વિશ્વના વિજ્ઞાાનીઓ .


પૃ થ્વીના વાતાવરણમાં ઓક્સિજન વાયુ છે એટલે જ સજીવ સૃષ્ટિનો વિકાસ થયો છે. ઓક્સિજનને પ્રાણવાયુ પણ કહે છે કેમકે તે જીવનનો આધાર છે. આ ઉપરાંત ઓક્સિજનની વિવિધ અસરો અને ઉપયોગ જાણીતા છે. ધાતુઓ પર કાટ લાગવાની ક્રિયા પણ ઓક્સિજનની અસર છે. કોઈ પણ વસ્તુ સળગે ત્યારે ઓક્સિજનની જરૂર પડે છે એટલે ઉર્જા પેદા કરવા પણ ઓક્સિજન જરૂરી છે. આ બધી જ શોધો એન્ટોઇન લેવોઇઝિયર નામના વિજ્ઞાાનીએ કરી હતી. લેવોઇઝિયરે વિજ્ઞાાન ક્ષેત્રે રસાયણ શાસ્ત્રનો પાયો નાંખ્યો હતો.

એન્ટોઇન લેવોઇઝિયરનો જન્મ ઈ.સ. ૧૭૪૩ના ઓગસ્ટની ૨૬ તારીખે પેરિસના એક સમૃદ્ધ પરિવારમાં થયો હતો. પેરિસની માઝારિન કોલેજમાં રસાયણશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર અને ગણિતનો અભ્યાસ કર્યો હતો. ઈ.સ. ૧૭૬૮માં તેણે ફ્રેન્ચ એકેડેમી ઓફ સાયન્સમાં સ્થાન મેળવ્યું હતું.

લેવોઇઝિયરે ઓક્સિજન વાયુની અસરોની શોધો કરી હતી. લેવોઇઝિયર વિજ્ઞાાન ઉપરાંત રાજકારણ અને અર્થશાસ્ત્રનો પણ અભ્યાસુ હતો. રાજકીય પ્રવૃત્તિમાં તે ભાગ લેતો હતો. ઇ.સ. ૧૭૯૪માં ફ્રાન્સમાં થયેલા બળવામાં તે બળવાખોર સાબિત થતાં તેને ફાંસીની સજા થઈ હતી. ઈ.સ. ૧૭૯૪ના મે માસની ૮ તારીખે તેને ફાંસી અપાઈ હતી. આમ એક મહાન વિજ્ઞાાનીનો દુઃખદ અંત આવેલો.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YFRDPi
Previous
Next Post »