વિદ્યા+વિત્ત+વિવેક = સમૃદ્ધ જીવન અંગરાજાનું વર્ણન


લક્ષ્મી અને સરસ્વતીની ચડસાચડસી કાયમ ચાલતી રહી છે. લક્ષ્મી વિષ્ણુ ભગવાનનાં સહધર્મચારિણી છે. તો સરસ્વતી સૃષ્ટિના સર્જક બ્રહ્માની પુત્રી છે. લક્ષ્મીના આશ્રિત ધનકુબેરો લોકોપયોગી કાર્યો કરી શકે છે

ેંઝ્રઙ્મિંીેંગ્વ્થ્શહ્લઊંયદ્વછિંઋશિંઊંપ્ર-

-ઊંશવ્શ્રરશ્નેંઊંપ્છ જ્ઞફ ઝિંશશ્ન।ફ ટ્ટ ળ  

દ્વ્વ્ેપ્ ેંઙ્મઝ્ હિંઝ્રરૂ।પ્ ટ્ટ પ્યટપ્

ેશ્નઊંયશ્ન  દ્વમ્પ્ેંઙ્ઘ ।પ્યશ।રૂ।ફપ્ ળળ

- ઝઠ્ઠઢશ્નછૈ્ (૬.૨૯) 

(નૈસર્ગિક રીતે હમેશાં એક-બીજાથી દૂર રહેતાં લક્ષ્મી અને સરસ્વતી આ અંગરાજામાં ભેગા મળીને રહે છે. તું તારા રૂપ અને સત્યવાદી વાણીથી તું તેમાં ત્રીજી થવાને (પત્ની થવાને) યોગ્ય છે.)

મહાકવિ કાલિદાસ વિદર્ભના રાજા ભોજની બેન રાજકુમારી ઈન્દુમતીના સ્વયંવરનું વર્ણન કરે છે. લગ્નના ઉમેદવાર બધા રાજાઓ હારબંધ ગોઠવાઈ ગયા છે. ઈન્દુમતી એની સેવિકા સુનંદા સાથે વરમાળ લઈને આવે છે. એક પછી એક રાજા પાસે આવીને ઊભી રહે, એટલે સુનંદા તેમનાં વખાણ કરે. પણ ઈન્દુમતીનું મન માને નહિ, એટલે ત્યાર પછીનાનો વારો. એમ કરતાં રાજકન્યા અંગરાજ પાસે આવે છે. સુનંદા થોડા શબ્દોમાં તેમનું સુંદર વર્ણન કરે છે. કાવ્યમાં વાણી સુનંદાની, પણ શબ્દો કવિ કુલ-ગુરુના. એક જ શ્લોકમાં કેટલું બધું કહી જાય છે!

લક્ષ્મી ધનની દેવી છે, સરસ્વતી વિદ્યાની. સૌને અનુભવ છે કે જ્યાં પૈસા હોય ત્યાં વિદ્યા નથી હોતી, અને જ્યાં વિદ્વત્તા હોય, ત્યાં ધન હોતું નથી.

લક્ષ્મી અને સરસ્વતીની ચડસાચડસી કાયમ ચાલતી રહી છે. લક્ષ્મી વિષ્ણુ ભગવાનનાં સહધર્મચારિણી છે. તો સરસ્વતી સૃષ્ટિના સર્જક બ્રહ્માની પુત્રી છે. લક્ષ્મીના આશ્રિત ધનકુબેરો લોકોપયોગી કાર્યો કરી શકે છે. 'નિર્જળ વાણ નવાણ ગળાવો, વાવ કૂવા, નદી તીર, તળાવો દેવાલયો, વિદ્યાલયો, ઔષધાલયો, મહાલયો બંધાવી શકે છે. લક્ષ્મીનંદનો ફિશિયારી મારતા હોય છે કે તેઓ ભલભલા પંડિતોને નોકરીમાં રાખી શકે છે. તો સરસ્વતીના સાધકો કહે છે કે તે પ્રજાની સંસ્કૃતિ અને સંસ્કારની રખવાળી કરે છે. જ્ઞાાન અને સદ્વિચારને આગળ ધપાવી શકે છે. સારસ્વત ધન કુબેરોને કહી શકે છે, કે તમે સોનાના સિંહાસને બિરાજો છો. તો અમારૂં આસન પ્રત્યેક પ્રજાજનના હૃદયમાં છે.

જ્યારે આ બંને દેવીઓ હળીમળીને ચાલે છે, ત્યારે ચમત્કારો થાય છે. મહાન મૌર્ય સામ્રાજ્યનું નિર્માણ થાય છે. સિદ્ધહેમ ગ્રંથની રચના થાય છે. મનુષ્ય ચંદ્ર ઉપર પગ મૂકે છે, અને મંગળયાન મંગળ સુધી પહોંચે છે.

એટલે સુનંદા કહે છે કે અહીં લક્ષ્મી અને સરસ્વતી ભેગાં રહે છે. તું તારી પ્રભાવશાળી કાન્તિ, અને સત્યના સંકલ્પથી શોભા, સત્કર્મ અને સુખાકારીમાં વધારો કરી શકે. સ્વાભાવિક જિજ્ઞાાસા થાય તો જાણી લઈએ, કે ઈન્દુમતીએ અંગરાજને ન સ્વીકાર્યા, તે વધુ મહાન પુરુષની શોધમાં હતી. તે આગળ જઈ રઘુવંશના અજરાજાને વરમાળા પહેરાવે છે. આ અજના પૌત્ર તે શ્રીરામ થયા.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2DUzO4h
Previous
Next Post »