
જ યરામદાસે એના ગુરૂ યોગાનંદ પાસે અભ્યાસ પૂરો કર્યો. પૂછ્યું.. 'ગુરૂદક્ષિણામાં શું આપું ?'
ગુરૂએ કહ્યું: 'મારે દક્ષિણામાં ધન કે જાગીર નથી જોઈતા. જો તું મોટી ખુરશી પર બેસે ભગવાન તને એવો ...આપશે. તો મારો આ આશ્રમ બહુ નાનો પડે છે. એ જરા વિશાળ પટવાળો કરાવી આવજે.'
નસીબ જોગે જયરામદાસ ચૂંટણીમાં જીતીને ધીમે ધીમે પ્રધાનની ખુરશી પર પહોંચ્યો.
ગુરૂ જયરામદાસ એને મળવા ગયા. માંડ મુલાકાત મળી ગુરૂએ આશ્રમની યાદ આપી.
'ચિંતા ના કરો. ગુરૂજી ! થઈ જશે. નવો આશ્રમ કરાવી આપીશ.'
દોઢ બે વરસ ગુરૂએ રાહ જોઈ. એ પછી કેટલાંક સરકારી ઇજનેરોએ ગુરૂની પાસે આશ્રમ ખાલી કરાવીને તોડી પાડયો.
ગુરૂજી વળી દિલ્હી દોડયા. મહામુસીબતે પાંચ મિનિટની મુલાકાત મળી.
જયરામદાસ પ્રધાને કહ્યું, 'ગુરૂજી' ચિંતા ના કરો. આ આશ્રમની જગ્યા રસ્તો પહોળો કરવા જરૂરી છે. તમને વિશાળ જમીન તમારા આશ્રમ માટે હુકમ કરીશ.
ગુરૂજીએ ખુલ્લી જમીનમાં છ ... મહિના રાહ જોઈ પણ ના જમીન કે આશ્રમ, ગુરૂજીને પ્રધાનોના વચનોનો અનુભવ એમના જ શિષ્યે કરાવ્યો.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jrJAh8
ConversionConversion EmoticonEmoticon