ઇસ્ત્રીની રસપ્રદ પરંપરા અને ઇતિહાસ


પોષાક માત્ર શરીર ઢાંકવા નહીં પણ વ્યક્તિત્વનો એક ભાગ છે, દરેક સંસ્કૃતિમાં જાત જાતના પોષાકની પરંપરા, ફેશન અને રિવાજો છે. સાથે સાથે તેમાં  ઉપયોગી થતાં સાધનો પણ વિકસ્યા છે, ઇસ્ત્રી એ કપડાની કરચલી દૂર કરવા ઉપરાંત ગડી પાડવાનું સાધન છે. કપડાંની શોધ થયા પછી માણસ તેને લીસા અને સુંવાળા કરવા પથ્થર વડે ઘસતો. ઈ.સ. ૧૮૮૩માં હેનરી સીલીએ ઇલેક્ટ્રિક ઇસ્ત્રીની શોધ કરી તે પહેલાં ધાતુના વજનદાર ચોસલાને સગડી કે ચૂલા પર ગરમ કરી ઇસ્ત્રીની જેમ ઉપયોગ થતો.

ત્યારબાદ ધાતુની પોલાણવાળી ઇસ્ત્રી બની તેમાં સળગતા કોલસા ભરી ગરમ રખાતી. આ ઇસ્ત્રીઓ પિત્તળ, લોખંડ જેવી ધાતુમાંથી બનતી. ઇસ્ત્રીનો લંબ ત્રિકોણ આકાર સમાન રીતે જળવાઈ રહ્યો છે. નકશી કામવાળી કલાત્મક ઇસ્ત્રીઓ પણ બનતી.

કપડાની કરચલી કે સળ દૂર કરવા ઉપરાંત કોલર, બાંય, ટાઇ, ટોપી, રીબીન વગેરેને ખાસ પ્રકારની ગડી પાડવા પણ ઇસ્ત્રીનો ઉપયોગ થતો. ૧૮૮૨માં સેલીયે શોધેલી ઇસ્ત્રી ઇલેક્ટ્રિક યાર્ક વડે ગરમ થતી તેને 'અમેરિકન બ્યૂટી' કહેતાં તે સાત કિલો વજનની હતી. ઇસ્ત્રી કરતાં પહેલાં કપડા પર થોડું પાણી છાંટવામાં આવે છે. પાણીના ફુવારા સાથેની ઇસ્ત્રી પણ બની હતી.  આધુનિક ઇસ્ત્રીમાં સુતરાઉ, રેશમી વગેરે કપડા માટે ઇચ્છીત ઉષ્ણતામાન જળવાઇ રહે તેવી સુવિધા પણ હોય છે. વધુ પડતી ગરમ થાય તો  આપમેળે પાવર બંધ થઈ જાય તેવી ઇસ્ત્રીનું ચલણ વધુ છે.  ઇસ્ત્રીની સાથે તેના લાકડાનું પ્લેટફોર્મ પણ બનેલું સારા બૂત તાપતી નામની મહિલાએ તેની શોધ કરેલી. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ftzM6T
Previous
Next Post »