શ્રીમદ્ ભગવદ્ગીતા : વિશ્વનો એક માત્ર ગ્રંથ જેની જયંતિ ઉજવાય છે


ગીતાજીનું અધ્યયન વૈકુંઠ સુખ આપનારૃ છે. ગીતાજી જ્ઞાાનનો સાગર છે. ગીતાજી ભગવાન શ્રીકૃષ્ણની ઝોળી અને સ્વર્ગનું કલ્પવૃક્ષ છે.

ગીતા સુમીતા કર્તવ્યો કિમન્યૈ : શાસ્ત્રવિસ્તર :।યા સ્વયં પદ્મામસ્ય મુખપદ્યાદ્વિનિ :સૃતા ।।

સ્વયં વિષ્ણુના મુખારવિંદમાંથી નીકળેલા ગીતાશાસ્ત્રન ગાવા અને પાળવા જેવું મહાફળદાયક કર્તવ્ય હોવા છતાં અન્ય શાસ્ત્રોની ગડમથલમાં પડવાની શી જરૃર છે ?

- મહર્ષિ વ્યાસ

ભગવાન શ્રીકૃષ્ણે સ્વયં કહ્યું છે કે 

'ગીતા મે હૃદયં પાર્થ ગીતા મેં સારમુત્તમય ।ગીતા મે જ્ઞાાનમૃત્યુગ્રં ગીતા મે જ્ઞાાનમવ્યયમ્ ।।

ગીતા મારૃ હૃદય છે ગીત મારો

ઉત્તમ સાર છે ગીતા મારૃ અતિ ઉગ્ર જ્ઞાાન છે. ગીતા મારૃ અવિનાશી જ્ઞાાન છે.

ગીતા મારૃ શ્રેષ્ઠ નિવાસ સ્થાન છે.

ગીતા મારૃ પરમપદ છે ગીતા મારૃ પરમ રહસ્ય છે અને ગીતા મારો પરમ ગુરૃ છે.

- ભગવાન શ્રીકૃષ્ણ

શ્રીમદ્ ભગવદ્ ગીતા વિશ્વધર્મનો એ એક સર્વોત્કુષ્ટ ગ્રંથ છે. વિશ્વમાં 'ગીતાજી' જ એવો ગ્રંથ છે. જેની જન્મ જ્યંતિ ઉજવવામાં આવે છે. મહાત્મા ગાંધીજીએ હરિજન બંધુ(૧૨-૮-૩૪)માં લખ્યું છે કે 'મને કોઈ ધર્મ સંક્ટ આવે એટલે હું ગીતા માતાનું શરણ લઉ છું. અને શરણાગત મને એણે સદાય પથ પ્રદર્શન કર્યું છે. ગીતામૃત પાન કરવું હોય તો ગીતાપાઠ શ્રદ્ધાપૂર્વક કરવો જોઈએ.' ગીતાના ૭૦૦ શ્લોક જીવનમાં અને મરણમાં છત્ર છાયા બની ઉભા રહે છે.

ગીતા ના અધ્યાયમાં વૈવધ્ય છે.

૧) અધ્યાય પહેલો : અર્જુન વિષાદયોગ 

૨)અધ્યાય બીજો- સાંખ્ય યોગ અર્જુનને આત્મજ્ઞાાનનો ઉપદેશ છે. 

સ્થિર બુદ્ધિ પુરૃષનાં લક્ષણ અધ્યાય ત્રીજો- કર્મયોગ- જ્ઞાાન અને કર્મ વિષે અર્જુનની શંકાનું નિવારણ.

અધ્યાય ચોથો - કર્મ બ્રહ્માર્પણ યોગ યોગી મહાત્મા પુરૃષોનું આચરણ અને તેનો મહિમા- જ્ઞાાનનો મહિમા.

અધ્યાય પાંચમો- કર્મ સંન્યાસ યોગ- જ્ઞાાનયોગનો વિષય- ભક્તિ સહિત ધ્યાન યોગનું વર્ણન.

અધ્યાય છઠ્ઠો-  સાંખ્ય. સંયમ યોગ મનના નિગ્રહનો વિષય ધ્યાન યોગીનો મહિમા

અધ્યાય સાતમો- જ્ઞાાન વિજ્ઞાાન યોગ

જગતમાં ઇશ્વરની વ્યાપક્તાનું કથન.

અધ્યાય આઠમો- અક્ષર બ્રહ્મયોગ ભક્તિયોગનો વિષય. અર્જુનના સાત પ્રશ્નોના ઉત્તર

અધ્યતા નવમોે- સર્વોત્તમરૃપથી ઇશ્વરના સ્વરૃપનું પ્રભાવસહિત દર્શન

અધ્યાય દશમો- વિભૂતિ યોગ. ભગવાને કરેલું પોતાની વિભૂતિઓનું તથા યોગ શક્તિનું કથન.

અધ્યાય અગીયારમો- વિશ્વરૃપ દર્શન ભગવાને કરેલું પોતાના વિશ્વરૃપનું વર્ણન. અનન્ય ભક્તિનું કથન.

અધ્યાય બારમાં- ભક્તિ યોગ ભાગવત્ પ્રાપ્તિવાળા પુરૃષોનાં લક્ષણ.

અધ્યાય તેરમો- ક્ષેત્ર ક્ષેત્રસ વિભાગ યોગ

ભગવાને સમજાવેલો, જ્ઞાાનસહિત ક્ષેત્ર તથા ક્ષેત્રસનો વિષય.

અધ્યાય ચૌદમાં- ત્રિગુણ વિભાગ યોગ ભગવાને કરેલો જ્ઞાાનનો મહિમા સત્ય, રજસ અને તમસનું વર્ણન.

અધ્યાય પંદરમો- પુરુષોત્તમયોગ ભગવત્ પ્રાપ્તિ ઉપાય

અધ્યાય સોળમો- દૈવસુર સંપત્તિ ભાગ યોગ

આસુરી સંપત્તિવાળાનાં લક્ષણ અને તેની અધોગતિનું કારણ.

અધ્યાય સત્તરમો- શ્રદ્ધાત્રય વિભાગ યોગ શ્રદ્ધાનું સ્વરૃપ અને શાસ્ત્ર વિરોધ ઘોર તપ કરનારાનો વિષય.

અધ્યાય અઢાર :- મોક્ષ સંન્યાસ યોગ સંન્યાસ અને ત્યાગનું તત્ત્વ. ગીતાજીનું મહાત્મ્ય.

અઢારમાં અધ્યાયમાં સમસ્ત ગીતા શાસ્ત્રનો આશય અને વેદોનું તાત્પર્ય આવે છે. ગીતાના અઢારે અધ્યાયનો પાઠ કરવાથી જ્ઞાાનરૃપી સિધ્ધીને પામે છે. 'ગીતા' એવા ઉચ્ચાર સહિત મરે તે સદ્ગતિને પામે છે. ગીતાજીનું અધ્યયન વૈકુંઠ સુખ આપનારૃ છે. ગીતાજી જ્ઞાાનનો સાગર છે. ગીતાજી ભગવાન શ્રીકૃષ્ણની ઝોળી અને સ્વર્ગનું કલ્પવૃક્ષ છે.

- બંસીલાલ શાહ 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34RHAI7
Previous
Next Post »