હું ૧૭ વરસની વિદ્યાર્થીની છું. મારા નખની નીચેના ભાગમાં મેલ જમા થઇ ગયો છે તેને દુર કરવાના ઉપચાર જણાવશો.
હું ૧૯ વરસની યુવતી છું. એક-બે વરસથી મને ચહેરા પર ખીલ નીકળે છે. મારી ત્વચા તૈલીય છે તે જાણશો. મારી આ સમસ્યાના નિવારણ કાજે ઘરગથ્થુ ઉપચાર જણાવશો.
- એક યુવતી (બિલીમોરા)
હું ૧૮વરસનો યુવક છું. મારી ત્વચા તૈલીય છે. ચહેરા પર ખીલ થતા હતા. હવે તે જગ્યાએ ખાડા થઇ ગયા છે. મેં દવા પણ લીધી છતાં પણ ખીલ તો હજી થાય છે.
- એક યુવક (નવસારી)
* આ ઉંમરે હોર્મોન્સના પ્રમાણમાં ફેરફાર થવાથી ખીલની સમસ્યા વધી જતી હોય છે. આ ઉપરાંત તૈલીય ત્વચાને કારણે પણ ખીલની તકલીફ વધી જતી હોય છે. તમારી ત્વચાને સાફ રાખવી જરૂરી છે. દિવસમાં બે-ત્રણ વખત તથા રાતના સૂતાં પૂર્વે ક્લિંજિંગ મિલ્કથી ચહેરો સાફ કરી એસ્ટ્રીજન્ટ લગાડવું.
દિવસનાં ૧૦-૧૫ ગ્લાસ પાણી પીવું. ભોજનમાં પાંદડાયુક્ત ભાજી, મોસમી ફળ, સલાડનું પ્રમાણ વધારવું. તળેલી મસાલેદાર વાનગીઓનું પ્રમાણ નહીંવત કરવું. લીમડો અને ફૂદીના નાના પાનને રાતના પાણીમાં પલાળી રાખવા અને તેનાથી ચહેરો ધોવો. મુલતાની માટીમાં લીમડાનો અને સંતરાનો પાઉડર સમાનમાત્રામાં ભેળવી ગાજર અને ટામેટાનો રસ મિક્સ કરી પેસ્ટ બનાવી ચહેરા પર લગાડવું. નિયમિત કરવાથી ફાયદો થશે.
હું ૧૭ વરસની વિદ્યાર્થીની છું. મારા નખની નીચેના ભાગમાં મેલ જમા થઇ ગયો છે તેને દુર કરવાના ઉપચાર જણાવશો.
- એક યુવતી (સુરત)
* હુંફાળા પાણીમાં એક ચમચો શેમ્પૂ અને અડધો ચમચો લીંબુનો રસ ભેળવી આ પાણીમાં દસ મિનિટ સુધી હાથ ડૂબાડી રાખવા. મેનિક્યોર કરવાના સેટમાંથી ઓરેન્જ સ્ટિક પર રૂ લગાડી મેલ કાઢી નાખવો.
હું ૧૭ વરસની યુવતી છું. મારી ગરદનનો રંગ મારા ચહેરા કરતાં ઘેરો થઇ ગયાં છે. જેથી હું ખુલ્લા ગળાના પોષાક પહેરી શકતી નથી. મારી આ સમસ્યાના નિવારણ કાજે ઉપચાર જણાવશો.
- એક યુવતી (ગુજરાત)
* તમારી સમસ્યા પરથી જણાય છે કે તમે ગરદનની સ્વચ્છતા પર બરાબર ધ્યાન આપતાં નથી. ચાર ચમચા મુલતાની માટી માં બે ચમચા ચંદન પાઉડર, એક ચમચો ચણાનો લોટ, અડધી ચમચી હળદર, ૨ થી ૪ ટીપાં ભેળવી પેસ્ટ બનાવી ગરદન પર લગાડવું. સુકાઇ જાય બાદ પાણીથી ધોઇ નાખવું. સ્નાન પૂર્વે નિયમિત આ પેસ્ટ લગાડવાથી ફાયદો થશે. ત્વચાને તડકાથી રક્ષણ આપવું. તડકામાં બહાર જતી વખતે સનસ્ક્રીન લૉશન લગાડવું. છત્રીનો ઉપયોગ અવશ્ય કરવો.
હું ૨૦ વરસની યુવતી છું. મારી સમસ્યા એ છે કે મારા વાળ રૂક્ષ છે. તથા ખોડો પણ થઇ ગયો છે. મારા વાળ મુલાયમ કરવા તથા ખોડો દૂર કરવાના ઉપચાર જણાવશો.
- એક યુવતી (ભાવનગર)
* વાળની સ્વચ્છતા પર પૂરતું ધ્યાન આપવું જરૂરી છે. અઠવાડિયામાં ત્રણ વખત પ્રોટીનયુક્ત શેમ્પુથી વાળ ધોવા. વાળ ધોતાં પૂર્વે વાળમાં તેલ માલિશ કરવું. ત્યાર બાદ જાડા ટુવાલને ગરમ પાણીમાં ભીંજવી વાળને લપેટવું. આ રીતે ત્રણ-ચાર વખત કરવું. આ ઉપરાંત એક ચમચો મહેંદીમાં બે ચમચા શિકાકાઇ પાઉડર, એક કપ દહીં અને ઇંડાની જ રદી ફીણને નાખવી.
આ હેરપેક વાળ પર લગાડવું. બે કલાક બાદ વાળ ધોવા. અઠવાડિયે બે વખત કરવું. તમારા વાળ રૂક્ષ હોવાથી વાળમાં તેલ નાખી આ હેરપેક લગાડવું. રોજિંદા આહારમાં પ્રોટીન યુક્ત આહારનું પ્રમાણ વધારવું. મોસમી ફળ, શાક, દૂધ, પનીર, દહીં, સોયાબીન, ફણગાવેલા કઠોળ, દાળનું પ્રમાણ વધારવું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Orfk9O
ConversionConversion EmoticonEmoticon