
મુંબઇ,તા.24 ફેબ્રુઆરી 2020 સોમવાર
અક્ષયકુમાર અને એક્તા કપૂરે સાત વરસ અગાઉ રિલીઝ થયેલી વન્સ અપોન એ ટાઇમ ઇન મુંબઇ દોબારામાં સાથે કામ કર્યું હતું. હવે એક્તા દ્વારા નિર્મિત એક્શન કોમેડી કામ કરવા અક્ષય કુમારે લીલી ઝંડી આપી છે. જે આવતા વરસના મધ્યભાગમાં રિલીઝ થશે.
હકિકતમાં અક્ષય અને એક્તા પાછલા કેટલાક મહિનાઓથી સાથે કામ કરવા ઉત્સુક છે. છેલ્લા છ-સાત મહિનામાં બંનેએ અનેક વિષયો પર ચર્ચા કરી. પરંતુ મેળ ખાતો નહોતો. પરંતુ હવે એક એક્શન- કોમેડી પર બન્નેની નજર કરી છે. જો કે સ્ક્રિપ્ટ હજી ફાઇનલ નથી થઇ.
હાલમાં અક્ષય ૨૦૨૧માં રિલીઝ થનારી ત્રણ ફિલ્મો માટે કરારબદ્ધ છે. અતરંગી રે, બચ્ચન પાન્ડે અને બેલ બોટમ. હવે એક્તા દ્વારા નિર્મિત ફિલ્મ ૨૦૨૧માં રિલીઝ થનારી અક્ષયની ચોથી ફિલ્મ બનશે. અને પ્રબળ શક્યતા છે કે ટુંક સમયમાં એ પાંચમી રિલીઝ માટે પણ સહી-સિક્કા કરે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3a2FcAu
ConversionConversion EmoticonEmoticon