![]() |
| Image Twitter |
તા. 19 એપ્રિલ 2023, શુક્રવાર
તમને જણાવી દઈએ કે બાહુબલીનું ગગનચુંબી ઝરણુ તમને યાદ હશે. તેમજ આરઆરઆરનું નાટુ નાટુ ગીત ભાગ્યેજ કોઈ ભારતીય ભુલી શકશે. જેને બોલીવુડ અને દેશને ઓસ્કાર જેવુ સન્માન અપાવ્યુ. આ બન્ને બ્લોકબસ્ટર ફિલ્મને બનાવવા વાળા હિટ ફિલ્મમેન એસએસ રાજામૌલીની ફિલ્મ માટે તેના ફેન્સ હવે ફરીથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આદિપુરુષને ટક્કર મારે તેવી ફિલ્મ બનવા જઈ રહી છે.
ભારતના ઈતિહાસમાં બે વિષય અતિ મહત્વના છે, જેના વિશે જાણવા લોકોને હંમેશા પસંદ કરતા હોય છે. જેમા પહેલા નંબર પર રામાયણ, જે ભગવાન રામ કે જેમણે મર્યાદામાં રહેવાનું શિખવ્યું. અને બીજુ મહાભારત, જેમા શ્રીકૃષ્ણની વાત કે જે સામેવાળાને મર્યાદાના પાઠ ભણાવે છે. અને રામાયણ પર આગામી થોડા સમયમાં રિલીઝ થવા જઈ રહેલી 'આદિપુરુષ' મા ભગવાન રામ વિશેની સ્ટોરી બતાવવામાં આવી છે. પરંતુ હવે રાજામૌલી ફરી એક એવી મેથેલોઝિકલ ફિલ્મ લઈ આવી રહ્યા છે. તેની સ્ટોરીથી વધારે તેના બજેટ વિશે ચર્ચા કરી રહ્યા છે. જેનુ બજેટ આદિપુરુષના 650 કરોડથી લગભગ 10 ઘણુ વધારે હોવાની ચર્ચા થઈ રહી છે.
કેવી હશે રાજામૌલીની મહાભારત
રાજામૌલી ભારતના સૌથી મોટી મેથેલૉજિકલ સ્ટોરી મહાભારત પર ફિલ્મ બનાવવા વિશે વિચારી રહ્યા છે. થોડા સમય પહેલા એક ઈવેન્ટમાં રાજામૌરીએ આ વિશે વાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે જો મહાભારત વિશે ફિલ્મ કેવી રીતે બનાવવી. તેના વિશે તેમના કહેવા પ્રમાણે તેને 10 અલગ અલગ વિભાગો કરી પુરી કરવામાં આવે.
ફિલ્મ બનાવવા માટે એક વર્ષનો સમય લાગશે
રાજામૌલી આ બાબતે ચર્ચા કરતા કહ્યુ હતું કે, જો ફિલ્મને બનાવવાનું શરુ કરવામાં આવે તો લગભગ એક વર્ષ લાગી જશે. તેમણે કહ્યુ કે મહાભારતના અલગ અલગ વર્જન મળશે. અને આવામાં ફિલ્મ બનાવતી પહેલા મહાભારત વાંચવુ પડશે.
જુની વાર્તાથી અલગ નહી હોય ફિલ્મની સ્ટોરી
રાજામૌરીના જણાવ્યા પ્રમાણે જો મહાભારત બનાવવામા આવશે તો તેના પાત્રો બદલી નાખવામાં આવશે. અને તેને પહેલા ક્યારેય કોઈએ જોયુ નહી હોય તે પ્રકારની ફિલ્મ હશે. અને તેમા મહાભારતના ભાવ જળવાઈ રહેશે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/jAXvOHY

ConversionConversion EmoticonEmoticon