(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા.05 ઓક્ટોમ્બર 2019, શનિવાર
એક જાડી-ભદ્દી યુવતીનાપાત્રથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનારી અભિનેત્રી ભૂમિ પેડણેકરે આજે બોલીવૂડમાં પોતાની આગવી ઓળખ સ્થાપી દીધી છે. તેણે 'ટોયલેટ, શુભ મંગલ સાવધાન' જેવી ફિલ્મોમાં કામ કરીને દર્શકોના દિલ જીતી લીધા છે.
સાઉથ કોરિયામાં આયોજિત બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભૂમિ પેડણેકરને 'ફેસ ઓફ એશિયા એવોર્ડથી નવાજમાં આવી છે. તેણે ઇન્સ્ટાગ્રામના પોતાના એકાઉન્ટ પર ફોટો શેયર કરીને આ વાતની જાણકારી આપી છે.ઇન્ટરનેશનલ એવોર્ડ મેળવ્યા બદલ એક ઇન્ટરવ્યુમાં ભૂમિએ કહ્યું હતુ ંકે, '' મને એ વાતની ખુશી છે કે, મારું કામ બુસાનમાં રહેલા મારા દર્શકો અને આલોચકોને પસંદ પડયું છે. આ મારી પહેલી આંતરરાષ્ટ્રીય જીત છે જેના પર મને ગર્વ છે. મને હંમેશાથી મહત્વપૂર્ણ સામાજિદ સંદેશો આપનારી ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા રહી છે. અત્યાર સુધીમેં મારી આ ઇચ્છા અને પસંદગીને ઇમાનદારીથી નિભાવી છે. મને એવા સિનેમાનો હિસ્સો બનવું છે જેને ભવિષ્યમાં પણ યાદ કરવામાં આવે.''
ભૂમિ હાલ તેની આવનારી ફિલ્મ 'સાંડ કી આંખ' થી લઇને ચર્ચામાં છે. આ ઉપરાંત તે 'બાલા, પતિ-પત્ની ઔર વો, ભૂત પાર્ટ વન, ધ હોન્ટેડ શિપ, ડોલી કીટી ઓર વો ચમકતે સિતારેમાં જોવા મળશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31W9Ess
ConversionConversion EmoticonEmoticon