બેલેટ પેપરથી બૂથ કેપ્ચરિંગનો યુગ આવી જશે: ચૂંટણીપંચ


નવી દિલ્હી, તા. 27 ઓગસ્ટ 2018, સોમવાર

ચૂંટણી પંચે સર્વદળિય બેઠક બોલાવી રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની માન્યતા પ્રાપ્ત રાજકિય પાર્ટી સાથે બેઠક કરી. જેમાં કેટલાક પક્ષો બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માંગ ઉઠાવી. રાજકિય પક્ષોની આ માંગને ચૂંટણી પંચે ખોટી ઠેરવી.

ચૂંટણી કમિશ્નર ઓ.પી.રાવતે કહ્યું કે, કેટલાક રાજકિય પક્ષો દ્વારા ચૂંટણીમાં EVMની જગ્યાએ બેલેટ પેપરના ઉપયોગની માંગ ખોટી છે, આ વ્યવસ્થા ફરીથી બૂથ કેપ્ચરિંગ આવશે. બેઠક બાદ મુખ્ય ચૂંટણી કમિશ્નર રાવતે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, EVM અને VVPAT મશીનોમાં મુશ્કેલીઓ આવી રહી છે. રાજકિય પાર્ટી આ બાબતો પર ચૂંટણી પંચ દ્વારા ધ્યાન આપવામાં આવશે અને પ્રશ્ન ક્યાં અને કેવી રીતે આવી રહી છે તેની તપાસ કરવામાં આવશે.

તેમણે જણાવ્યું કે, દરેક પક્ષોએ ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનિયતાને વધુ વધારવા માટે સકારાત્મક અને રચનાત્મક સુચનો આપ્યા છે. પંચ આ દરેક સુચનો પર ચર્ચા કરશે અને જરૂર પડ્યા પર તેમનો અમલ પણ કરવામાં આવશે.

તેમજ તેમણે જણાવ્યું કે, આયોગ અને રાજકિય પાર્ટીઓ વચ્ચે લોકસભા અને રાજ્યની વિધાનસભાઓની આગામી ચૂંટણીને જોતા મતદાર યાદીની શુદ્ધતા, પારદર્શિતામાં સુધારો, દેશમાં એકસાથે ચૂંટણી તથા તેને વ્યાપક બનાવવા સાથે જોડાયેલા ઉપાયો પર પણ ચર્ચા થઇ.


from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2PaOQ9x
Previous
Next Post »