
'જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઉંઘમાં અટપટા ભોગ ભાસે...' જાગ્યા પછી? કેવા નાના મોટા કામે લાગ્યા! ...ઉતાવળમાં નોકરી ધંધે ભાગ્યા! લગ્ન પ્રસંગે, પરીક્ષાનાં માહોલમાં, જીવલેણ માંદગી વખતે 'જાગવાનું' ક્રિયાપદ ઓવર ટાઈમ કરતું હોય છે
એક તો મૂવીનું નામ 'જાગતે રહો' અને મૂવીનાં અંતમાં નરગીસજી દ્વારા ગવાતું ગીત 'જાગો... જાગો મોહન પ્યારે...' બોલો, પ્રેક્ષકોને સતત જાગૃત રાખવા કેટલી બધી તકેદારી! જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા... નરસિંહ મહેતાજીએ પણ કર્તવ્યભાવના અંગે પણ પરોઢિયાનો મંત્ર કેવો સરસ ફૂંક્યો! 'જો સોવત હૈ વો ખોવત હૈ, જો જાગત હૈ વો પાવત હૈ... જૂના દોહામાં પણ પામવા માટે જાગતા રહેવાની વોર્નિંગ આપેલી જ છે.
''મેં જાગુ સારી રાત સજન તુમ સો જાઓ... સો જાઓ... ફિલ્મમાં તો 'પતિ-પરમેશ્વર' બ્રાન્ડવાળી હીરોઈને ગ્લીસરીનના આંસુ સાથે હાલરડું ગાઈ લીધું. વાસ્તવમાં કદાચ પત્નીનાં પગ દબાવતો કહ્યાગરો કંથ ગાતો પણ હોય... હું લઈશ સી.એલ. (ભ.ન્.) હાફ સજન કરો માફ... તુમ સો જાઓ... ભૂતબંગલામાં મહેમૂદ વર્તમાન પરિસ્થિતિનો તાગ વરસો પહેલા ગજાવે છે... જાગો સોનેવાલો... સુનો મેરી કહાની... આવા કર્તવ્યપરાયણ નેતા, સંતો, કાર્યકરો હાલ હાજરસ્ટોકમાં ખરા?
'જાગવું' ક્રિયાપદ ઉંઘને ઉંઘવા દેતું નથી. ઉંઘને ખો આપનાર એલાર્મની ઘંટડી છે. ખાસ કરીને શિયાળામાં કામળો, રજાઈ, ધાબળા વગેરેમાંથી જાગવાની આખી પ્રક્રિયા વેરી વેરી સ્લો મોશનવાળી હોય છે. જાગી ભલે ગયા હોઈએ પણ ગતિ પકડતા વાર લાગે છે. પડખા વારંવાર ફેરવીને ગુલાબી ઉંઘનો ટપલીદાવ ચાલુ રહે છે.
કામની જવાબદારી જ આપણને 'જાગવા' પાછળ દોડતાં કરી દે છે. શાસક પક્ષને ગૃહમાં સતત પ્રશ્નોના મારાથી પરાણે જાગવું પડે છે. રસોડામાં સાસુ-વહુની જીભાજોડી પરિવારને ઉંઘમાંથી વહેલી સવારે જગાડી દે છે. આજકાલ કે.જી.નાં ટાબરિયાઓનાં તોતિંગ હોમવર્કથી વાલીગણ જાગતો થઈ ગયો છે. સરહદે પડોશી દેશોમાં છમકલાંથી સંરક્ષણ અને ગૃહખાતુ સતત જાગતું રહે છે. દુનિયામાં તેલ ઉત્પાદક દેશો પેટ્રોલનાં ભાવવધારાનાં ડૉઝથી ઉપભોક્તાઓને જાગતાં કરી દીધાં છે.
'જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઉંઘમાં અટપટા ભોગ ભાસે...' જાગ્યા પછી? કેવા નાના મોટા કામે લાગ્યા! ...ઉતાવળમાં નોકરી ધંધે ભાગ્યા! લગ્ન પ્રસંગે, પરીક્ષાનાં માહોલમાં, જીવલેણ માંદગી વખતે 'જાગવાનું' ક્રિયાપદ ઓવર ટાઈમ કરતું હોય છે. 'જાગરણ'નો ભાર ઉજાગરાના નામે ઓળખાય છે. ગઝલકારે પણ માંદગી વખતે પોતે સૂવાની અય્યાશી માણતો હોય ને સ્વજનો રાત-દિવસ જાગતા હોવાની પીડા, વેદનાની શબ્દોથી સેલ્ફી લીધી છે! ખાસ તો જાગતા રહેજો...ની આલબેલ સાથે હાથમાં ટોર્ચ લઈને સોસાયટીમાં રાતનાં આંટાફેરો મારતો ગુરખો... સીક્યુરીટીવાળો વોચમેન જ ફક્ત 'જાગી'ને આપણને ઉંઘની કેવી લક્ઝરી આપે છે!
મરી મસાલા
ફાંસીની સજાના અમલની આગલી રાતે જેલનો કેદી વિચારો ધરાઈને ઉંઘ લેતો હશે કે ધરાઈને જાગી લેતો હશે?
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Pn9sxh
ConversionConversion EmoticonEmoticon