શંભુ શરણે પડી, માંગુ ઘડી રે ઘડી, કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો


મહાવદ તેરસ એટલે મહાશિવરાત્રિ. ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવાનો દિવસ. દેવાધિદેવ ભગવાન શંકરને રીઝવવાનું ટાણું. શંભુ ભોળો હસ્હમેશ પોતાની દયા રાખવા તત્પર જ હોય છે. શરત માત્ર એટલી કે ભક્તે પણ એના જેવા ભોળા બનવું પડે. જાણી જોઈને ભોળપણ એમણે દેખાડયું હતું. હળાહળ ઝેર પીને. આપણા સૌનું અસ્તિત્વ એટલા માટે જ છે. તેથી કૃતજ્ઞાતા આપણી ફરજમાં આવે.

વિષ ગટગટાવીને નિલકંઠ કહેવાયેલા આ ભોળાનાથે આ ઘરાને ધબકતી રાખી છે. સાથોસાથ આ અવનીની તૃષા પણ છીપાવી છે જટામાં ગંગાધારણ કરીને. જીૈદ્બૅઙ્મી ન્ૈદૃૈહખ્ત શ્ ૐૈખ્તર ંરૈહૌહખ્ત નો મંત્ર એમનો જીવનમંત્ર છે. એમના અલંકારો અને વસ્ત્રો બાબતે આપણે સૌ સુવિદિત છીએ. એમના સાદા જીવન અને ઉચ્ચ વિચારોને લીધે એ સર્વ દેવોમાં પ્રિય છે. રામ અને રાવણ પણ એમના પરમ ભક્ત હતા.

ભગવાન ભોળાનાથને એમના જેવા ભોળા ભક્તો જ વધુપ્રિય છે. ભોળા બન્યા વગર એમની કૃપા જલદી મળતી નથી. ભોળા બનવું એટલે છળકપટ અને છેતરપિંડી વિનાનું જીવન. આ બંને શબ્દો દરેકે પોતાની જાતને લાગુ પાડવાના છે. શિવોઅહમનો મતલબ જ મનુષ્યમાં બેઠેલા જીવ સાથે તાદાત્મ્ય ધરાવે છે. કહેવાય છે કે જીવ એ જ શિવ અને શિવ એ જ જીવ. માટે જ આપણી સાથે શિવજીનું એક પ્રકારે અપમાન થયું કહેવાશે. કોકનો જીવ રાજી કરશું તો શિવ પણ રાજી રાખશે.

અને બીજુ ઓમ બોલતી વખતે હોઠોનોં આકાર શૂન્ય જેવો થાય છે. મતલબ, શૂન્ય બનીશું તો જ શિવનાદ સંભળાશે. શૂન્ય બનવું એટલે આસક્તિ રહિતનું જીવન. શૂન્યની તાકાતથી આપણે સૌ પરિચિત છીએ. ચાલો, ભગવાન આશુતોષને આરાધીએ..

- અંજના રાવલ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/329ugy9
Previous
Next Post »