુદા જુદા દેશમા, સમાજમાં કોમમાં કુટુંબમાં વંશ પરંપરાગત ચાલી આવતા રિવાજો ભદ્ર અને અભદ્ર સમાજમાં સરખા જોવા મળે છે. આ રિવાજો પ્રાણાલિકાગત, સરળ, સોઘા, સુલભ, બહુજન સમાજને સ્વીકાર્ય અને મોટા ભાગે ઉપયોગી હોય છે. વૈજ્ઞાાનિક સ્તરે આ રૂઢિનો અભ્યાસ કરી તેને બાળક માટે ઉપયોગી હાનિકર્તા અને નિર્દોષ એવા ત્રણ વિભાગોમાં વહેંચી લીધા છે. ચાલો આપણે આ રિવાજોને વૈજ્ઞાાનિક દ્રષ્ટિએ તપાસીએ.
ઉપયોગી રિવાજો: સગર્ભાવસ્થા દરમિયાન ઉજવાતા શ્રીમંત વગેરે પ્રસંગો માતાને પ્રસન્નતા અને લાડુ મેથીપાક ખવડાવવા વગેરે પ્રસંગો શારીરિક પોષણ આપે છે. ગર્ભવતી સ્ત્રીને આરામ, પોષણ અને ધાર્મિક વાંચન આપવાનો રિવાજ બાળકના સ્વસ્થ્ય પર સારી અસર કરે છે. માને ઘરે સુવાવડ કરાવવાની પ્રથા માતાને પૂરતો આરામ આપે છે અને બાળસંભાળ સારી રીતે કરી શકાય છે. નવજાત બાળકને માતાની સોડમા જ રાખવું અલાયદી રૂમમાં રાખવું પડદાનો આગ્રહ રાખવો અન્ય વ્યક્તિએ બાળકને અડવું નહીં વગેરે રિવાજોને લીધે બાળકને ચેપ લાગતો અટકે છે અને માતાને બાળસંભાળ અને સ્તનપાનમાં સરળતા રહે છે.
હાનિકર્તા રિવાજો:
છોકરાઓની ઉપેક્ષા, સ્ત્રી ભૃણની હત્યા, કાપેલી નાળ ઉપર કંકુ, રાખ, છાણ, ઘી વગેરે લગાવવું ઓછા વજનવાળા બાળકને પણ જન્મ્યા પછી તરત નવડાવવું, પ્રથમ ત્રણ દિવસનું માતાનું દૂધ ફેંકી દેવું, ગળથૂંથી, પાકર, ગ્રાઈપવોટર, ઘસારો ગોળી વિગેરેનો વિશેષ માત્રામાં ઉપયોગ કરવો, નવડાવતી વખતે બાળકને નાક અને કાનમાં તેલના ટીંપા નાખવા, આંખમાં અસ્વચ્છ કાજળ આંજવું, બાળકની અફીણ-બ્રાન્ડની જેવી ટેવ પાડવી, ટોટી ચૂસવી મોંમાં આપવી દૂધની બોટલનો બહોળો ઉપયોગ, સામાન્ય તકલીફ માટે વધુ પડતો દવાનો ઉપયોગ આ બધા રૂઢિ રિવાજો બાળકના આરોગ્યને હાનિકર્તા છે. ઉંઘ માટે ઘેનની દવાનો ઉપયોગ ડૉક્ટરને પૂછ્યા વગર 'સેલ્ફ મેડીકેશન'ના નાના બાળકને ડરાવતી વારંવાર મુસાફરી આ બધું બાળકના આરોગ્ય પર નકારાત્મક અસર કરશે. બાળ ઉછેર એટલે વિજ્ઞાાન અને રૂઢિ રિવાજોનું સંયોજન, તમારા કુટુંબમાં ચાલી આવતી રૂઢિ વિજ્ઞાાનની પારાશીશી તપાસજો, તમારા ડૉક્ટરની સલાહ અને તમારા બાળકના શ્રેય માટે જ નિર્ણય લેજો.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Tf5jgz
ConversionConversion EmoticonEmoticon