વાચકની કલમ .


જિંદા-દિલ
એક વાર કે બે વાર પછી હું 

નથી કરતો વધારે આગ્રહ

બળજબરી સમજી હું, પછી નથી કરતો વધારે વિગ્રહ

નથી આપતો ઔપચારિકતાને વધુ માન

માન મોંઘેરા પર વધુ હું મરતો નથી,

હાંસી ઉડે તો ભલે ઊડે, 

હું ચૂપચાપ મારું કામ કરું છું,

કોઈ મને સાદ કરે તો

મુસીબતમાં હું મદદ બેફામ કરું છું,

પણ જ્યાં અવગણના મારી થાય ત્યાં

ફરી વાર ડગ હું ભરતો નથી,

આમ હું તાજો પણ ઓમ હું વાસી

આમ હું જીંદાદિલ પણ પ્રેમ નો પ્યાસી

પણ જ્યારે વાત નૈતિકતા ની આવે

ત્યારે કોઈ થી હું ડરતો નથી,

હું પ્રકાશ ભાષ્કર નો હું મર્મ માગશરનો

મોટી દિવેટ નો હું દિપક છું

વાયુના વેગથી હું ઠરતો નથી,

શરબતી સ્વાગત મને નથી ફાવતું

રત્નો છુપાયેલા છે આ હૃદય સાગરમાં

માટે, મદિરાના જામ લાવ તું

હું વગડાનો વનરાજ સાવજ છું

ઘાસ ક્યારેય હું ચરતો નથી

આત્માથી અવધૂત છું

વિચારોથી અદભુત છું

નિર્ણયથી મજબૂત છું

અનિશ્ચિત નિશ્ચય કરવા છતાં

નીકળી ગયા પછી, પાછો હું ફરતો નથી

મુશીબતોથી ઘેરાવાની મને આદત છે

ને એમાં થી બહાર નીકળવું એ જ 

મારી ઈબાદત છે

નથી મજા આવતી વસમી વેળા વગર

છીછરા પાણીમાં હુ તરતો નથી,

ન માપો મારું ગજુ મારી જાતિથી

ન પ્રખ્યાત કરો મને ખોટી ખ્યાતિથી

હા જે મારું છે એમાં હું હક જતાવીશ

ભાડાની ભીંત પર હું ચિત્ર મારુ કોતરતો નથી,

આવશો તો ભેંટી શકશો, નથી હું ઊંચો

લંબાઈ થી ઠીંગણો પણ, નથી હું નિંચો

નથી જીવ ચાલતો એક વાર ચડયા પછી

મારી ગરીમાંથી હુ કયારેય ઊતરતો નથી,

સમયસૂચકતા નથી સાચવતો એ મારી કુટેવ છે

મને થોડું મોડું કરવા ની ટેવ છે 

હા કામ તમારું અટકવા નહીં દવ

બોલ્યા પછી હું મુકરતો નથી,

પ્રેમ એ રમત છે સમજદારીની

ચાહ એ સમજ છે જવાબદારીની

સમજની સમજણ જે નાસમજ ને નથી 

એવી મુફલીશ મુહોબ્બત હું સ્વીકારતો નથી

પછી ભાવ વિહોણું ઇન્કાર-એ-ઇશ્ક હું કરતો નથી

કોઈ વાત કરે રંગીન તો કોઈ વાત કરે ગમગીન

મારા પર ફક્ત અસર મારી જ વાતનો

મારી મરજી વિરુદ્ધ ક્યારેય હું હસતો નથી,

બેદામ વસ્તુ નો દામ ન પૂછશો

મને મારું નામ ન પૂછશો 

હું વરસાદી વાદળ છું વર્ષાનો 

મારી તુ સિવાય ક્યારેય હું વરસતો નથી,

મન મૂકીને મને માણી લેજો

તો દરેક પળને ખિલાવી શકશો,

મને માપવાની કોશિશ કરશો નહિ,

તમારી સલાહ તમારી પાસે રાખજો, 

જો તમે મારી એક વાત માનશો,

આવું કહી શરમાવશો નહિ,

હાર્દ ના જીવન માં કોઈ શરતો નથી, 

કારણ કે હું પોતે મને અનુસરતો નથી.

- હાદક વ્યાસ

જિંદા-દિલ
ચાહતની વાત નિરાલી છે 

નિરાલી એની ભાત છે.

અહીં ઝૂબા ખોલવાની 

ન આવે આંખોને ઈશારે વાત છે.

કોણ છો? ક્યાંથી આવો છો? 

ગૌણ બધી આ વાત છે.

પૂછ્યું એટલે કહું છું 

મારી અવદશાનો ચિતાર છે.

જે અંજયા ભરી રાતોને 

ઈન્તજાર ભર્યું પ્રભાત છે.

લધર વધર હાલત જોઈ 

અજમેષ નજરે ન જુઓ

અહીં બેહાલ મજનૂઓની 

અમારી એક જાત છે.

કહો એને યાદ કરે છે 

રાત દિન ઈન્તજાર કરે છે.

ફના નથી થયો દીવાનો 

બસ તારા માટે હયાત છે.

મણિલાલ ડી. રૂધાણી

(રાણાવાવ)

ઉત્તમ નારી
ચાંદ સરીખું મુખડું તારું,

જ્યોતિ સરીખુ ચળકે ચોપાસ.

ગુલાબવર્ણી ગાલ છે તારા,

હસે તો ખીલે તારાં ખંજન.

ચંદ્રવર્ણી કાયા તારી,

ચાંદની ચારેકોર પથરાય.

હરણી જેવાં નયન તારાં,

નૈન કટાર એમાં જણાય.

દાડમ કળી જેવા દંત તારા,

હોઠ ખુલે તું મલકાય.

પાતળી શી કમ છે તારી,

આરી જેમ લચકાય.

મેઘ સમા કેશ છે તારા,

લટ બની પવને પથરાય.

કોકિલ કંઠી બોલી તારી,

સુણી સુમન મન હરખાય.

ચાલ છે તારી નાજૂક નાજૂક,

જોઈ જગ આખું મલકાય...

સુમન ઓઝા (ખેરાલુ)

ઉત્તમ નારી
ચાંદ સરીખું મુખડું તારું,

જ્યોતિ સરીખુ ચળકે ચોપાસ.

ગુલાબવર્ણી ગાલ છે તારા,

હસે તો ખીલે તારાં ખંજન.

ચંદ્રવર્ણી કાયા તારી,

ચાંદની ચારેકોર પથરાય.

હરણી જેવાં નયન તારાં,

નૈન કટાર એમાં જણાય.

દાડમ કળી જેવા દંત તારા,

હોઠ ખુલે તું મલકાય.

પાતળી શી કમ છે તારી,

આરી જેમ લચકાય.

મેઘ સમા કેશ છે તારા,

લટ બની પવને પથરાય.

કોકિલ કંઠી બોલી તારી,

સુણી સુમન મન હરખાય.

ચાલ છે તારી નાજૂક નાજૂક,

જોઈ જગ આખું મલકાય...

સુમન ઓઝા (ખેરાલુ)

પગલું સાહિત્ય સરવાણીનું
ભરી લઉં પગલું સાહિત્ય સરવાણીનું

ઘડીક ઉચ્ચારી લઉં ઓળખી લઉં

જ્ઞાાનગંગાને તીરે વિસ્તારી દઉં હાલ

સમાવી દઉં વિચાર મનોમન પામી

સાહિત્ય સરવાણીનું

અજવાળુ જ અજવાળુ

સાહિત્ય સરવાણીનું

તેજસ્વી રૂપ નિહાળું!

ભરી લઉં ડગલું સાહિત્ય સરવાણીનું

ઉપાડી લઉ ઘડીક ભારોભાર પ્રેરણા ધન

''પગલું સાહિત્ય સરવાણીનું

વિચાર ધોધ આપે બોધ

પગલું સાહિત્ય સરવાણીનું

અનુપમ ઉપમા દિલનું બંધના''

ભરી લઉં પગલું સાહિત્ય સરવાણીનું

હતું અજાણ તેને બનાવું ખુદની લાગણી.

હિતેશ આર.પટેલ (સાવન)

(બારડોલી)

હું અને તું
મૌનનો આધાર છીએ હું અને તું,

સાથનો સંસાર છીએ હું અને તું.

છે સમયના વ્હેણની કેવી અસર આ,

બાળકોનો ભાર છીએ હું અને તું.

સ્પર્શને વાગોળતા ઝળહળ હતા ત્યાં,

અંગથી લાચાર છીએ હું અને તું.

અંતરે હેલી ચઢે છે હેતની ત્યાં,

મેહ ઘેલી ધાર છીએ હું અને તું.

આંખમાં કાજળ હતા,

 વાદળ છવાયા, રાખનો અંગાર છીએ હું અને તું.

કાવ્યાલ્પ (અલ્પા વસા)

ફોરમ ફુલોની
લચી ડાળીઓ ફુલોના ઉપવનથી,

નમે તે ગમે છે, શું સંદેશ એનો?

ઉડે ભ્રમરો ત્યાં, પીએ પાન રસથી,

ગમે ત્યાં ગુંજે છે, રસવૃત્તિ પોષવાને,

છે, વૃત્તિ ભ્રમરની, અતી સ્વાર્થ છલથી,

છોડો સંગ તેનો, શીખો પુષ્પમાંથી,

અલ્પે મલીનતા ન પ્યારી પ્રભુને,

ધુએ ઝાકળેથી, શું સદૈવ તેને.

ને, આવી ડમરીઓ, રજોની ફરીથી,

ખર્યા પૂષ્પ ત્યાંથી, છોડી સંગ તરૂનો.

જીવન તેમનું છે, રંગે સૌરભથી,

સમર્પણ છે તેનુ, જીવનથીય ઉત્તમ.

પડીનેય, મહેંકે તે અત્તર બનીને,

શીખો માનવીઓ સબક શો મજાનો.

સી.જી. રાણા

(ગોધરા)

ચાંદની
એક ચાંદની સદા રાત્રે જ

નીકળી પડે છે ઘૂમવા ગગને

ખૂબ કરે છે જે, ભાળી સૂરજને!

કિન્નુ આજે લોકોએ 

કઈંક નવીન અનુભવ્યું-

સખત ગરમીમાં જાણે 

શિતલતા પ્રસરી રહી?

જોયું તો કોઈ યુવતી ધોળે દિવસે-

નીકળી પડી છે ફરવા 

નિર્ભયથી રાજમાર્ગે,

જાણે બીજી કોઈ ચાંદની રેલાઈ ગગને!

સુંદર શિતલ ઝળકતી ચાંદનીને ભાળી

સૂરજ પણ શરમાઈ ગયો...

સૂરજ પણ શરમાઈ ગયો...

ચંદ્રશેખર કે. જોષી

(ભિલોડા)

અમર પ્રેમ
રહે છે સાગરની જેમ છલકતો

ઝરણાની જેમ સુકાતો નથી.

વસંતની જેમ સદા રહે છે ખીલતો

પાનખરની જેમ ખરતો નથી.

સદા ચળકતો છે સિતારાની જેમ

ઉલ્કાની જેમ ખરતો નથી.

અખંડ જલે છે જ્યોત એની

શમ્માની જેમ બુઝાતો નથી.

સદા ખીલતો રહે છે બાગે દિલમાં

ગુલોની જેમ મુરજા તો નથી.

શ્વાસો સદા શ્વસે છે એના

પ્રેમ કુદી મરતો નથી.

મણીલાલ ડી.રૂધાણી

(રાણાવાવ)

નથી હવે તુને...
નથી સવાર તોય સંધ્યા લાગે છે

નથી બપોર તોય તાપ લાગે છે

નથી રાત તોય અંધકાર લાગે છે

નથી પાનખર તોય પાન ખરતાં લાગે છે

નથી ભૂકંપ તોય આંચકા લાગે છે

નથી તૂફાન તોય વિનાશ લાગે છે

નથી નડતો ગ્રહતોય શનિ લાગે છે

નથી ઉજાગરો તોય આંખ બંધ લાગે છે

નથી જખમ તોય પીડા લાગે છે

નથી કોઈ શબ્દો હવે જંજાળ લાગે છે

નથી કિનારો બધે તુફાન લાગે છે

નથી આનંદ ને કાળ ગબડતો લાગે છે

નથી માયુશી તોય આંખે દરિયો લાગે છે

નથી ભૂલાયો પ્રેમ મહા અકસ્માત લાગે છે

વહે યાદને અસ્તિત્વનો ભાર લાગે છે

નથી હવે તુ ને જીવન સ્મશાન લાગે છે.

'મીત' (સુરત)

પ્રથમ પ્રણયને વખતે
રણની રેત ભીની હતી 

પ્રથમ પ્રણયને વખતે,

હવે તો મૃગજળ જ મારી પ્યાસ બુજાવે છે.

વેદનાનો દરિયો લઈ બેઠો છું દિલમાં,

નદી હાથ પકડીને કિનારો બતાવે છે.

દર્દ સંગ પનારો પડયો છે વર્ષોથી મારો,

પીઠ પાછળ પડેલા ઘાવ એ ગણાવે છે.

નયન ફરતે પાળ કરી છે પથ્થરની,

તો પણ એ રાતભર રડાવે છે.

લાગણી નીચોવી ત્યારે નીકળ્યા શબ્દો,

જખ્મોની યાદી સમી સાંજે લખાવે છે.

એના મળવાથી  ભાગ્યશાળી માનતો પોતાને,

હવે લાગણીનું પ્રતિબિંબ દેખાડી ડરાવે છે.

દિવસ તો નીકળી જાય છે યાદોના સહારો,

સપનામાં આવીને રાતભર સતાવે છે.

રાહત મેળવવા ઊભો છું સૂરજના પડછાયે,

એ સુરજને ભઠ્ઠીમાં જોરદાર તપાવે છે.

પાગલ થયો છું એના  પ્રણયને પામવા 'રાજ'

ગાંડામાં કરી ગણતરી એ બધાંને હસાવે છે.

રમેશકુમાર એલ.જાંબુચા ''રાજ''

(દિલહર બંગ્લોઝ, ભાવનગર)



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2DYwKUK
Previous
Next Post »