રસ્તા પર પીળા પ્રકાશની સોડિયમ લાઇટનું વિજ્ઞાાન


મોટા શહેરના રસ્તાઓ પર રાત્રિ દરમિયાન પ્રકાશ પાથરવા વધુ ક્ષમતાવાળી તેજસ્વી લાઇટ જરૂરી છે. મોટા ભાગે આ માટે પીળો પ્રકાશ વેરતી સોડિયમ લાઇટનો ઉપયોગ થાય છે. મરક્યુરી, ટયુબલાઇટ અને હેલોજનના આકર્ષક સફેદ પ્રકાશને બદલે પીળા પ્રકાશની પસંદગી પાછળ વિજ્ઞાાન સમાયેલું છે.ળ

સફેદ પ્રકાશ કેટલાક માધ્યમમાંથી પસાર થાય ત્યારે સાત રંગમાં વહેંચાઈને રંગબેરંગી કુંડાળા દેખાય છે. વાતાવરણમાં વરસાદના ફોરા હોય ત્યારે આ પ્રક્રિયા વધુ જોવા મળે છે અને ટ્રાફિકને અડચણરૂપ થાય છે. સોડિયમ લાઇટનો પીળો પ્રકાશ એકસરખો ફેલાય છે અને વક્રીભવન થતું નથી. સોડિયમ લાઇટની ક્ષમતા પણ વધુ છે. એક વૉટની ટયુબ કરતા એક વૉટની સોડિયમ લાઇટ વધુ પ્રકાશ આપે છે. કાર અને અન્ય વાહનોની હેડલાઇટ પણ પીળા પ્રકાશવાળી રાખવાનું પણ આવું જ છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2wDFUFR
Previous
Next Post »