
ગુલામને એક આંખ હતી જ નહિ. બીજી ઝાંખી હતી. તે છતાં તે અવનવી આગાહીઓ કરીને પંડિતને ઉપરાઉપરી આશ્ચર્યચકિત કરતો હતો
સંસ્કાર સંસ્કૃતિ સાહિત્યના આ વેપારને ભાષાની ભીંતો ય નડતી નથી અને અગમ્ય પહાડ પર્વતો રણ તથા સાગર મહાસાગરો પણ રોકી શકતાં નથી
જૂના જમાનામાં જે પ્રવાસીઓ સાગર ખેડતાં કે જમીન પરના જોખમી માર્ગોમાંથી પસાર થતાં તેઓ મરી મસાલા શણ રૂ શાકભાજીનાં બીજની સાથે વાર્તાઓ પણ લઈ જતાં. એથી જ કેટલીક વાર્તાઓ ભલે હજ્જારો વર્ષની હોવા છતાં વિવિધ ભાષામાં જોવા મળે છે
ભણેલાઓને પણ ગણેલાઓની સહાય લેવી પડતી હોય છે. જેઓ માલિક કરતાં પણ વધુ જાણકાર છે, તેઓ ગુલામ કેવી રીતે રહી જતાં હશે ?
ચારે બાજુ ઠેર ઠેર આંખ ચિતરી શકો
આંખને આંખ સમજશો નહિ,
એ છે દ્રષ્ટિ કેરી પાંખ
બહારથી ભલે ઝાંખપ લાગે
ભીતરથી ભૂંસી નાંખે ઝાંખ
સમારિયામાં સંતો ઘણાં હતાં. જ્યોતિષિઓનો પાર નહિ. આગાહી કરનાર ભાવિકો ય ઘણાં ઘણાં પણ ઇઝરાઈલની વાત જ નિરાળી. આઝાદી મળ્યા પછી ઇઝરાઇલ વિદ્યા વ્યવસાયમાં વિશ્વમાં આગળ નીકળી ગયું. એવું કહેવાતું કે ત્યાંની વિદ્યાપીઠમાં ભણે નહિ તે પંડિત કહેવાય જ નહિ.
એશિયાના એક વેપારી પાસે બેસુમાર ધન હતું. આરબ આવીને તે વળી ઘણું વધારે કમાયો હતો. પણ માત્ર ધનવાન થવાથી શું ? માણસે પંડિત થવું જોઈએ. તે ઇઝરાઇલ પહોંચ્યો. ત્રણ વર્ષ સુધી ભણ્યો જ ભણ્યો. તેને લાગ્યું કે હવે તે અમીર છે, જ્ઞાાની છે, પંડિત છે, જાણકાર છે. વધુ આગળ અભ્યાસ માટે તે જેરૂસલામ ગયો. ત્યાં ભણ્યો. તેને થયું કે હવે મારે પાછા મારે દેશ જવું જઇએ.
પણ દેશાવરથી કંઈ ખાલી હાથે જવાય ?
તેણે ખૂબ સામાન ખરીદ્યો. જે અજાયબી નજરે પડી તે લઈ લીધી. ઊંચકાય નહિ એટલો બોજ ભેગો થઈ ગયો. કિંમતી ચીજોનો ય ભાર લાગતો હોય છે.
પાછું જવાનું મોટું રણ પસાર કરીને હતું. ઊંટ તો હતું પણ સાથીદાર જોઈએ અને વિશ્વાસુ. ગુલામ બજારમાંથી તેણે એક ગુલામ ખરીદ્યો. ત્યારે બીજી ચીજવસ્તુઓની જેમ જ ગુલામો ખરીદી શકાતા. ગુલામો વિશ્વાસુ સાબિત થતાં. તે જો ભાગી જાય તો મોટી સજા થતી. તેને સાંકળોથી બાંધી દેવામાં આવતો. મરણતોલ માર પડતો. તે મરી જાય તો ગુનો ગણાતો નહિ. તેના મૃતદેહને રઝળતો રખડતો ફેંકી દેવામાં આવતો. આકાશી પક્ષીઓ અને ગીધડાં જ તેની મિજબાની ઊડાવતાં.
આ અમીર જાણકાર જ્ઞાાની પંડિતે હબસી તો ખરીદ્યો. પણ તે એક આંખે આંધળો હતો. હબસીને પણ કાણો કહેવામાં આવતો નહિ. પંડિતો પોતાના તરફથી નીચું વેણ ઉચ્ચારતાં નહિ.
ખબર પડી કે ગુલામ એક આંખે જ જોઈ શકે છે, તે પણ ઓછું અને ઝાંખું એટલે અમીર ગુસ્સે થયો. ગુલામને કહે : ''તેં મને પહેલેથી કેમ કહ્યું નહિ કે તારે એક જ આંખ છે.''
''માફ કરજો'' તે હિબુ્ર હમાણે કહ્યું : ''બધાં માલિકો અમને જોઈ તપાસીને જ ખરીદે છે.''
''પણ ત્યારે તેં ભસી દીધું હોત....''
''અમ ગુલામોની તંદુરસ્તી જોવામાં ખરીદનાર બીજાું કંઈ જોતાં જ નથી. આપે પણ મારા વજ્ર દેહનો જ ખ્યાલ કર્યો.''
''તારું નામ શું છે ?''
''અમારા નામ નથી હોતા. અને જાતિથી ઓળખાવીએ છીએ. અમે હિબુ્ર હોઇએ એટલે બસ.''
અમીર જરા ઘૂંઘવાયો તો ખરો પણ સામાન વધારે હતો. અને ઊંચકવા માટે તો તગડો માનવી જોઈએ, આંખનું શું કામ ?
ઊંટ બરાબર સજી-ગોઠવીને તૈયાર થયું. સફર શરૂ થઈ. ''ચાલ.''
હમાલ કહે : ''માલિક, આપણે આમ એકલા જ નીકળી પડીએ, વિકટ લાંબા અવાવરૂ રણમાં, તેના કરતાં કોઇનો સાથ સથવારો હોય તો સારું, નહિ ?''
''અહીં વળી કોનો સાથ મળવાનો છે ?'' અમીર જાણકાર પંડિત માલિકે કહ્યું.
''દશ કોશ અગાઉ જ ઊંટની એક ખેપ ગઈ છે'' હમાલે કહ્યું : ''આપણે તો ઝડપ કરીએ તો તેમની સાથે થઈ જઈએ.''
જ્ઞાાની અમીર આશ્ચર્ય પામ્યો. તેણે પૂછ્યું, ''દશ કોશે કોઈ બીજી ખેપ ગઈ છે, એવું તું કેવી રીતે કહી શકે ?''
''જોઈને.''
''શું જોઈને ?''
''જે દેખાયું છે તે જોઈને. જે દેખાય છે, તે જોઈને. અને મારા માનવંતા માલિક, હું તો એટલે સુધી કહેવાની હિંમત કરૂં છું કે તે ખેપમાં બે માણસો છે, એટલે કે બે વેપારી. ઊંટ ભલે એક રહ્યું. પણ બોજ ઘણો ભારે છે. બંને સહ-પ્રવાસી કદાચ જુદી જુદી જાત-પાતના છે.''
આશ્ચર્યચકિત થયેલા અમીર જાણકાર પંડિતે પૂછ્યું : ''બીજાું શું તું જાણે છે ?''
''મારૂં માનવું છે,'' હબસી હમાલે એદ્રાક્ષી નચાવતાં કહ્યું : ''કે તેમના ઊંટની પણ મારી જેમ એક જ આંખ છે. એટલે કે તે ડાબી આંખે જોઈ શકતું નથી. અને તેની પીઠ પર જે બે ભારે કેરબાં એટલે કે બેરલ આજાુબાજાુ છે તેમાં એકમાં તેલ છે અને બીજી બાજાુના કાસ્કમાં દ્રાક્ષાસવ છે.''
ગુસ્સે થઈને એટલે કે ગુસ્સામાં ઘૂંવાફૂંવા થઈને લાયકાત પ્રાપ્ત પંડિત કહે : ''અરે ઓ અર્ધદ્રષ્ટિ, અને બાકીની અર્ધ ક્ષીણ દ્રષ્ટિ ! હું ચૂપ છું. એટલે તું મને મૂરખ બનાવે છે. હાંકે જ રાખે છે ? અગાઉ એક ખેપ ગઈ છે, એ મેં સાંભળ્યું, એક ઊંટના બે સફારી છે તે સાંભળીને ય હું મૌન રહ્યો, બન્ને જાુદી જાુદી જાતિપાતિના છે તે સૂણી હું ખામોશ રહ્યો, પણ એ ઊંટ તારી જેમ એકાક્ષી છે અને તે ય ડાબી બાજાુથી, એવું વળી તું કેવી રીતે કરી શક્યો ?''
''આ રણ ઉઘાડી કિતાબ જેવું છે,'' હબસી હમાલે કહ્યું : ''અને રેતીના કણ એ પુસ્તકના પવનથી ફડફડતા પાના છે. આપ અહીં જાુઓ હજાુર, અહીં ખાડો પડયો છે, રેતી વિંખાઈ છે, તે પર જે આકૃતિ આકાર પામી છે તે પરથી ઊંટ અહીં બેઠું હશે, એમ ના કહી શકાય ?''
''પણ ઊંટ એક આંખે આંધળું છે, એ તું કેવી રીતે કહી શક્યો ?''
''પસાર થતાં વૃક્ષોનાં પાંદડાંઓ જાુઓ નામદાર હમાલ હબ્સી કહે : ''તે બધાં એક જ બાજાુથી ખવાયા છે, જમણી બાજાુથી. ઊંટને ડાબી બાજાુનું ભોજન દેખાય તો જ તે એ તરફનાં પાંદડાં ખાય ને ? અને હજાુર, એક વાત કહેવાનું તો ભૂલી જ ગયો. એ ઊંટનો એક મોટો લાંબો દાંત પણ નહિ જ હોય !
''હવે તો તું હદ કરે છે ગુલામ !'' અમીર જાણકારે કહ્યું ? ખુલાસો કર.
''જે પાંદડાં ખવાયેલાં છે તેમાં એક એક ભાગ રહી ગયો છે, કે જ્યાં ઊંટનો દાંત ન હતો.''
હબસી હમાલ ઝીણી ઝાંખી આંખે સાબિતિઓ જ આપતો ન હતો, જે કંઈ તેણે જોયું હતું, અથવા તો જોયું હોય તેવી કલ્પના કરી હોય, તે જ તે કહેતો હતો.
આગળ પૂછવું કે નહિ, તેવા વિચાર કરતાં માલિકે પૂછ્યું : ''ઠીક, પણ તે ઊંટ ઉપર બે બાજુ બેરખાં છે, એક બાજાુમાં તેલ અને બીજી બાજુમાં દ્રાક્ષાસવ છે, એ વળી તું કઈ આંખે જોઈને કહી શક્યો ?''
''જે આંખે અગાઉની બીનાઓ કહી છે, તે જ આંખે મને કહ્યું કે ઊંટ જે માર્ગેથી પસાર થયું છે તેની એક બાજાુ જાડું, ગાઢું તેલ હતું. રેતી ઉપર ટપક્યું હોવા છતાં તેની ચિકાસ ગઈ ન હતી અને બીજી બાજુ દ્રાક્ષાસવ ટપકતો હતો, તે રેતીમાં પ્રવેશી જતો હતો અને માલિક સર જ્યાં મિઠાસ હોય ત્યાં કીડી આવી જ જતી હોય છે. ખાત્રી કરાવવા હમાલ હવે ''નામદાર જ્યાં કંઈ જ નથી, કંઈ જ હોવાની શક્યતા નથી ત્યાં મધનું એક ટીપું મૂકી જાુઓ. કોણ જાણે ક્યાંથી કીડીઓને ખબર પડી જશે. એક પછી એક એવી જમા થશે કે મધની નિશાની પણ ન રહે. રણની કીડીઓનું પણ એ જ કૌતુક છે.''
''થોભ. તું વળી એ કેવી રીતે કહી શક્યો કે તેલ અને દ્રાક્ષાસવ બેરલમાં છે.''
''સીધી વાત છે માલિક'' હબસી હમાલ કહે : ''અહીં બીજાું કોઈ વાસણ ચાલે જ નહિ. માટીની કોઠી અથડાઈ કૂટાઈને ફાટી જાય, કાષ્ટનું પાત્ર ઊંટને ખૂંચે તથા ટપક્યા વગર રહે નહિ.''
''તું કહે છે તેમ, આ પ્રવાહીઓ પણ ટપકતાં તો હતાં જ.''
''બેરલના ખૂણિયા વધુ વજન ઝીલી શકતાં નથી. એ ખૂણિયામાં સહેજ તીરાડ પડી કે ટપક શરૂ.''
''પછી બે પ્રવાસીઓ છે, બંન્ને જાુદી જાુદી જાતિના છે, એનું કલ્પન ?''
''બંન્ને ઊંટની બે બાજાુ ચાલતા હતા. બંન્નેના પગરખાં નાના મોટા અને અલગ ભાતના હતા, એક જણ ઊંટની નજીક ચાલતો હતો, બીજો જરા અંતર રાખીને ચાલતો હતો, એટલું કહીને ગુલામે ઊમેર્યું : ''જેમ આપ ચાલો છો, તેમ !''
''પૂછવું છે ઘણું'' માલિકે કહ્યું : ''પણ છેવટની એક વાતનો ખુલાસો કર કે બંન્ને દશ કોશ દૂર છે, એવી આંકણી તું કેવી રીતે કરી શક્યો ?''
''અહીંની રેતીનો નિયમ છે. તેની પરથી પસાર થતો પવન તેને આઘી પાછી કરે જ છે. એમાં જે સમય જાય છે, તે પરથી ગણતરી થઈ શકે છે. અડધા સમય પછી તો પવન એ બધાં જ પગલાં પૂરી દે છે. એટલા સમયમાં ઊંટ દશ કોશ પહોંચી શકે.''
આશ્ચર્ય ચકિત થતો ચકોર પંડિત, જેને તરતમાં જ પંડિતનો દાખલો મળ્યો છે, તે અને માત્ર અનુભવન કલ્પના અને સૂઝ સમજથી દુનિયા નિહાળતો હબસી હમાલ ગુલામ ઝડપથી ચાલતા હતા. વાતોને લઈને માર્ગ જલદીથી કપાતો હતો.
પંડિત અને હિબુ્ર સમયસર એટલે કે ગુલામે દર્શાવી હતી તે અવધિમાં જ પહોંચી ગયા. જ્યાં ઉપર મુજબના હુબહૂ પ્રવાસીઓ જતાં હતાં.
બંન્ને ખેપિયાઓ વચ્ચે દોસ્તી થઈ.
આ બાજાુ પંડિત જાણકાર તો એવો ખુશ થઈ ગયો કે તેણે આરબ સિક્કાઓની એક કોથળી હબસી ગુલામને આપી દીધી અને કહ્યું, ''આ રાખ પંડિત, અમે પહોંચીએ પછી તારે જ્યાં જવું હોય ત્યાં જજે. કહે છે કે કનાન જાુડિયા તથા ઇઝરાયેલના વતનીઓ પણ અહીં વસીને એટલા પંડિત થઈ જતાં હોય છે કે તેમને દાખલાઓની પણ જરૂર પડતી નથી. તેઓ જાતે જ દાખલા અને દસ્તાવેજ બની જતાં હોય છે. આવા જ્ઞાાની હિબુ્રને ગુલામ સ્વરૂપે રાખવાનો મને કોઈ અધિકાર નથી.''
ગુલામ કહે : ''જેટલા ગુલામ બનાવનારાઓ ગુનેગાર છે, તેટલાં જ ગુલામ બની રહેનાર પણ પીડિત છે જ. હું આ જ ધનથી ગુલામોને જાગૃત કરીશ અને મુક્તિનો મોરચો માંડીશ.''
આપણે ત્યાં કહેવાય છે : સા વિદ્યા યા મુક્તયે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2P0KHIl
ConversionConversion EmoticonEmoticon