ઠાસરામાં વધી રહેલા ચોરીના બનાવો સીસીટીવી કેમેરા નાખવા રજૂઆત થઇ


નડિયાદ,તા.16 ફેબ્રુઆરી 2020 રવિવાર

ઠાસરા પાલિકા વિસ્તારમાં સી.સી.ટી.વી કેમેરા નાખવા અંગે પાલિકા પ્રમુખે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી છે. ઠાસરા શહેરમાં વધી રહેલા ચોરીના બનાવો પર અંકુશ મેળવવા માટે આ રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.

ઠાસરા  નગર પાલિકા વિસ્તારમાં કુલ-૬ વોર્ડ આવેલા છે.જેની વસ્તી આશરે ૧૮,૦૦૦ થી વધુ છે.વળી ઠાસરા શહેરમાં ૨૦  થી ૩૦ સોસાયટીઓ આવેલી છે. આ ઉપરાંત પાલિકાનો ઘેરાવો ૧૦ થી ૧૨ કિ.મી નો છે.ઠાસરાથી  દુરના વિસ્તારો જેવા  કે ફેરકુવા અને અણદી ગામ સુધીના ગામો ઠાસરા નગર પાલીકામાં આવે છે.  શહેરનો ટાવર વિસ્તાર ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે. જેની આજુબાજુમાં સરકારી વસાહત, જી. આઇ. ડી. સી, કિષ્ણાટાઉન શીપ આવેલી છે,જ્યારે છેવાડાની સોમનાથ સોસાયટીઓ જેવી અનેક સોસાયટીઓ શહેરમાં આવેલી છે.

ગામની વિવિધ સોસાયટીઓમાં રહેતા લોકો સારા-નરસા પ્રસંગોમાં ઘરને તાળુ મારીને જતા હોય છે. તે સમયે ચોર ઇસમો દ્વારા અવાર નવાર તાડા તોડી ઘરમાંથી કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરી ગયા હોવાના બનાવો છેલ્લા કેટલાય સમયથી વધ્યા છે. આ અંગે નાગરિકો જણાવી રહ્યા છે કે જો સોસાયટી વિસ્તારમાં સી. સી. ટી. વી કેમેરા નાખવામાં આવે તો ચોરીના બનાવો અટકાવી શકાશે.જેથી ઘણા ગરીબ અને મધ્યમવર્ગીય લોકોના જાનમાલનુ થતુ નુકસાન અટકાવી શકાય તેમ છે.આ ઉપરાંત સી. સી. ટી. વી કેમરાની મદદથી સ્થાનિક પોલીસને પણ ગુનાનો ભેદ ઉકેલવામાં સરળતા રહશે તેમ જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે.વળી શહેરના અમન પાર્ક સોસાયટી, બહુચરાજી મંદિર  ચોકડી પાસે એક પોલીસ પોઇન્ટ મૂકવામાં આવે તેવી લેખિત રજૂઆત ઠાસરા પાલિકા પ્રમુખે ઠાસરા પોલીસ મથકે પણ કરી છે.ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ રજૂઆતો ક્યારે સંતોષાશે તે જોવું રહ્યું. 



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38CyyAy
Previous
Next Post »