
લાના ડેલ રેયએ માંદગીને કારણે યુરોપ અને અમેરિકાની ટૂર રદ કરી છે. આ ૩૪ વર્ષીય સિંગર લંડન, ગ્લાસગો, બર્મિંગહામ અને માંચેસ્ટરમાં પરફોર્મ કરવાની હતી. પછી યુરોપ ઘમરોળવાનું આયોજન લાનાનું હતું.
લાનાએ નિવેદનમાં કહ્યું ''છેલ્લી મિનિટે શો રદ કરવા બદલ હું દિલગીર છું પણ અચાનક આવી પડેલી ગંભીર માંદગીની સામે હું લાચાર છું, મેં મારો કંઠ ગુમાવ્યો છે અને પરફોર્મ કરી શકું એવી સ્થિતિમાં બિલકુલ નથી.''
હાલતુરંત લાનાને ચાર અઠવાડિયાનો આરામ લેવાની સલાહ અપાઈ છે. પછી ડોક્ટર આરોગ્યની સમીક્ષા કરીને નિર્ણય લેશે. જો કે ત્યારબાદ લાના તુરંત શોની તારીખો જાહેર કરશે. જેથી એના ચાહકોની નિરાશા લંબાય નહીં.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TAcn7C
ConversionConversion EmoticonEmoticon