મહીસાગર જિલ્લામાં કોરોના વકર્યો વધુ 20 પોઝિટિવ કોરોનાના કેસ


બાલાશિનોર

મહીસાગર જિલ્લામાં આજે કડાણા તાલુકાની ૧ સ્ત્રી, ૧ પુરૂષ, ખાનપુર તાલુકાની ૩ સ્ત્રી, ૩ પુરૂષ, લુણાવાડા તાલુકાની ૩ સ્ત્રી, ૮ પુરૂષ, સંતરામપુર તાલુકાના ૧ પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

આમ, જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીમાં એટલે કે તારીખ ૨૭-૩-૨૧ના સાંજના ૫.૩૦ વાગ્યા સુધીમાં ૨૩૧૩ કેસ પોઝિટિવ નોંધાયા છે.

આજે જિલ્લામાં સારવાર લઈ રહેલા દર્દીો પૈકી કડાણા તાલુકાના ૨ પુરૂષ, ખાનપુર તાલુકાના ૧ પુરૂષ, લુણવાડા તાલુકાની ૧ સ્ત્રી, ૩ પુરૂષ, સંતરામપુર તાલુકાની ૧ સ્ત્રી, ૦૧ પુરૂષ, વિરપુર તાલુકાના ૧ પુરૂષ દર્દીઓએ કોરોનાને મહાત આપતા તેમને રજા આપવામાં આવી છે. આમ, જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૨૧૩૩ દર્દીઓ સ્વસ્થ થઈને સ્વગૃહે પરત ફર્યા છે.

જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે ૯ વ્યક્તિનું મૃત્યુ થયા છે. જ્યારે અન્ય કારણથી ૩૮ દર્દીનું મૃત્યુ થતાં જિલ્લામાં કુલ ૪૭ મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનલફલુ/કોરોનાના કુલ ૧૪૪૫૮૫ રીપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેમજ જિલ્લાના ૭૮ વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.

મહીસાગર જિલ્લામાં કોરોના પોઝિટિવના કારણે ૨૬ દર્દી ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ-લુણાવાડા, ૮૮ દર્દી હોમ આઇસોલેશન, ૩ દર્દી એસ.ડી. સંતરામપુર અને ૧૬ દર્દી અન્ય જિલ્લા ખાતે સારવાર હેઠળ છે. કોરોના પોઝિટિવ આવેલ દર્દીઓ પૈકી ૧૧૮ દર્દીઓ સ્ટેબલ અને ૧૦ દર્દીઓ ઓક્સિજન પર અને ૫ વેન્ટીલેટર પર છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39D7P9J
Previous
Next Post »