
ગોરી અને મુલાયમ ત્વચા માટે મલાઇનો ઉપયોગ ફાયદાકારક છે.તે ત્વચાને ફક્ત ચમકીલી નથી કરતી પરંતુ સાથેસાથે રૂક્ષ ત્વચાની સમસ્યા પણ દૂર કરે છે.
ચમકીલી ત્વચા માટે
એક ટેબલસ્પૂન ચણાના લોટમાં બે ચમચા મલાઇ અને બે ટીપા બદામના તેલના નાખી બરાબર મિક્સ કરવું. ઘટ્ટ પેસ્ટ બનાવીને ચહેરા પર ધીરે ધીરે મસાજ કરતા લગાડવું જેથી ત્વચામાં બરાબર ઊંડ ે ઊતરી જાય. પંદર મિનીટ પછી હુંફાળા પાણીથી ચહેરા ે ધોઇ નાખવો. જેથી ચહેરા પર ચીકાશ ન રહે. આ પછી ટોનર અને મોઇશ્ચરાઇઝર લગાડવું. આ કાર્ય અઠવાડિયામાં ત્રણ-ચાર વખત કરવું.
ત્વચાની રૂક્ષતા દૂર કરવા
બે ચમચા મલાઇમાં ચાર-પાંચ ટીપા કોપરેલ અને એક ચમચો મધ ભેળવવું. આ મિશ્રણને ચહેરા પર લગાડવું અને ૨૦ મિનીટ પછી ધોઇ નાખવું. કોટન પર ટોનર લઇને ચહેરાને સાફ કરી ફેસ ક્રીમ લગાડવું.આ પેકની ત્વચા પર કોઇ આડ અસર થતી નથી, તેથી નિયમિત કરી શકાય છે.
ટેનિંગ દૂર કરવા
બે ચમચા મલાઇ સાથેએક લીંબુનો રસ, બે ચમચા ગુલાબજળ અને એક ચમચો એલોવેરા જેલ ભેળવી શરીરના જે ભાગ પર સ્કિન ટેન થઇ થઇ હોય તેના પર લગાડવું. અડધો કલાક બાદ ભીના રૂથી સાફ કરવું. નિયમિત કરવાથી ફાયદો જણાશે.
ફેયરનેસ માટે
એક ટેબલસ્પૂન મલાઇમાં કેસરના ત્રણ-ચાર દોરા, એેક ચમચો લીંબુનો રસ અને એક ચમચો દહી , એક ટી સ્પૂન ચણાનો લોટ ભેળવી પેક બનાવી ચહેરા પર ૨૦ મિનીટ સુધી લગાડી રાખવું. અઠવાડિયામાં બે વખત કરવાથી ફાયદો થશે.
રોમ છિદ્રોને ક્લિન કરવા
એક બાઉલ મલાઇને ફીણી લેવી, જેથી તે પાતળી થઇ જશે. તેમાં રૂનું પૂમડું બોળી ચહેરો લુછવો. જેથી ચહેરા પરના છિદ્રોમાંની ગંદકી દૂર થઇ ક્લિન થશે.
ડેડ સ્કિન માટે
બે ટેબલસ્પૂન મલાઇમાં ઝીણી બ્રાઉન સુગર અને મધ ભેળવવું. આ મિશ્રણથી ચહેરા પર બરાબર સ્ક્રબ કરવું અને પાંચ મિનીટ રહેવા દઇ હુંફાળા પાણીથી ધોવું. અઠવાડિયામાં એક વખત કરવું.
- સુરેખા
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VkS3tI
ConversionConversion EmoticonEmoticon