શા માટે પ્લેન હોય છે સફેદ ? જાણો શું છે તેનું કારણ


નવી દિલ્હી, 9 ઓક્ટોબર 2019, બુધવાર

દેશ, વિદેશમાં યાત્રા કરવા માટે પ્લેનનો ઉપયોગ ઘણીવાર તમે કર્યો હશે. બાળકો માટે તો આકાશમાં જોવા મળતું પ્લેન પણ કુતૂહલનો વિષય હોય છે. પરંતુ આ પ્લેન જોઈ તમને ક્યારેય વિચાર આવ્યો છે કે મોટાભાગના પ્લેનનો રંગ સફેદ શા માટે હોય છે? આજે જાણો શા માટે પ્લેનનો રંગ સફેદ હોય છે. 

પ્લેન સફેદ હોવા પાછળનું કારણ વૈજ્ઞાનિક છે. સફેદ રંગ ઊર્જાનો કુચાક હોય છે. એટલે કે તે સૂર્યની કિરણોને પરિવર્તિત કરવાની ક્ષમતા રાખે છે. તેવામાં પ્લેનની બહારની બાજુ વધારે ગરમ થતી નથી. તેથી પ્લેન સફેદ રંગના રાખવામાં આવે છે. 

પ્લેન જેટલું મોટું હોય છે તેટલા વધારે મુસાફરો તેમાં સવારી કરે છે. મોટી સંખ્યામાં મુસાફરો હોવાથી જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય તો તેનાથી જાનમાલને નુકસાન પણ વધારે થાય છે. તેવામાં જો પ્લેનનો રંગ સફેદ ન હોય તો તેની બહારની બાજુ વધારે ગરમ થઈ શકે છે અને તેના કારણે દુર્ઘટના સર્જાઈ શકે છે. આ સાથે જ જો કોઈ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થાય તો તેને તેના સફેદ રંગના કારણે ઝડપથી શોધી શકાય છે. 




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/322mQMq
Previous
Next Post »