નીતિ આયોગ અતંર્ગત કાર્યરત 'અટલ ઇનોવેશન મિશન' તરફથી પ્રોત્સાહન રૂપે આપવામાં આવેલા ભંડોળમાંથી સ્ટુડન્ટસ માટે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) ખાતે ડૉ. એ.પી. જે. અબ્દુલ કલામ મેમોરિયલ લેક્ચર સિરિઝની શરૂઆત કરવામાં આવી છે. આ લેક્ચર સિરિઝની શરૂઆતમાં રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને આઇ.આઇ.એમ.ના ભૂતપૂર્વ પ્રોફેસર અનિલ ગુપ્તા હાજર રહ્યા હતા.
આ લેક્ચર સિરીઝમાં 'ક્રિએટિવિટી અને ઇનોવેશન' વિશે વાત કરતાં જીટીયુના વાઇસ ચાન્સેલર નવીન શેઠ કહે છે કે, વિદ્યાર્થીમાં અને ઉદ્યોગ સાહસિકોની સર્જનાત્મકતામાં વધારો કરવા માટે 'ક્રિએટિવ સ્ટાર્ટઅપ' ખૂબ જરૂરી છે.
સમસ્યાઓનું સમાધાન ચીંધતો વિચાર અને પ્રયોગ એટલે સ્ટાર્ટઅપ એમ કહી શકાય. આજના સમયમાં સમાજની વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે ક્રિએટિવિટી અને ઇનોવેશન સ્ટુડન્સ પાસે હોવું ખૂબ જરૂરી છે.
સ્ટુડન્ટસની ઇનોવેશન ક્રિએટિવિટીને પ્લેટફોર્મ મળી રહે તે માટે આ સિરિઝ શરૂ કરવામાં આવી છે. આજના નવી પેઢીના સ્ટુડન્ટસ પાસે જ્ઞાનનો ભંડાર છે તેને યોગ્ય માર્ગદર્શન આપવાથી તે ખેતીક્ષેત્રે, હેલ્થક્ષેત્રે તેમજ અન્ય વિષયમાં પોતાની ક્રિએટિવિટીનો ઉપયોગ કરીને સારા સ્ટાર્ટઅપ તૈયાર કરીને સમાજને ઉપયોગી બની રહે છે.
ડૉ. કલામ સાહેબની વૈજ્ઞાનિક સંશોધન કામગીરીમાં ક્રિએટિવિટી અને ઇનોવેશનનો ફાળો મહત્વનો હતો. દેશની વિવિધ સમસ્યાઓનું સમાધાન સુવિધાઓની સાથે થવું જોઇએ
એ માટે દેશના કોઇપણ ખૂણામાં રહેલા સ્ટુડન્ટસે પોતાની ક્રિએટિવિટીથી નવું જ સંશોધન કરીને દેશમાં નવી રોજગારીની તકો ઊભી કરવામાં સહયોગી બનવું જોઇએ. ભવિષ્યમાં આ કાર્યક્રમમાં ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી તેમજ અન્ય સંસ્થાઓના નામાંકિત નિષ્ણાતોને સ્ટાર્ટઅપ વિશે અભિપ્રાય આપવા માટે આમત્રંણ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં જીટીયુના ૨૮ સ્માર્ટ અપ પ્રોજેક્ટને રૂપિયા ૧૪ લાખની પ્રાથમિક સહાયના ચેક એનાયત કરવામાં આવ્યા હતા.
દર મહિને ઇનોવેશન અને ક્રિએટીવિટી લેક્ચરનું આયોજન કરાશે
વાઇસ ચાન્સેલર નવીન શેઠે કહ્યું કે, સ્ટુડન્ટસ નવા સંશોધન સાથે નવા સ્ટાર્ટઅપ કરી શકે તે માટે તેમજ તેમની આંતરિક શક્તિમાં વધારો કરવા માટે અમે દર મહિને ઇનોવેશન અને ક્રિએટિવિટી વિષય પર લેક્ચરનું આયોજન કરવાનું નક્કી કર્યું છે.
જેનાથી સ્ટુડન્ટસને કોઇ વિષયમાં અડચણ હોય તો તેનું સમાધાન થઇ શકે તેમજ તેમને કંઇક નવી ક્રિએટિવિટીની મદદથી સારા સ્ટાર્ટઅપ તૈયાર કરી શકાય તે માટેની માહિતી તેમને આપી શકાય તે અમારો પ્રયત્ન છે.
સ્ટુડન્ટસના નવા ઇનોવેટિવ આઇડિયા સાથે આગળ આવવાની ઉત્સુકતાના કારણે નવા સ્ટાર્ટઅપમાં વધારો થઇ રહ્યો છે જે સારી બાબત છે અને આવનારી પેઢીને ઘણી ઉપયોગી બની રહેશે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2wsgnLY
ConversionConversion EmoticonEmoticon