
* સસલાં રૂપાળા, મુલાયમ રૂવાંટીવાળા અને રમતિયાળ પ્રાણી છે. બાળકોને સસલાં પ્રિય હોય છે. સસલા ઇ.સ.પૂર્વે ૩૦૦ થી લોકપ્રિય પાલતુ પ્રાણી છે. રોમન સમ્રાટો સસલાં પાળતાં .
* સસલાં બે પ્રકારના હોય છે. 'રેબિટ' અને 'હેર'. આ બંને અલગ પ્રકારના પ્રાણી છે.
* સસલાંને ૨૮ દાંત હોય છે. તે જેમ જેમ ઘસાય તેમ મોટાં થતાં જાય છે.
* સસલાં ૩૬૦ અંશને ખૂણે ચારે તરફ જોઈ શકે છે.
* સસલા ૩૦ થી ૩૫ કિલોમીટરની ઝડપે દોડે છે.
* સસલાની મૂછો તેના શરીરની પહોળાઈ જેટલી લાંબી હોય છે. જેથી તે સાંકડી જગ્યામાં પ્રવેશ મેળવવાનો અંદાજ કાઢી શકે છે.
* સસલાના આગલા પગમા પાંચ અને પાછલા પગમાં ચાર આંગળી હોય છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2nil5eo
ConversionConversion EmoticonEmoticon