
ગર્ભાવસ્થા દરમિયાન ફળોનું સેવન આવશ્યક છે. આનાથી અને આવનાર બાળક બન્નેને હેલ્ધી અને હેપી રહે છે. તાજા ફળફોમાં વિવિધ પ્રકારના પ્રચૂર માત્રામાં વિટામિન્સ અને પોષક તત્વો હોય છે. તેમજ ફાઇબર પણ સારી માત્રામાં હોય છે. એવામાં પ્રેગનન્સી દરમિયાન થોડુ અમથુ ખાવાનું મન થાય તો અનહેલ્ધી નાસ્તા ન કરતા ફળો ખાવા સલાહભરેલા છે.
કીવી
આ ફળનું સેવન ગર્ભાવસ્થા દરમિયાન ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં વિટામિન સી, ઇ, એ, પોટેશિયમ, ફોલિક એસિડ સમાયેલા છે. આ ફળના સેવનથી ઊધરસ અન ેગભરામણની તકલીફ દૂર થાય છે.
કેળા
કેળામાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફોલેટથી ભરપુર કેળા બાળકને દરેક અનેકના જન્જાત દોષથી બચાવે છે અને ગર્ભવતીને જીવ ગભરાવાની તકલીફમાં રાહત આપે છે.
સફરજન
રોજનું એક સફરજન ડાકટરને દૂર રાખે છે તેવી કહેનત છે. સામાન્ય વ્યક્તિઓની જેમજ ગર્ભાવસ્થામાં પણ સફરજન ફાયદાકારક છે. તેમાં સમાયેલા વિટામિન એ, સી અને ફાઇબર બાળકની કોઇ પણ એલર્જીથી રક્ષણ આપે છે.
સંતરા
વિટામિન સી, ફોલેટ અને પાણીથી ભરપૂર સંતરા આર્યનને શોષવામાં મદદ કરે છે અને ફોલેટ આવનાર બાળકમાં કોઇ પણ જન્મજાત વિષમતાને દૂર કરે છે.
કેરી
વિટામિન એ અને સીથી ભરપૂર એક સમારેલી કેરી રોજની વિટામિન સીની જરૂરિયાતને પૂરી કરે છે તેમજ બાળકની ઇમ્યૂનિટી સ્ટ્રોન્ગ કરે છે.
ચીકુ
પ્રેગન્સી દરમિયાન ચકકર આવવા અને ગભરામણ થવી જેવી તકલીફ સામાન્ય છે. તેવામાં ચીકુનુ સેવન ગુણકારી નીવડે છે. પેટથી જોડાયેલી સામાન્ય સમસ્યાઓ જેવી કે વારંવાર દસ્ત થવા તેમજ પેટમાં દુખાવા જેવી તકલીફથી રાહત આપે છે.
નાસપતિ
ફાઇબર, ફોલેટ અને પોટેશિયમથી ભરપૂર નાસપતિ ગર્ભાવસ્થામાં કબજિયાતની તકલીફ થવા દેતું નથી બાળકના હૃદય માટે ગુણકારી છે.
દાડમ
વિટામિન કે, કેલ્શિયમ, પ્રોટીન, અને આર્યનથી ભરપૂર દાડમ એનર્જીનો ઉત્તમ સોર્સ છે. સાથે સાથે તે હાડકાને મજબૂત કરવામાં મદદ કરે છે.
એવોકાડો
વિટામિન બી, કોપર, ફાઇબરથી ભરપૂર એવોકાડો બાળકની ત્વચાઅને બ્રેઇન ટિશ્યુઝના ડેવલપમેન્ટમાં મદદ કરે છે અને સગર્ભા મહિલાઓના પગમાં થનારી ક્રેમ્પસ એટલે કેનસ ચડવા જેવી તકલીફ દૂર કરે છે.
- મીનાક્ષી
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3c7lDIP
ConversionConversion EmoticonEmoticon