આણંદ, તા.11 ઓક્ટોમ્બર 2019, શુક્રવાર
સમગ્ર આણંદ જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસાએ ઓવરટાઈમ કર્યો હતો. જેને લઈ જિલ્લામાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાવવાના કારણે તથા ભેજવાળા વાતાવરણને લઈને મચ્છરોનો ઉપદ્રવ બેફામ બનતા મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. ખાસ કરીને છેલ્લા ૧૦ દિવસથી જિલ્લામાં ડેન્ગ્યુના કેસ સરકારી ચોપડે નોંધાયા હતા. આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવી ગયું છે.
છેલ્લા એક સપ્તાહથી સમગ્ર આણંદ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાએ વિરામ ફરમાવ્યો છે. જો કે વાદળછાયા વાતાવરણ વચ્ચે ભેજવાળુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. ચાલુ વર્ષે ચોમાસાની સિઝન ઘણી લાંબી ચાલી હતી અને ઓક્ટોબર માસના પ્રારંભ સુધી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વરસાદી માહોલના કારણે જિલ્લામાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાતા મચ્છરજન્ય રોગચાળો વકર્યો હોવાનું જોવા મળી રહ્યું છે. ચોમાસાના ઓવરટાઈમથી જિલ્લાવાસીઓ બિમારીઓના અજગરી ભરડામાં આવી ગયા છે. ગત મે માસ દરમ્યાન જિલ્લામાં કુલ ૨૮ લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. જે પૈકી ત્રણ દર્દીઓના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા.
જુલાઈ તેમજ ઓગષ્ટ માસમાં પણ ત્રણેક ડેન્ગ્યુના કેસ નોંધાયા હતા. પરંતુ સપ્ટેમ્બર માસમાં ચોમાસાનો માહોલ જામતા જિલ્લાના પેટલાદ, સૈયદપુરા, વિરસદ, જોળ તથા કઠાણામાંથી કુલ ૮ ડેન્ગ્યુના કેસ મળી આવ્યા હતા. ઓક્ટોબર માસની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ૩૪ લોહીના નમૂના લેવામાં આવ્યા છે. જે પૈકી ૧૩ દર્દીઓના ડેન્ગ્યુના રીપોર્ટ પોઝીટીવી આવ્યા છે. જેમાં બામણગામ, ગલીયાણા, વિશ્નોલી, મોગરી, સિંહોલ, બાકરોલ, ઉંદેલમાંથી એક-એક અને પેટલાદ, ઈસરામા અને હાડગુડમાંથી બે-બે એમ કુલ ૧૩ વ્યક્તિઓને ડેન્ગ્યુ થયો હોવાનું માલુમ પડતા આ તમામ વ્યક્તિઓ હાલ જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2pfXv2M
ConversionConversion EmoticonEmoticon