એશિયન ગેમ્સ બેડમિન્ટનમાં સિંધુને ઐતહાસિક સિલ્વર, તિરંદાજીમાં મહિલા પુરુષ ટીમને પણ સિલ્વર

નવી દિલ્હી, તા. 28. ઓગસ્ટ 2018 મંગળવાર
ભારતની સ્ટાર બેડમિન્ટન પ્લેયર પી.વી સિંધુએ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ મેળવીને ઈતિહાસ સર્જયો છે. જોકે સિંધુ ગોલ્ડ મેડલ માટેની મેચમાં વર્લ્ડ નંબર વન તાઈવાનની તાઈ જુ યિંગ સામે હારી ગઈ હતી.
આમ છતાં તે એશિયમ ગેમ્સમાં સિલ્વર મેડલ મેળવનાર પહેલી ભારતીય ખેલાડી બની છે. સિંધુને તાઈ જુ યિંગે 13-21, 16-21 થી હરાવી હતી. સિંધુએ ફાઈનલમાં તાઈવાનની ખેલાડીને અપેક્ષા પ્રમાણે ટક્કર આપી નહોતી.
જ્યારે ભારતીય મહિલા તીરંદાજી ટીમે 18મા એશિયાઈ રમતો દરમિયાન 10માં દિવસે પહેલો પદક જીત્યો. મહિલા કમ્પાઉન્ડ ટીમના ફાઈનલમાં કોરિયાએ ભારતને 231-228થી હરાવ્યુ. આ કારણે ભારતીય ટીમને રજત પદકથી સંતોષ માનવો પડ્યો છે.
તિરંદાજીમાં પુરુષ ટીમને પણ સાઉથ કોરીયા સામે હારનો સામનો કરવો પડ્યો છે.બંને ટીમોએ ચાર સેટના અંતે 229-229નો સ્કોર નોંધાવ્યો હતો.જેના પગલે પેનલ્ટી શૂટઆઉટથી ફેંસલો થયો હતો. તેમાં પણ બંને ટીમોનો 29-29 સરખો સ્કોર રહ્યો હતો.જોક કોરિયન ખેલાડીઓના તીર નિશાનથી વધારે નજીક હોવાથી ગોલ્ડ મેડલ કોરિયાના ફાળે ગયો હતો.



Previous
Next Post »